For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2જી કેસ : સક્ષી બનાવવા વિરુદ્ધ અનિલ અંબાણીની SCમાં અરજી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 જુલાઇ : 2જી કેસમાં રિલાયન્સ એડીએજીના ચેરમેન અનિલ અંબાણી તથા તેમના પત્ની ટીના અંબાણીને ફરિયાદી પક્ષ સીબીઆઈના સાક્ષી તરીકે હાજર થવાના સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના ઓર્ડરને રિલાયન્સ ટેલિકોમ લિમિટેડે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

દેશના નવા ચીફ જસ્ટિસ બનેલા પી સતશિવમની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ આ મામલો આવ્યો છે. આ અપીલ પર તાકીદે સુનાવણી કરવાની વિનંતી કરવામાં આવી છે. જેનો ન્યાયાધીશોની બેન્ચે સ્વીકાર કર્યો છે. હવે આ અરજી પર બુધવાર 24 જુલાઈએ કોઈ યોગ્ય બેન્ચ સમક્ષ સુનાવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

tina-anil-ambani

આ કેસમાં આરટીએલ કંપની સામે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. તેણે ટ્રાયલ કોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં એટલા માટે અપીલ કરી છે કે સુપ્રીમ કોર્ટે અગાઉ હાઈ કોર્ટ સહિત તમામ અદાલતોને 2જી કૌભાંડ કેસને લગતી કોઈ પણ અરજી ન સાંભળવાનો ઓર્ડર આપ્યો હતો.

અનિલ તથા ટીના અંબાણી તથા અન્ય 11ને આ કેસમાં સાક્ષી તરીકે બોલાવવાની તપાસનીશ એજન્સી સીબીઆઈની પીટિશનનો સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ગયા શુક્રવારે સ્વીકાર કર્યો હતો. વર્ષ 2011માં સીબીઆઈ આ કેસમાં એક વાર અનિલ અંબાણીની પૂછપરછ કરી ચૂકી છે.

English summary
2G case : Reliance plea SC against summoning Anil Ambani as witnesses
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X