નોટબંધી: લોકોએ સરકારને 23,235 કરોડની નકલી નોટ પધરાવી

Written By:
Subscribe to Oneindia News

ગત 8 નવેમ્બરના રોજ 1000 અને 500 રૂપિયાની નોટને બંધ કરવામાં આવી હતી. સરકારનો દાવો હતો કે તેનાથી કાળું નાણું પાછું આપશે. ભારતીય રિર્ઝવ બેંકના આંકડા મુજબ કુલ નોટોમાંથી 99 ટકા નોટ પાછી આવી ગઇ છે. અને આંકડા મુજબ 1000 રૂપિયાની કુલ 670 કરોડ નોટો જ પાછી આવી છે પણ 8.9 કરોડ નોટ પાછી નથી આવી. વધુમાં ભારતીય રિર્ઝવ બેંકના આંકડા મુજબ વધુ એક મોટો ખુલાસો થયો છે. ભારતીય રિર્ઝવ બેંકે કહ્યું છે કે 1000ના દર 10 લાખ નોટોમાંથી 19 નકલી નોટ (19.1) મળ્યા છે. ત્યાં જ 500ની નોટની વાત કરીએ તો દરેક 10 લાખમાંથી 7 નોટ નકલી છે. આ તમામ નકલી નોટ કરંચી ચેક લેવલ પર તપાસ કરતા મળ્યા છે. જો તેને જોડીએ તો લગભગ 23,235 કરોડ રૂપિયા નકલી નોટ ના થાય છે.

rbi

ભારતીય રિર્ઝવ બેંકના આંકડા મુજબ કુલ 15.44 લાખ કરોડ રૂપિયામાંથી 15.28 લાખ કરોડ રૂપિયા પાછા આવ્યા છે. આમ કુલ 99 ટકા રૂપિયા પાછા બેંક પાસે આવી ગયા છે. જો કે આમ જોતા મોદી સરકારની નોટબંધી વખતે કાળા નાણાં બહાર લાવવાની વાત કંઇ ખાસ કમાલ બતાવી નથી શકી. પણ હા તેણે સામાન્ય લોકોની મુશ્કેલી ચોક્કસથી વધારી છે. હવે સરકારે 500 અને 2000ની નવી નોટ અને 200 અને 50 રૂપિયાની નવી નોટ પણ જાહેર કરી છે.

English summary
23235 crore rupees as fake notes also came into system after demonetisation

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.