For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીન, જ્યાં મળે છે ભાડે ગર્લફેન્ડ અને છે અનેક ગોસ્ટ ટાઉન

|
Google Oneindia Gujarati News

ગુરુવારે, ચીનમાં વન ચાઇલ્ડ પોલિસી પૂરી કર્યા બાદ અનેક લોકોએ આ અંગે અલગ અલગ પ્રતિક્રિયા આપી હતી. કેટલાકે ચીનની સરકારના વખાણ કર્યા હતા તો અન્ય લોકોનું કહેવું હતું કે આ તો કંઇ નથી ચીનમાં તો આવી અનેક પોલિસી છે જે ખાલી ચીન જેવા દેશમાં જ હોવી શક્ય છે.

વળી ચીનની આવી પોલિસી માટે જ નહીં પણ તેના જેવી અનેક વસ્તુઓ માટે પ્રસિદ્ધ છે જે વિષે જાણીને તમને નવાઇ લાગશે. શું તમને ખબર છે કે ચીનમાં અમીર વ્યક્તિ ઇચ્છે તો પોતાની જગ્યાએ પોતાના હમશક્લ વ્યક્તિને જેલમાં મોકલી શકે છે. એટલું જ નહીં તમે અહીં નજીવી કિંમતે ભાડે ગર્લફ્રેન્ડ પણ મેળવી શકો છો.

ત્યારે ચીન દેશના આવા જ કેટલીક અજીબો ગરીબ તથ્યો વિષે આજે અમે તમને કેટલીક રસપ્રદ અને રોચક માહિતી આપવાના છીએ. જે વિષે જાણીને તમને ખૂબ જ નવાઇ થશે. એટલું જ નહીં અહીં અનેક શહેરો છે જ્યાં કોઇ રહેતું જ નથી. તો ચીનમાં કેમ આવું છે તે વિષે વધુ જાણો નીચેના અમારા આ ફોટોસ્લાઇડરમાં...

હમશક્લ કાપી શકે છે જેલની હવા

હમશક્લ કાપી શકે છે જેલની હવા

અહીં જો કોઇ પૈસાદાર વ્યક્તિને જેલની સજા સંભળાવવામાં આવે તો તે પૈસાદાર વ્યક્તિ પોતાના બોડી ડબલ કે ડુપ્લિકેટને પોતાની જગ્યાએ જેલની સજા કાપવા મોકલી શકે છે.

અમેરિકાને પાડ્યું પાછળ

અમેરિકાને પાડ્યું પાછળ

ચીનની આર્થિક હાલત ભલે હાલ ઠીક ના હોય પણ વર્ષની શરૂઆતમાં તેણે પરચેઝિંગ પાવર એટલે કે કોઇ પણ વસ્તુ ખરીદવાની ક્ષમતાના મામલે તેણે અમેરિકાને પણ પાછળ છોડી દીધું છે.

સેનફ્રાંસિસ્કોના એરપોલ્યૂશનનું કારણ છે ચીન

સેનફ્રાંસિસ્કોના એરપોલ્યૂશનનું કારણ છે ચીન

એક વેબસાઇટ મુજબ અમેરિકાના રાજ્ય સેનફ્રાસિસ્કોના 29 ટકા એર પોલ્યુશન ચીનના કારણે છે.

અમેરિકાથી વધુ અંગ્રેજીના જાણકારો

અમેરિકાથી વધુ અંગ્રેજીના જાણકારો

ચીનમાં અંગ્રેજી બોલનારા લોકોની સંખ્યા અમેરિકા કરતા પણ વધારે છે.

ભાડે ગર્લફ્રેન્ડ

ભાડે ગર્લફ્રેન્ડ

ચીનની એક વેબસાઇટ પર તમને એક અઠવાડિયા માટે 31 ડોલરની કિંમત આપીને એક ગર્લફ્રેન્ડ ભાડે મેળવી શકો છો.

ગોસ્ટ ટાઉન

ગોસ્ટ ટાઉન

ચીન હાલ અનેક મોટા શહેરોના નિર્માણમાં લાગ્યું છે. જેથી તે બિલ્ડર્સને વ્યસ્ત રાખી શકે અને દુનિયાને પોતાનો ગ્રોથ બતાવી શકે. પણ આ જ કારણે ચીનમાં તેવા અનેક ભૂતિયા શહેરો વધી ગયા જ્યાં કોઇ રહેતું જ નથી.

સૌથી વધુ બ્રેન ડેડ

સૌથી વધુ બ્રેન ડેડ

ચીનમાં દરેક 10માંથી 7 વિદ્યાર્થી પોતાનો દેશ છોડીને જતો રહે છે અને પછી ફરી ક્યારેય પાછો નથી આવતો.ચીનની બહાર જનારા વિદ્યાર્થીઓએ અમેરિકાને પોતાની નવું ઘર બનાવી લીધુ છે.

બીઝિંગથી મંગોલિયા સુધી ટ્રાફિક જામ

બીઝિંગથી મંગોલિયા સુધી ટ્રાફિક જામ

ચીનમાં ઓગસ્ટ 2010માં 60 મીલી લાંબો ટ્રાફિક જામ લાગ્યો હતો. આ ટ્રાફિક જામ 10 દિવસ સુધી રહ્યો હતો. અને 11 દિવસ પછી તે સાફ થઇ શક્યો હતો. આ જામ બીજિંગથી લઇને મંગોલિયા સુધી લાગ્યો હતો.

ન્યૂયોર્ક જેવા 10 શહેરો

ન્યૂયોર્ક જેવા 10 શહેરો

આવનારા 10 વર્ષોમાં ચીનમાં ન્યૂયોર્કના આકારના લગભગ 10 શહેર હશે. અને આ બધુ વર્ષ 2025 સુધી થઇ જશે.

આત્મહત્યા

આત્મહત્યા

ચીન દુનિયાની સૌથી વધુ આબાદી ધરાવતો દેશ છે. અને અહીં આત્મહત્યા કરનાર લોકોની સંખ્યા પણ સૌથી વધુ છે.

English summary
You might be not aware that in China rich people can hire their body double to serve their term in jail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X