27 વર્ષ પછી મહિલા કોમામાંથી બહાર આવી, ભાનમાં આવતા જ દીકરાનું નામ લીધું
ઘણી વખત દુર્ઘટનાને લીધે કેટલાક લોકો કોમામાં જતા રહે છે. ક્યાં તો તે થોડા દિવસો પછી જાગે અથવા ક્યારેય નહીં. પરંતુ યુએઈમાં અબુ ધાબીની રહેવાસી મહિલા મુનિરા 27 વર્ષ કોમામાં રહ્યા પછી જાગી છે. આ બાબત ખુબ જ આશ્ચર્ય જનક છે. મહિલાએ ઉઠતાની સાથેતેના 4 વર્ષના પુત્રનું નામ લીધું, જે હવે 32 વર્ષનો થઇ ગયો છે.
ત્રણ અઠવાડિયા સુધી સતત ઊંઘી રહી મહિલા, ઉઠી ત્યારે ઝાટકો લાગ્યો

વર્ષ 1991 માં કોમામાં જતી રહી હતી મહિલા
મુનિરા વર્ષ 1991 માં તેના પુત્ર ઉમરને શાળામાંથી લઈને આવી રહી હતી. તે કારની પાછળની સીટ પર ઉમર સાથે બેઠી હતી, પણ તેને જેવો જ અકસ્માતનો અંદેશો થયો તરત જ તેણે ઉમરને તેના પોતાના શરીરથી સંપૂર્ણપણે આવરી લીધો હતો, જેના કારણે મુનિરાને ગંભીર ઇજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન તે કોમામાં જતી રહી હતી. ડોક્ટરોએ મુનિરાના પરિવારને સ્પષ્ટપણે કહ્યું હતું કે તેણી ક્યારેય જાગશે નહિ, પણ જ્યારે તે અચાનક કોમા માંથી બહાર આવી ત્યારે બધા આશ્ચર્યચકિત થઇ ગયા.

'વિશ્વાસ હતો કે એક દિવસ મારી માતા જાગી જશે'
32 વર્ષના થઇ ચૂકેલા ઉમરએ કહ્યું કે તેને હંમેશાથી વિશ્વાસ હતો કે એક દિવસ તેની માતા કોમાથી બહાર આવશે અને તે બન્યું. મુનિરાને વર્ષોથી ટ્યુબ દ્વારા ખોરાક આપવામાં આવતો હતો. પરંતુ ડોક્ટરોએ સ્પષ્ટપણે કહ્યું હતું કે ઉમર મુનીરાના જાગવાના સપનાને ભૂલી જાવ, તેણી ક્યારેય પણ જાગશે નહિ.

દરરોજ 4 કિલોમીટર ચાલીને માતા પાસે જતા હતા ઉમર
ડોકટરની વાતો પછી પણ ઉમરની હિંમત તૂટી નહિ. ઉમર વર્ષોથી દરરોજ 4 કિલોમીટર ચાલીને માતા પાસે જતા હતા અને તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ તે ક્યારેય કશું બોલતી ન હતી. ઉમરે કહ્યું કે તેમણે ધીમે ધીમે તેમની માતાના સ્વાસ્થ્યમાં સુધારો દેખાતો હતો અને એક દિવસ તે ખરેખર જાગી.