લૉકડાઉનને પગલે 30 ટકા શાકભાજી ખેતરમાં જ સડી ગયા
નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંક્રમણના કારણે આખા દેશમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. 24 માર્ચથી દેશમાં લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું, જેને વધારી 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. એવામાં લૉકડાઉનને કારણે તમામ કામકાજ સંપૂર્ણપણે ઠપ છે. લૉકડાઉનની સૌથી વધુ અસર ગરીબ ખેડૂતો પર પડી છે. જણાવી દઈએ કે લૉકડાઉનને કારણે શાકભાજી અને અનાજની માંગમાં ભારે ગિરાવટ આવી છે, જેના પગલે શાકભાજી ખેતરોમાં જ સડી રહ્યા છે.

માંગમાં 30 ટકાની ગિરાવટ
લૉકડાઉનને કારણે શાકભાજી અને અનાજની માંગમાં 30 ટકાની ગિરાવટ નોંધાણી છે. એક તરફ શાકભાજીનું વેચાણ નથી થઈ રહ્યું તો બીજી તરફ ખરીફ પાકનો સમય આવી રહ્યો છે, જેને પગલે ખેડૂતોની મુશ્કેલી વધી છે. લૉકડાઉનને પગલે તમામ રેસ્ટોરાં, હોટલ બંધ છે, કોઈપણ પ્રકારના સાંસ્કૃતિક, સામાજિક કાર્યક્રમ નથી થઈ રહ્યા, જેને પગલે શાકભાજીની માંગમાં ભારે ગિરાવટ નોંધાણી છે.

લૉકડાઉને ખેડૂતોની કમર તોડી
લૉકડાઉનને પગલે મજૂરોને ખેતરે જવાની મંજૂરી નહોતી અને તેઓ ફળ તથા શાકભાજીની કાપણી પણ ના કરી શક્યા. યાર્ડ અને ટ્રાન્સપોર્ટેશન બંધ થવાની સીધી અસર ખેડૂતો પર પડી છે. વેજિટેબલ ગ્રોવર્સ એસોસિએશન ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ શ્રીરામ ખડવેએ જણાવ્યું કે ખેડૂતોમાં 30 ટકા રવી ફસલને ખેતમાં જ છોડી દીધી, માંગ ઘટવાના કારણે તેનું પણ વેચાણ નથી થઈ શક્યું, ટ્રાન્સપોર્ટેશન બંધ થવાના કારણે હાલાત વધુ બગડ્યા છે. મજૂરોની અનુપસ્થિતિમાં પાકની કાપણી ના થઈ શકી. પરંતુ હવે ખેડૂતોને ખરીફ પાકની વાવણીનો સમય પણ આવી ગયો છે. ખેડૂતો જલદીમાં જલદી ખેતરને ખાલી કરવા માંગે છે જેથી તેઓ ખરીફ પાકની વાવણી કરી શકે. આ વિશે અનુમાન છે કે મોનસૂન સામાન્ય રહેશે, આ કારણે જ ખેડૂતો તેનો ભરપૂર ફાયદો ઉઠાવવા માંગે છે. સામાન્ય રીતે મે મહિનાના મધ્યમાં જ ખરીફ પાક વાવવામાં આવે છે. ખરીફ પાક માટે ખેડૂતો એપ્રિલમાં જ ખેતર તૈયાર કરી લાગે છે.

ખરીફ અને રવી પાકમાં અંતર
ખરીફ પાકની વાવણી માટે વધારે ગરમી અને ભેજની જરૂરત હોય છે. આ પાક શુષ્ક વાતાવરણમાં પાકી જાય છે. આ કારણે જ મે મહિનામાં આ પાકને વાવવામાં આવે છે અને સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં તેનની કાપણી કરી લેવામાં આવે છે. ખરીફ પાકમાં મુખ્યત્વે ધાન્ય, જુવાર, બાજરો, મકાઈ, મગફળી, કપાસ, સોયાબીન વગેરે વાવવામમાં આવે છે. જ્યારે રવી પાકની વાવણીમાં તાપમાન ઓછું હોય છે, આ પાક શુષ્ક અને ગરમ મોસમમાં પાકે છે, જે હિસાબે આ ફસલને ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં વાવવામાં આવે છે અને માર્ચ-એપ્રિલમાં તેની કાપણી કરવામાં આવે છે.
10 પોઈન્ટમાં જાણો, સોમવારે ક્યાં ક્યાં મળશે છૂટ, કયાં કયાં કામ ફરીથી ચાલુ થશે