• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

20 Lakh Crore Package: સંરચનાત્મક સુધારા પર આધારિત આજના રાહત પેકેજના મહત્વના મુદ્દા

|

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા મંગળવારે કોરોના મહામારી દરમિયાન અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજનુ એલાન કર્યુ. ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સતત ચોથા દિવસે પ્રેસ કૉન્ફરન્સ કરી. તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રીએ કહ્યુ હતુ કે આપણે આકરી પ્રતિસ્પર્ધા માટે તૈયાર રહેવુ જોઈએ. જ્યારે આપણે આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ તો આપણે આની અંદર નથી જોઈ રહ્યા, આ અલગાવવાદી નીતિ નથી, આનાથી ભારત પોતાની તાકાત પર ભરોસો કરવાનો છે, વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવાનુ છે. નાણામંત્રી દ્વારા વિવરણ કરાયેલ રાહતોની મુખ્ય બાબતો વિશે જાણો અહીં..

 • આજનુ પેકેજ સંરચનાત્મક સુધારા પર આધારિત રહ્યુ. નાણામંત્રી નિર્મલા સીતારમણે ડીબીટી, જીએસટી, આઈબીસી, ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ, પબ્લિક સેક્ટર બેંકોના સુધાર, ડાયરેક્ટ ટેક્સમાં સુધારો, પાવર સેક્ટરમાં સુધારો, સિંચાઈ, કોલ સેક્ટર જેવી ઉપલબ્ધિઓની યાદ અપાવી.
 • નાણામંત્રીએ કહ્યુ કે આજે ઘોષિત થનાર સંરચનાત્મક સુધારાથી એ ક્ષેત્રો પર પ્રભાવ પડશે જે વિકાસના નવા ક્ષિતિજ છે, નવા રોકાણને પ્રોત્સાહન આપે છે, ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે અને રોજગારનુ સર્જન કરે છે.
 • નાણામંત્રીએ કહ્યુ કે આત્મનિર્ભરતાનો અર્થ એવો નથી કે આપણે વિશ્વથી અલગ થઈ જઈએ.
 • કોલસા, ખનિજ અને રક્ષા ઉત્પાદન સહિત 8 સેક્ટર પર ધ્યાન આપવામાં આવશે.
 • કોલ સેક્ટરમાં પ્રોત્સાહન માટે રૂપિયા 50 હજાર કરોડનુ પ્રોત્સાહન.
 • કોલસા સેક્ટરમાં સરકાર સ્પર્ધાત્મકતા, પારદર્શિતા લાવવામાં આવશે. આ સાથે ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પણ સુનિશ્ચિત કરવામાં આવશે. રેવન્યુ શેરિંગ મિકેનિઝન રજૂ કરવામાં આવશે. કોલસાના બ્લોકમાં ખાનગી સેક્ટર સંશોધન માટે બિડમાં ભાગ લઈ શકાશે. જેટલા પ્રમાણમાં કોલસાની જરૂર હોય એટલા જ આયાત કરવામાં આવશે.
 • મિનરલ ઈન્ડેક્સ બનાવવામાં આવશે અને ટેક્સ સિસ્ટમ પણ સરળ કરવામાં આવશે.
 • કોલ ઈન્ડિયા લિમિટેડની ખાણો પણ પ્રાઈવેટ સેક્ટરને આપવામાં આવશે. 500 માઈનિંગ બ્લોકની હરાજી કરવામાં આવશે. માઈનિંગ લીઝની ટ્રાન્સફર પણ કરી શકાશે.
 • હવે કોલસા સેક્ટરમાં કૉમર્શિયલ માઈનિંગ આપવામાં આવશે. કોલસા સેક્ટરમાટે 50 હજાર કરોડ રૂપિયાનુ ફંડ, 50 નવા બ્લૉક તત્કાલ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
 • ઈન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે લેન્ડ બેંક, ક્લસ્ટરની ઓળખ કરવામાં આવી છે. હવે ટેકનોલોજીનો ઉપયોગ કરીે જીઆઈએસ મેપિંગ દ્વારા 5 લાખ હેક્ટર જમીન ભવિષ્યના ઉપયોગ માટે બધી ઈન્ડસ્ટ્રીયલ પાર્કની રેંકિંગ થશે.
 • ઑર્ડિનન્સ ફેક્ટરીનુ કૉર્પોરેટાઈઝેશન થશે. પ્રાઈવેટાઈઝેશન નહિ થાય.
 • રક્ષા ઉત્પાદનમાં એફડીઆઈની સીમા 49 ટકાથી વધારીને 74 ટકા કરવામાં આવી છે.
 • બીજા 6 એરપોર્ટની હરાજી થશે. એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા આ કામ કરશે.
 • ઑર્ડિનન્સ ફેક્ટરીને શેર બજારમાં લિસ્ટ કરવામાં આવશે.
 • કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિજળી કંપનીઓના ખાનગીકરણ થશે, આનાથી વિદ્યુત ઉત્પાદનને પ્રોત્સાહન મળશે.
 • ગ્રાહકોને સુવિધા માટે પ્રીપેડ વિજળીના મીટર લગાવવામાં આવશે.
 • સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 8100 કરોડ રૂપિયાનુ એલાન કરવામાં આવ્યુ છે. વિજળી સેક્ટરમાં સબસિડી ડીબીટી દ્વારા આપવામાં આવશે.
 • અંતરિક્ષ ક્ષેત્રમાં પ્રાઈવેટ કંપનીઓને મોકો આપવામાં આવશે, ઈસરોની સુવિધાઓનો ઉપયોગ પણ ખાનગી કંપનીઓ કરી શકશે. રિસર્ચ રિએક્ટર પીપીપી મૉડલમાં સ્થાપિત કરવામાં આવશે.

સ્ટડીઃ વિમાનસેવા શરૂ થતાં જ ઝડપથી ફેલાશે કોરોના, હાઈ રિસ્ક ઝોનમાં ભારતના એરપોર્ટ

English summary
20 Lakh Crore Package: Highlights of nirmala sitaraman 4th day press conference in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more