For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલવે ભાડામાં વધારો નહીં, પ્રભુના બજેટની ખાસીયતો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમની સરકારે પહેલી વાર રેલવે બજેટને આજે રજૂ કર્યું. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આજે સંસદ ભવનમાં રેલવે બજેટ 2015ને રજૂ કર્યું. સુરેશ પ્રભુએ પોતાના રેલવે બજેટ ભાષણની શરૂઆત કરતા વડાપ્રધાન મોદીનો એવું કહીને આભાર માન્યો તેમને આ કામગીરી સોંપવામાં આવી.

સુરેશ પ્રભુએ પોતાના ભાષણમાં પોતાની લાગણી પણ વ્યક્ત કરી, જેની પર સંસદમાં હાસ્યના ફુવારા પણ છૂટ્યા. સુરેશ પ્રભુએ જણાવ્યું કે જ્યારે મને આ કામ સોંપાયું તો મે મારી જાતને પુછ્યું કે 'હે પ્રભુ આ કેવી રીતે થશે.' રેલવે મંત્રીના આ વાક્ય સાથે જ સંસદમાં જ હાસ્યના ફુવારા છૂટી ગયા. તેમણે જણાવ્યું કે કંઇ વાંધો નહીં આ પ્રભુ કરીને બતાવશે. જોકે તેમના આ રેલવે બજેટમાં ખુશીની વાત એ છે કે તેમણે રેલવે ભાડામાં વધારો કરાયો નથી.

બીજી કંઇ ખાસીયતો છે પ્રભુના રેલવે બજેટની આવો જાણીએ....

ભાડામાં વધારો કર્યો નથી

ભાડામાં વધારો કર્યો નથી

દેશના લોકો માટે રાહતની વાત એ છે કે તેમણે પોતાના બજેટમાં રેલવે ભાડામાં વધારો કર્યો નથી. જેનાથી સામાન્ય મુસાફરોના ખિસ્સા પર કોઇ વધારાનો બોજો પડ્યો નથી.

4 મહિના પહેલા જ ટિકિટ બુકિંગ

4 મહિના પહેલા જ ટિકિટ બુકિંગ

સુરેશ પ્રભુએ બજેટમાં બુકિંગની સમય મર્યાદા ઘટાડી દીધી છે, હવે 4 મહિના પહેલા જ ટિકિટ બુકિંગ થઇ શકશે જેથી એજન્ટો ટિકિટોની કાળા બજાર ના થઇ શકે.

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેઇન

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેઇન

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેઇન માટે 3 મહિનામાં રિપોર્ટ દાખલ કરવામાં આવશે. ત્યાર બાદ નક્કી કરવામાં આવશે કે અમદાવાદ અને મુંબઇની વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થઇ શકશે કે નહીં.

400 સ્ટેશનો પર વાઇ-ફાઇની સુવિધા

400 સ્ટેશનો પર વાઇ-ફાઇની સુવિધા

સુરેશ પ્રભુએ ખાસ કરીને રેલવેને ડિજિટલાઇટ કરવાનો નિર્ણય પર કર્યો. જેમાં તેમણે 400 સ્ટેશનો પર વાઇ-ફાઇની સુવિધા ઉપલબ્ધ કરાવવાની જાહેરાત પણ કરી.

મહિલાઓની સુરક્ષા પર ભાર

મહિલાઓની સુરક્ષા પર ભાર

મહિલાઓની સુરક્ષા પર ભાર મુકતા તેમણે મહિલાઓના રેલવે ડબ્બામાં સીસીટીવી કેમેરા રાખવાની જાહેરાત કરી. પરંતુ તેમની ગોપનીયતાનો પણ ખ્યાલ રાખવામાં આવશે, તેવું તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ માટે લોઅર સીટ માટેનો કોટા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

દિલ્હી મેઘાલયા વચ્ચે સીધી ટ્રેન

દિલ્હી મેઘાલયા વચ્ચે સીધી ટ્રેન

દિલ્હી મેઘાલયા વચ્ચે સીધી ટ્રેન સેવા શરૂ કરવાની તેમણે જાહેરાત કરી. આ ઉપરાંત નોર્થ-ઇસ્ટથી રેલવે નેટવર્કમાં વધારો થશે.

9 કોરીડોર પર 200 કિમીની ગતિ

9 કોરીડોર પર 200 કિમીની ગતિ

અત્રે નોંધનીય છે કે 9 કોરીડોર પર 160થી 200 કિમીની ગતિથી ટ્રેનોને દોડાવવાની જોગવાઇ પ્રભુના બજેટમાં જોવા મળી.

રેલવે ટેકનોલોજી માટે રિસર્ચ સેંટર

રેલવે ટેકનોલોજી માટે રિસર્ચ સેંટર

બીએચયુ અને આઇઆઇટીમાં રેલવે ટેકનોલોજી માટે રિસર્ચ કરવામાં આવશે. બીએચયુમાં માલવીયના નામ પર રિસર્ચ સેંટર ખોલવામાં આવશે.

સ્વચ્છતા, સુરક્ષા, આધુનિકરણ, સુવિધા

સ્વચ્છતા, સુરક્ષા, આધુનિકરણ, સુવિધા

પ્રભુએ જણાવ્યું કે અમારા ચાર લક્ષ્યો છે- સ્વચ્છતા, સુરક્ષા, આધુનિકરણ, સુવિધા. સ્ટેશન અને ગાડીઓની સફાઇ માટે નવા વિભાગ બનાવવામાં આવશે. 17 હજાર બાયો ટોયલેટને લગાવવામાં આવશે.

5 મિનિટમાં ટિકિટ ખરીદી/એસએમએસ/ મોબાઇલ ચાર્જર

5 મિનિટમાં ટિકિટ ખરીદી/એસએમએસ/ મોબાઇલ ચાર્જર

5 મિનિટ પહેલા આપ જનરલ ટિકિટ ખરીદી શકશો. ટ્રેન આવ્યાના 15 મિનિટ પહેલા તેમના મોબાઇલ પર એસએમએસ મળી જશે. સ્માર્ટફોનમાં અનારક્ષિત ટિકિટની સુવિધા. તેમજ જનરલ ડબ્બામાં મોબાઇલ ચાર્જરની સુવિધા મળશે.

English summary
Rail Budget 2015: 10 big things of Suresh Prabhu's Rail budget.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X