Petrol Diesel: 10 બિનભાજપ રાજ્યોમાં હજુ સુધી VAT ઘટાડાની રાહ, જાણો વિલંબનુ કારણ
નવી દિલ્લીઃ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો વચ્ચે સામાન્ય જનતાને રાહત આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વેલ્યુ એડેડ ટેક્સ(વેટ)માં ઘટાડો કર્યો. આ દરમિયાન હવે ઈંધણના વેટમાં ઘટાડાને લઈને રાજકારણ પણ શરૂ થઈ ગયુ છે. રાજ્યમાં લગભગ 10 બિનભાજપ શાસિત રાજ્યોએ પોતાના વેટમાં ઘટાડો કર્યો નથી ત્યારબાદ ભાજપે આ રાજ્યોની સરકારોને ઘેરી છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રએ ગયા સપ્તાહે પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
ભાજપ શાસિત રાજ્યો ઉપરાંત અત્યાર સુધી માત્ર પંજાબ અને ઓરિસ્સાએ જ વેટમાં ઘટાડાનુ એલાન કર્યુ છે. આમ કરનાર આ બંને એકમાત્ર કોંગ્રેસશાસિત રાજ્યો છે. આ ઉપરાંત ઘણી એવી રાજ્ય સરકારો છે જેણે વેટમાં ઘટાડાને લઈને કોઈ જાહેરાત નથી કરી. અન્ય કોંગ્રેસ શાસિત રાજ્યોમાં વેટ ઘટાડા વિશે પૂછવામાં આવેલા સવાલ પર પાર્ટી પ્રવકતા પવન ખેડાએ કહ્યુ કે આના પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
પવન ખેડાએ કહ્યુ, 'ભાજપને જુઓ... છેલ્લા બે વર્ષથી તે કહેતા આવી રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સાથે સરકારને કોઈ લેવા-દેવા નથી. પરંતુ જ્યારે તે પેટાચૂંટણી હારી જાય છે ત્યારે અચાનક સરકારને અહેસાસ થાય છે કે તે પેટ્રોલ અને ડીઝલ પર ઉત્પાદ ફી ઘટાડી શકે છે.' વળી, બીજી તરફ ભાજપ પ્રવકતા ગોપાલ કૃષ્ણ અગ્રવાલે કહ્યુ કે ભાજપ શાસિત રાજ્યોએ કોંગ્રેસને રાજસ્થાન અને છત્તીસગઢમાં વેટ ઘટાડવા માટે કહ્યુ છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી રાષ્ટ્રીય રાજધાની દિલ્લી, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાના અને પશ્ચિમ બંગાળમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડો થયો નથી.
અહીં છે સૌથી મોંઘુ પેટ્રોલ અને ડીઝલ
તમને જણાવી દઈએ કે ઘટાડા છતાં હાલમાં ભારતમાં સૌથી મોંઘુ પેટ્રોલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં વેચાઈ રહ્યુ છે. શ્રીગંગાનગરમાં એક લિટર પેટ્રોલની કિંમત 116.34 રૂપિયા અને ડીઝલની કિંમત 100.53 રૂપિયા પ્રતિ લિટર છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 3 નવેમ્બરે પેટ્રોલ પર ઉત્પાદ ફીમાં 5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો જેનાથી લોકોને રાહત મળી શકે. ત્યારબાદ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો આવ્યો છે.