For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે તમારા મોબાઇલની રિંગટોન કહી દેશે કે તમે કેવા વ્યક્તિ છો?

|
Google Oneindia Gujarati News

આજકાલ મોબાઇલ ફોનમાં યુનિક અને ઇનોવેટિવ રિંગટોન રાખવી ફેશન બની ગઇ છે. વળી લોકો પણ ફિલ્મી ગીતોથી માંડીને ધાર્મિક ગીતોને પોતાની કોલરટ્યૂન બનાવતા હોય છે. પણ શું તમને ખબર છે કે તમારો રિંગટોન તમારા સ્વભાવ પણ ધણું બધું કહી જાય છે.

જેમ કે કોઇ જૂની ફિલ્મના રોમાન્ટિક ગીતની રિંગટોન લગાવનાર લોકો ફેમિલી વ્યક્તિ હોય છે અને તે પ્રેમને મહત્વ આપે છે. ત્યાં જ ફાસ્ટ રોમાટિંક સોન્ગ વાળી વ્યક્તિઓ તેમના પ્રેમને મેળવવા માટે કંઇ પણ કરી શકે છે. વળી કોમેડી ધૂન રાખનાર લોકો મસ્તમૌલા ટાઇપના હોય છે.

તો પછી રિંગટોન દ્વારા તમે પણ જાણો કે કેવી રિંગટોન વાળા વ્યક્તિઓને કેવો સ્વભાવ ધરાવે છે. સાથે જ જાણો તમારા ફોનની રિંગટોન મુજબ તમારું પોતાનું વ્યક્તિત્વ પણ તેવું છે કે નહીં. સાથે જ તમારા અભિપ્રાયાને નીચેના કમેન્ટ બોક્સમાં લખવાનું ના ભૂલતા. તો વાંચો આ ફોટોસ્લાઇડરમાં...

પોઝીટિવ

પોઝીટિવ

જે લોકો તેવા ફિલ્મ ગીતોને પોતાની રિંગટોન બનાવે છે જેમાં જીંદગીમાં આગળ વધવાની વાત હોય જેમ કે ફિલ્મ કલ હો ના હો નાનું ગીત, તો તેવા લોકો ખૂબ જ પોઝિટીવ હોય છે અને તે પોતાના જીવનમાં ઊંચાઇઓને આંબવા ઇચ્છતા હોય છે.

પ્રેમ અને હાસ્ય

પ્રેમ અને હાસ્ય

જે લોકો મસ્તી ભરેલા અને ખુશનમા ગીતો વાળી રિંગટોન રાખે છે તેવા લોકો રોમાન્ટિક અને હસમુખ હોય છે. વળી આવા લોકો હંમેશા બીજાના ચહેરા પર સ્માઇલ લાવે છે.

યુનિક સોંગ

યુનિક સોંગ

જે લોકો એકે સહગલ અને અપાચી ઇન્ડિયનની ફ્યૂઝન જેવા ગીતોને પોતાની રિમેક બનાવે છે તે લોકોને હંમેશા યુનિક વસ્તુઓ ગમે છે. તેમને ભીડનો હિસ્સો બનવું ભાગ્યેજ ગમતું હોય છે અને તે હંમેશા અલગ તરી આવવાનો પ્રયાસ કરે છે.

મસ્તીવાળા અને રોમાન્ટિક

મસ્તીવાળા અને રોમાન્ટિક

જે લોકો હંમેશા પોતાના રંગટોનને બદલતા રહે છે અને મોટા ભાગે રોમાન્ટિક ગીતા પસંદ કરે છે તે લોકો મસ્તીથી ભરેલા અને ખૂબ જ રોમાન્ટિક હોય છે. અને તેમને દુખી રહેવું બિલકુલ પણ નથી ગમતું.

કેરિંગ

કેરિંગ

કેટલાક લોકો ખૂબ જ સુંદર ગીતોને પોતાની રિંગટોન બનાવતા હોય છે અને તેમની પાસે હંમેશા સારા ગીતોનું પરફેક્ટ કલેક્શન પણ હોય છે. તેવા લોકો ખૂબ જ કેરિંગ હોય છે અને તે કોઇનું પણ ખરાબ કરવાનું વિચારી નથી શકતા.

દિલવાલે

દિલવાલે

કભી કભી ફિલ્મ જેવા ગીતો કે જગજીત સિંહના ગીતોને પોતાની રિંગટોન બનાવનારા લોકો ખૂબ જ દિલદાર હોય છે. વળી તે દરેક કામ ખૂબ જ મનથી કરે છે.

જિદ્દી

જિદ્દી

ધણીવાર તમે કોઇ ડાયલોગ રિંગટોન સાંભળી હશે, જેમ કે "હમ હમ હૈ બાકી સબ પાની કમ હૈ"
આવી રિંગટોનને રાખનાર લોકો જિદ્દી હોય છે.

સમય સાથે બદલાવ

સમય સાથે બદલાવ

અમુક લોકો ક્યારેક સ્લો ગીતો તો ક્યારેક ફાસ્ટ ગીતોને પોતાના રિંગટોન તરીકે મૂકતા હોય છે. આવા લોકો સમય સાથે બદલવામાં અને એડજેસ્ટમેન્ટમાં માને છે.

મસ્તીખોર

મસ્તીખોર

આવા લોકોની રિંગટોન હંમેશા તેવી હોય છે જેને સાંભળીને ત્યાં હાજર તમામ લોકો હસી પડે. આવા લોકો મસ્તીખોર અને હસમુખા હોય છે.

English summary
Your Birth Number affects personality, here is some interesting facts between your birth number and mobile ringtone, please read It.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X