For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2015 : નવા વર્ષમાં કરવા જેવા 7 નાણાકીય સંકલ્પો

|
Google Oneindia Gujarati News

વા વર્ષમાં નવા નાણાકીય સંકલ્પોમાં ખાસ ફેરફાર થતો નથી કારણ કે વર્ષ દરમિયાન આપણે તેનો અમલ કરવામાં મોટા ભાગે નિષ્ફળ જતા હોઇએ છીએ. આ કારણે દર વર્ષે એક સરખા સંકલ્પો હોય છે દર વર્ષે આર્થિક સંકલ્પોની તુલનામાં સ્વાસ્થ્ય સંદર્ભના સંકલ્પો જેમ કે ડાયટ, વેઇટ લોસને પ્રાધાન્ય આપવામાં આવે છે.

આપને કદાચ મજાક લાગશે પણ આપની ફાઇનાન્શિયલ હેલ્થ પણ તેટલી જ જરૂરી છે. આર્થિક રીતે મજબૂત હોવા માટે આપે કેવા આર્થિક સંકટો આવી સકે તે ધ્યાનમાં રાખીને કેટલુંક પ્લાનિંગ કરેલું હોવું જોઇએ.

અહીં અમે નવા વર્ષમાં કેવા આર્થિક સંકલ્પો આપને ફાયદો કરાવી શકીએ તે જણાવી રહ્યા છીએ...

1.

1.


સેલમાં ખરીદેલી વસ્તુઓને બચત તરીકે ગણશો નહીં, ભલે તમે ગમે તોટલી ખરીદી કરી હોય. તે ખર્ચ જ છે. આ કારણે બિન જરૂરી શોપિંગ ટાળજો.

2.

2.


નવી કાર ખરીદવી કે ઘરમાં નવી વસ્તુ લાવવી એ ઇન્વેસ્ટમેન્ટ ગણી શકાય નહીં. તે ઘટતા મૂલ્ય સાથેની મિલકતો છે. તમે જ્યારે પણ વેચશો તેનું ઓછું મૂલ્ય મળશે.

3.

3.


આપે લીધેલા નાણાકીય સંકલ્પ અંગે ઘરમાં બધાને જાણ કરો, જેના કારણે ઘરના દરેક સભ્ય આપને સંકલ્પપૂર્તિ કરાવવામાં મદદરૂપ બની શકે. આપ આ અંગે જ્યારે પણ ચર્ચા કરો ત્યારે ખાસ ધ્યાન રાખો કે આપ જે શબ્દો ઉપયોગમાં લો છો તે તેમની ઉંમરમાં સમજાય તે પ્રકારના હોય.

4.

4.


આપના ફાઇનાન્શિયલ ગોલ્સને ફરીથી ધ્યાનમાં લો અને જરૂર પડે તો તેમાં જરૂરી ફેરફાર કરો. આ ઉપરાંત શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની એક યાદી તૈયાર કરો.

5.

5.


ટેક્સ સીઝન માટે આગોતરી તૈયારી કરો. તમામ ડોક્યુમેન્ટ્સ અને રિસિપ્ટ્સ હાથવગી રાખો.

6.

6.


આપના આર્થિક જ્ઞાનમાં વધારો થાય તે પ્રકારે વાંચન રાખો. જેના કારણે આપ વધારે સારું આર્થિક આયોજન કરી શકશો. આ માટે બિઝનેસ ન્યુઝપેપર્સ વાંચો જે આપને રોકાણ અંગે સારી સલાહ આપી શકશે.

7.

7.


નાના નાના આર્થિક સંકટોમાં ઇમર્જન્સી ફંડનો ઉપયોગ કરવાનું ટાળો. જો કદાચ તેમાંથી ઉપયોગ કરો તો તેટલી રકમ ફરીથી પાછી મૂકી દો.

English summary
2015: 7 New Year Financial Resolutions You Must Keep.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X