For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LIC પોલિસીમાં PAN નંબર નહીં આપો તો 20 ટકા રકમ કપાઇ જશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 નવેમ્બર : લાઈફ ઇન્‍શ્‍યોરન્‍સ કોર્પોરેશન (LIC)ની સિંગલ પ્રિમિયમ પોલિસીમાં કાળું નાણું ન રોકાય અને પોલિસીમાં રોકાણના હિસાબો આવકવેરા ખાતાને મળે તે માટે સરકારે LIC પોલિસીમાં પાન નંબર ફરજિયાત બનાવ્યો છે. આ કારણે પાન નંબર નહીં આપનારાની પોલિસીની પાકતી રકમમાંથી 20 ટકા રકમ કાપી લેવાની જોગવાઈ કરવામાં આવી છે.

ઇન્‍કમ ટેક્‍સ ડિપાર્ટમેન્‍ટમાં LICના રોકાણોના હિસાબ રાખવા માટે સરકારે બજેટમાં જાહેરાત થયા પ્રમાણે સરકારે 2 ટકા ટીડીએસ કપાત કરવાનું શરૂ કરી દીધું છે. હાલ સુધી LIC પોલિસીની પાકતી રકમ પર ટેક્‍સ ડિડક્‍ટ કરાતો નહતો. આ ફેરફારથી સિંગલ પ્રિમિયમ પોલિસી ધારકોને અસર પહોંચશે. જે પોલિસીમાં પોલિસીની પાકતી રકમની 20 ટકા રકમ વ્‍યક્‍તિ વાર્ષિક પ્રિમિયમ તરીકે ચૂકવતી હોય તે તમામ પોલિસીની પાકતી રકમ પર સરકારે 2 ટકા ટીડીએસ કપાત કરવાનું નક્કી કર્યું છે.

ministry-of-finance-india-1

આ બાબતને ઉદાહરણને આઘારે સમજીએ. દાખલા તરીકે, કોઈ વ્‍યક્‍તિએ રૂપિયા 5 લાખની પોલિસી લીધી છે. તે વાર્ષિક પ્રિમિયમ રૂપિયા 1 લાખ કરતા વદારે ભરે છે. તો તેની પોલિસીની પાકતી રકમ પર 2 ટકા ટીડીએસ વસૂલાશે.

એલઆઈસીની રકમ જો પોલિસીધારક હયાત હોય ત્‍યારે પાકે તો તેના પર ટીડીએસ ડિડક્‍ટ થશે. મૃત્‍યુ પછી પોલિસી પાકતી હશે તો આ રકમ કપાત કરવામાં આવશે નહીં. પોલિસીની રકમ રૂપિયા 1 લાખ કરતા ઓછી હશે તો તેના પર ટીડીએસ ડિડક્‍ટ થશે નહીં પરંતુ જો રૂપિયા 50 હજારની બે પોલિસી હશે તો તેની કુલ રકમ રૂપિયા 1 લાખ થતી હોવાથી તેના પર ટીડીએસ કપાત કરવામાં આવશે.

English summary
20 percent amount deducted if PAN number not provided in LIC policy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X