For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પત્નીઓને ખભા પર ઉઠાવીને 53 પતિઓની દોડ, જાણો કોણ જીત્યું

ફિનલેન્ડના સોનકાજારવી શહેરમાં શનિવારે એક અનોખા પ્રકારની દોડ થઇ હતી. 53 લોકો વર્લ્ડ વાઈફ કેરિંગ ચેમ્પિયનશિપ જીતવા માટે આ રેસમાં ભાગ લીધો હતો.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ફિનલેન્ડના સોનકાજારવી શહેરમાં શનિવારે એક અનોખા પ્રકારની દોડ થઇ હતી. 53 લોકો વર્લ્ડ વાઈફ કેરિંગ ચેમ્પિયનશિપ જીતવા માટે આ રેસમાં ભાગ લીધો હતો, દરેકએ તેમની પત્નીઓને ખભા પર ઉઠાવી અને એક કલાક લાંબી દોડ લગાવી હતી. આ સમય દરમિયાન તેમના માર્ગમાં ઘણાં અવરોધો હતા, તેમને ક્યાંક પાણીમાં જવું પડ્યું હતું, તો કેટલાક સ્થળોએ રેતી પર,તો ક્યાંક બાંધવામાં આવેલા કેટલાક લાકડાઓને ઓળંગીને જવું પડ્યું હતું. આ સમય દરમિયાન બધી પત્નીઓ તેમના ખભા પર હતી.

બે બાળકોના માતા-પિતાએ જીતી હતી ચેમ્પિયનશિપ

બે બાળકોના માતા-પિતાએ જીતી હતી ચેમ્પિયનશિપ

શનિવારે યોજાયેલી ચેમ્પિયનશિપને લિથુઆનિયાના વીતોસ અને તેની પત્ની નિરીંગએ જીતી હતી. બે બાળકોના માતાપિતા, આ કપલએ પ્રથમ વખત 2005 માં આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, પરંતુ આ વખતે તેઓ ચેમ્પિયન બન્યા. આ કપલએ જે કપલને હરાવ્યું છે તે છ વખત આ ટાઇટલ જીતી ચૂક્યું છે.

હજારો લોકો જોવા આવ્યા

હજારો લોકો જોવા આવ્યા

વર્લ્ડ વાઇફ કેરીંગ ચૅમ્પિયનશિપ ફિનલેન્ડના સોનકાજારવીમાં 23 વર્ષથી યોજાય છે. આ ચેમ્પિયનશિપ શનિવારે 23મી વાર યોજાઇ હતી. તેમાં ભાગ લેવા માટે સમગ્ર દુનિયામાંથી લોકો આવ્યા, હજારો લોકો તેમાં જોવા આવ્યા હતા. 4200 ની વસ્તી ધરાવતા સોનકાજારવી શહેરમાં શનિવારે હજારો લોકો ભેગા થયા છે, અને આ સ્પર્ધકોના હોંસલામાં વધારો કર્યો.

13 દેશોના કપલોએ લીધો ભાગ

13 દેશોના કપલોએ લીધો ભાગ

વિશ્વભરના લોકો ફિનલેન્ડના આ શહેરમાં દુનિયામાંથી આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા લોકો પહોંચ્યા. જીત લિથુઆનિયાના કપલને મળી. અમેરિકા, બ્રિટન, સ્વીડન સહિતના 13 દેશોના કપલોએ તેમાં ભાગ લીધો હતો. ત્યાંના કોઈ લુટેરા ગેંગથી પ્રભાવિત થઇ આ રમત શરૂ થઈ હતી, આ ગેંગ તેમના સભ્યોને ખભા પર પ્રાણીઓ અને અનાજના બોક્સો લાદીને તાલીમ આપતા હતા.

English summary
World Wife carrying championship in Finland Lithuanian couple win title.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X