• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

29 જુલાઇ, 2014 : બિઝનેસ ન્યુઝ અપડેટ્સ

|

ભારતના બજારો અને બિઝનેસમાં સતત ઉતાર ચઢાવ જોવા મળે છે. સરકારના એક નિર્ણય કે નીતિની અસરથી વૃદ્ધિ, વિકાસ, રોજગારી, મોંઘવારી પર અસર પડે છે. ભારતનું ઉદ્યોગ જગત કઇ દિશામાં કેવી રીતે આગળ વધી રહ્યું છે. તેના રોજે રોજની મહત્વની હાઇલાઇટ્સ વાંચવા માટે સ્લાઇડરમાં ક્લિક કરો...

રિલાયન્સ પાવર જેપી પાવરના હાઇડ્રો પ્રોજેક્ટ્સ ખરીદ્યા

અનિલ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ પાવરે જાહેરાત કરી છે કે તે જયપ્રકાશ ગ્રુપના તમામ હાઇડ્રોઇલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ્સ રૂપિયા 12,000 કરોડમાં ખરીદવાની યોજના ધરાવે છે. આ સોદાથી રિલાયન્સ પાવર ભારતમાં જળવિદ્યુત પૂરી પાડતી સૌથી મોટી ખાનગી કંપની બની જશે. આરપાવરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રિલાયન્સ પાવર દ્વારા 100 ટકા માલિકી ધરાવતી પેટાકંપની રિલાયન્સ ક્લીનજેન લિ . (RCL) અને જયપ્રકાશ એસોસિયેટ્સની પેટાકંપની જયપ્રકાશ પાવર વેન્ચર્સ લિ.(JPVL) વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જે હેઠળ RCL દ્વારા JPVLનો સંપૂર્ણ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર પોર્ટફોલિયો ખરીદી લેવામાં આવશે. હાલ JPVLના હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર પોર્ટફોલિયોની કુલ ક્ષમતા 1,800 મેગાવોટ જેટલી છે અને તમામ પ્લાન્ટ સંપૂર્ણ કાર્યરત છે.

શેરબજારમાં ઇદની રજા

આજે શેરબજારમાં ઇદની રજા હોવાથી માર્કેટમાં કારોબાર બંધ રહેશે.

સેબી ટેકઓવર કોડમાં 'કન્ટ્રોલ'ની સમીક્ષા કરશે

સેબી (SEBI) ટેક ઓવર કોડમાં 'કન્ટ્રોલ'ની વ્યાખ્યા વધારે સ્પષ્ટ કરશે એવી શક્યતા છે. આ માટે તે વ્યાખ્યાની સમીક્ષા કરશે. જેના કારણે રોકાણકારો સ્પષ્ટ રીતે જાણી શકશે કે કન્ટ્રોલનો અર્થ શું થાય છે અને તેના આધારે પોતાનું રોકાણ સલામત રાખી શકશે. આ વિચારણા જેટ-એતિહાદ સોદા સંદર્ભે કરવામાં આવશે.

બે ડઝન વીમા કંપનીઓ સામે ફરિયાદ વધી

વીમા ઉદ્યોગના નિયમનકાર ઈરડાએ અયોગ્ય રીતે બિઝનેસ કરતી બે ડઝન જેટલી કંપનીઓની યાદી નાણા મંત્રાલયને સોંપી છે. આ યાદીમાં HDFC સ્ટાન્ડર્ડ લાઈફ , બિરલા સન લાઈફ અને રિલાયન્સ લાઈફના નામ અગ્રેસર છે . HDFC સ્ટાન્ડર્ડ લાઈફની સામે 1 એપ્રિલથી 20 જુલાઈ 2014 દરમિયાન 10,819 ફરિયાદો નોંધાઈ હતી. આ જ સમયગાળા દરમિયાન બિરલા સન લાઈફ સામે 6,185, રિલાયન્સ લાઈફ સામે 6,168 ફરિયાદ, LIC સામે માત્ર 763 ફરિયાદ જ થઈ હતી. ICICI પ્રુડેન્શિયલ લાઈફની સામે 3,649 ફરિયાદો, બજાજ આલિયાન્ઝ સામે 5,441, મેક્સ ન્યૂ યોર્ક લાઈફ સામે 2,615 અને SBI લાઈફ સામે 2,190 ફરિયાદો થઈ હતી.

જાહેરક્ષેત્રમાં વીજ ઉત્પાદનમાં ગુજરાત ટોપ 10માં

ગુજરાતને વિજક્ષેત્રે દેશમાં સરપ્લસ રાજય તરીકે ગણવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં થયું મોટા ભાગનું વિજ ઉત્પાદન ખાનગી કંપનીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. રાજય સરકાર દ્વારા કરવામાં આવતાં વિજ ઉત્પાદન માત્ર 26 ટકા જેટલું જ છે. આ કારણે જાહેરક્ષેત્રના વિજ ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં 10મા નંબરે આવે છે. ગુજરાતમાં ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવતું વિજ ઉત્પાદન 60 ટકા જેટલું થવા જાય છે. રાજય સરકારના બંધ પડેલાં પ્લાન્ટના કારણે ગ્રાહકો પર દર વર્ષે રૂપિયા 8000 કરોડનો બોજો પડી રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં વીજળીમાં સર પ્લસ હોવા છતાં ખેડૂતોને પુરતી વિજળી નથી મળી રહી.

ગુજરાતમાંથી દુષ્કાળનું જોખમ ટળ્યું

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પહલે દુષ્કાળનું જોખમ ટળ્યું છે. હવે માત્ર 35 તાલુકા જ એવા છે જયાં 6 ઇંચ કરતાં ઓછો વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે નવા નીરની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ પાણીની સતત આવક ચાલું રહી છે. જેના કારણે દર કલાકે 2 સેમીનો વધારો થઇ રહ્યો છે. તેના કારણે હાલમાં ડેમનું જળસ્તર 118 મીટરે પહોંચ્યું છે. ડેમ 121.92 મીટરે ઓવરફલો થાય છે. મધ્ય પ્રદેશમાં થયેલા ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક સતત ચાલું છે, અને આવનાર 2 દિવસમાં ડેમ ઓવરફલો થઇ શકે છે તેમ અધિકારીઓનું માનવું છે.

English summary
29 July, 2014 : News highlights of Business
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more