આ મિત્રો કે યુગલ નથી! તેમનો સંબંધ જાણી આશ્ચર્યચકિત થઇ જશો..

Subscribe to Oneindia News

ચીનની એક મહિલાએ આ દિવસો દરમિયાન સોશિયલ મિડિયા પર પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. તેના 22 વર્ષના પુત્ર સાથે તેના ફોટા સોશિયલ મિડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. મહિલાના ફોટા વાયરલ થવા પાછળ એક મોટું અને સાંભળીને આશ્ચર્ય થાય એવું કારણ છે. હકીકતમાં કોઇ આ મહિલાનો વિશ્વાસ કરવા જ તૈયાર નથી કે તસવીરોમાં જોવા મળતો યુવક તેનો પુત્ર છે.

ગ્લેમરસ મધર

ગ્લેમરસ મધર

મહિલા ખરેખર દેખાવામાં એટલી સુંદર છે કે, તેને જોઇને કોઇ પણ તેની ઉંમર માનવા તૈયાર ન થાય. આ મહિલાની ઉંમર 50 વર્ષ છે, ખાઇ ગયાને ચક્કર? જી હા, આ મહિલા 50 વર્ષની છે. તેની ફિટ બોડી અને યુવાન ચહેરાને જોઇને કોઇ આ વાત માનવા તૈયાર નથી થતું, પરંતુ વાત સાચી છે. લોકો તો આ મહિલાને તેના જ પુત્રની ગર્લફ્રેન્ડ માની બેઠા છે. તે જણાવે છે કે, કોઇ પણ મારો વિશ્વાસ કરવા તૈયાર નથી કે તસવીરમાં મારી સાથે મારો પુત્ર છે.

ફેને અપલોડ કરી તસવીર

ફેને અપલોડ કરી તસવીર

ચીનની રહેવાસી 50 વર્ષીય લિઉ એલીન જોવામાં ખુબ જ સુંદર અને ફિટ છે. તેને જોઇને કોઇ પણ તેની ઉંમરનો અંદાજ નથી લગાવી શકતું. તેની ફિટનેસ અને દેખાવ જોઇને તેના એક ફેને લિઉની ફોટા સહિત એક લેખ પ્રકાશિત કર્યો છે, જે પછી તે વિશ્વમાં લાખો લોકોનાં ધ્યાનમાં આવી ગઇ છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થઇ રહી છે.

સંબંધ ઓળખવો મુશ્કેલ

સંબંધ ઓળખવો મુશ્કેલ

તસવીરમાં લિઉ સાથે જે દેખાય છે, તે તનો મિત્ર કે બોયફ્રેન્ડ નથી, પરંતુ તે તેનો 22 વર્ષનો પુત્ર છે. લિઉ જ્યારે પણ પોતાનાં પુત્ર સાથે ઘરની બહાર જાય છે, ત્યારે લોકો તેમને યુગલ અથવા તો ભાઇ-બહેન સમજે છે.

નિવૃત્ત જીવન વીતાવી રહી છે લિઉ

નિવૃત્ત જીવન વીતાવી રહી છે લિઉ

વર્ષ 1968માં ચીનના હૈનન પ્રાંતમાં લિઉનો જન્મ થયો હતો. લિઉ કહે છે કે, તેની ઉંમર 50 વર્ષની છે એ વાત કોઇ માનવા જ તૈયાર નથી. કોઇ તેનો વિશ્વાસ નથી કરતું. લાઇબ્રેરિયન ઓફિસથી નિવૃત્ત થયેલી લિઉની ટોન્ડ બોડી અને યુવાન ત્વચા જોઇને લોકો મૂંઝવણમાં મુકાઇ જાય છે.

English summary
This Gorgeous 50-Year-Old Mom Is So Fit People Actually Think She Is Her Sons Girlfriend.
Please Wait while comments are loading...