આ 4 શેર દિવાળીમાં ઉંચું વળતર આપી શકે
દિવાળીને આવવાને હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે ગુરુવારના કડાકાને કારણે સ્ટોક માર્કેટના રોકાણકારો હચમચી ગયા છે. જો કે વિશ્લેશકો અને નિષ્ણાતોનું માનવું છે કે આગામી સપ્તાહમાં ભારતીય શેર બજાર ફરી તેની ચમક પાછી મેળવશે.
આ ચમકમાં તમે પણ હિસ્સેદાર બનો અને દિવાળીમાં લક્ષ્મીકૃપા મેળવો તે માટે અહીં એવા 4 શેર્સ આપવામાં આવ્યા છે જે તાજેતરની રેલીમાં તો પાછળ રહી ગયા પણ કરેક્શન બાદ હવે ગમે ત્યારે દોડી શકે છે.
નિષ્ણાતો આ શેર્સમાં તેજીની આશા રાખી રહ્યા છે. આ શેર્સમાં રોકાણ કરવાથી આગામી વર્ષમાં સારું રિટર્ન મળવાની અપેક્ષા પણ છે. આ અંગે નિર્મલ બંગના એસઆર રિસર્ચ એનાલિસ્ટ વિશાલ જાજૂએ પસંદ કરેલા શેર્સ આ મુજબ છે...

HDFC
એચડીએફસી શેરમાં જો આવતી દિવાળી સુધી રોકાણ બનાવી રાખીએ તો 1200 રૂપિયા સુધીનો ટાર્ગેટ રાખી શકાય છે. આ શેરને ખરીદી શકાય છે. આ શેરમાં 1 વર્ષથી વધારે પણ રોકાણ કરી શકાય છે.

કેસટ્રોલ ઈન્ડિયા
કેસટ્રોલ ઈન્ડિયા શેરમાં જો આવતી દિવાળી સુધી રોકાણ બનાવી રાખીએ તો 550 રૂપિયા સુધીનો ટાર્ગેટ રાખી શકાય છે. આ શેરને ખરીદી શકાય છે. આ શેરમાં 1 વર્ષથી વધારે પણ રોકાણ કરી શકાય છે.

કેમલીન ફાઈન કેમિકલ્સ
કેમલીન ફાઈન કેમિકલ્સ શેરમાં જો આવતી દિવાળી સુધી રોકાણ બનાવી રાખીએ તો 90 રૂપિયા સુધીનો ટાર્ગેટ રાખી શકાય છે. આ શેરને ખરીદી શકાય છે. આ શેરમાં 1 વર્ષથી વધારે પણ રોકાણ કરી શકાય છે.

લક્ષ્મી ઈલેક્ટ્રીક્લ કન્ટ્રોલ
લક્ષ્મી ઈલેક્ટ્રીક્લ કન્ટ્રોલ શેરમાં જો આવતી દિવાળી સુધી રોકાણ બનાવી રાખીએ તો 1200 રૂપિયા સુધીનો ટાર્ગેટ રાખી શકાય છે. આ શેરને ખરીદી શકાય છે. આ શેરમાં 1 વર્ષથી વધારે પણ રોકાણ કરી શકાય છે.