For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં 2015 પહેલા રોકાણ કરવા બેસ્ટ 5 SIPs

|
Google Oneindia Gujarati News

સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs) ઘણા લોકોનું સૌથી લોકપ્રિય રોકાણ સાધન બની ગયું છે. ખાસ કરીને દર મહિને આવક મેળવવા ઇચ્છતા લોકો માટે તે આકર્ષણનું કેન્દ્ર છે. એસઆઇપીસની સૌથી મહત્વની બાબત એ છે કે તેમાં દર મહિને માત્ર રૂપિયા 500ની નાનકડી રકમથી રૂપિયા 5000 સુધીની રકમનું રોકાણ કરી શકાય છે. આટલા રોકાણથી આપ મજબૂત મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો તૈયાર કરી શકો છો.

અહીં અમે 5 બેસ્ટ SIPs પ્લાન રજૂ કરી રહ્યા છીએ જે સારું વળતર આપે છે. અહીં એ ખાસ ધ્યાનમાં રાખજો કે આ માત્ર સૂચનો છે. આપે રોકાણ કરતા પહેલા પૂરતો અભ્યાસ અને આપના પ્રોફેશનલ એડવાઇઝરની સલાહ લેવી જરૂરી છે...

બિરલા સનલાઇફ ટોપ 100 ફંડ

બિરલા સનલાઇફ ટોપ 100 ફંડ


આ ફંડમાં આપે દર મહિને રૂપિયા 1000નું રોકાણ કરવાનું હોય છે. તેને ટોપ રેટિંગ આપવામાં આવ્યું છે. છેલ્લા એક વર્ષમાં ફંડે 48 ટકાનું વળતર આપ્યું છે.

બીએનપી પરિબાસ ઇક્વિટી ફંડ

બીએનપી પરિબાસ ઇક્વિટી ફંડ


છેલ્લા કેટલાક વર્ષોમાં આ ફંડે સળંસ બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે. તેમાં મહિને લઘુત્તમ રૂપિયા 500 રોકવા પડે છે. નંબર વન રેટિંગ ધરાવતા ફંડે છેલ્લા એક વર્ષમાં 48 ટકા વળતર આપ્યું છે.

એલ એન્ડ ટી ઇક્વિટી ફંડ

એલ એન્ડ ટી ઇક્વિટી ફંડ


આ ફંડે છેલ્લા એક વર્ષમાં 49 ટકાનું વળતર આપ્યું છે. તેમાં દર મહિને લઘુત્તમ રૂપિયા 1000નું રોકાણ કરવું પડે છે.

કોટક ઓપોર્ટ્યુનિટીઝ ફંડ

કોટક ઓપોર્ટ્યુનિટીઝ ફંડ


અન્ય ફંડ્સની જેમ તેણે પણ છેલ્લા એક વર્ષમાં 50 ટકાનું રિટર્ન આપ્યું છે. તેમાં દર મહિને ઓછામાં ઓછા રૂપિયા 1000નું રોકાણ કરવું પડે છે.

તાતા ઇક્વિટી ઓપોર્ચ્યુનિટી ફંડ

તાતા ઇક્વિટી ઓપોર્ચ્યુનિટી ફંડ


તાતા ઇક્વિટી ઓપોર્ચ્યુનિટી ફંડ નંબર વન રેટિંગ ધરાવે છે. તેમાં દર મહિને રૂપિયા 1500 રોકવા પડે છે. છેલ્લા એક વર્ષમાં તેણે 46 ટકા રિટર્ન આપ્યું છે.

English summary
5 Best SIPs to Buy in India Before the Year 2014 Ends.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X