મુકેશ અંબાણીની આ 25 કરોડની ગાડી છે, હરતો ફરતો મહેલ

Posted By:
Subscribe to Oneindia News

મુકેશ અંબાણી દેશના જાણીતા ઉદ્યોગપતિ છે. સાથે જ દેશના સૌથી ધનિક વ્યક્તિ પણ. એટલે જ તેમની પાસે અનેક ભવ્ય વસ્તુઓ પણ છે જે ભાગ્યેજ કોઇની પાસે હોઇ શકે. તેમના ભવ્ય મહેલની સાથે જ મુકેશ અંબાણી પાસે છે 25 કરોડની એક વાન. જે કોઇ ચાલતા ફરતા મહેલથી ઓછી નથી. વાત સુરક્ષાની હોય કે સુંદરતા કે પછી ભવ્યતાની તમામ વાતે મુકેશ અંબાણીની આ વાન અદ્ધભૂત છે. ત્યારે જાણો મુકેશ અંબાણીની આ ખાસ વાનની કેટલીક ખાસ વાતો અહીં....

25 કરોડની વાન

25 કરોડની વાન

મુકેશ અંબાણીની આ વાનની કિંમત છે 25 કરોડ. તેવું કહેવાય છે કે આરટીઓમાં 1.82 કરોડ રૂપિયા આ વાનના રજિસ્ટ્રેશન માટે જમા કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં આ વાનની સ્ટીયરિંગ સિસ્ટમ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક છે. અને વેનમાં 30 સ્કેવર ફૂટ એરિયામાં ફેલાયેલી છે. જેમાં મિટીંગ પણ કરી શકાય છે.

ઇન્ટરનેટ અને ટીવી

ઇન્ટરનેટ અને ટીવી

વાનની અંદર બે લક્ઝરી બેડરૂમ છે. તે સિવાય 40 ઇંચનું ઇન્ટરનેટ સુવિધાવાળું સ્માર્ટ ટીવી પણ છે. વાનમાં એર કંડિશનિંગ સિસ્ટમ એટલું જોરદાર છે કે 22 સેકન્ડમાં સંપૂર્ણ વાન ઠંડુ થઇ જાય છે.

કેટલા રૂમ છે?

કેટલા રૂમ છે?

આ વાનમાં એક તેવા પણ રૂમ છે જેમાં મીટિંગ થઇ શકે. સાથે જ વૈનિટી વેનમાં રૂફની પણ સુવિધા છે. વળી અહીં તમે નાની મોટી પાર્ટી પણ કરી શકો છો. અને ટોપ ફ્લોર પર સ્કાઇ લાઉન્ઝર પણ છે.

ફાયર પ્રુફ

ફાયર પ્રુફ

સુરક્ષાની રીતે જોવા જાવ તો આ વાન છે ફાયર પ્રુફ અને બુલેટ પ્રુફ. સાથે જ વીડિયો સર્વિલાન્સ અને જીપીએસ સુવિધાથી પણ સજ્જ છે આ વાન. તો સાથે જ વાનમાં છે ફાયર પ્રુફ કિચન સિસ્ટમ અને રેફ્રિજરેટર.

English summary
12 points of vanity van of mukesh ambani.Read here more.
Please Wait while comments are loading...