વર્ષ 2015 માટે 5 બેસ્ટ ટેક્સ સેવિંગ સ્કીમ્સ
આ નાણાકીય વર્ષથી ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80c હેઠળ કપાત મળતી ટેક્સ લિમિટ રૂપિયા 1 લાખથી વધીને રૂપિયા 1.5 લાખ થઇ ગઇ છે. વ્યક્તિ આ લિમિટ વધારાને ધ્યાનમાં રાખી તે મુજબ રોકાણ કરીને તેનો મહત્તમ લાભ લઇ શકે છે.
અમે અહીં કેટલાક બેસ્ટ ટેક્સ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જણાવી રહ્યા થીએ જેને આપ નાણાકીય વર્ષ 2014-15 માટે ધ્યાનમાં લઇને ટેક્સ બચાવવાની સાથે સારું વળતર પણ મેળવી શકો છો...

પબ્લિક પ્રોવિડન્ડ ફંડ
કલમ 80c હેઠળ આ બેસ્ટ વિકલ્પ છે. તે આપને ઇન્કમ ટેક્સ ભરવામાંથી રાહત આપવાની સાથે રિટાયર્નમેન્ટ ફંડ તરીકે પણ કામ કરે છે. તેમાં વાર્ષિક 8.7 ટકાનું વ્યાજ મળે છે. તેમાં ભારત સરકાર દ્વારા દર વર્ષે વ્યાજ દર બદલવામાં આવે છે. આ રોકાણ વિકલ્પની ખાસ બાબત એ છે કે તેમાં આખા વર્ષ દરમિયાન ઓછામાં ઓછું રૂપિયા 500નું રોકાણ કરવાનું હોય છે. જ્યારે મહત્તમ રૂપિયા 1,50,000નું રોકાણ કરી શકાય છે.

ELSS ટેક્સ સેવિંગ સ્કીમ
ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ (ELSS - ઇએલએસએસ) ત્રણ વર્ષના લોક ઇન પીરિયડ સાથે આવે છે. તેમાં રોકાવામાં આવેલું રોકાણકારોનું ફંડ મોટા ભાગે ઇક્વિટીમાં રોકવામાં આવે છે. જો કે તેમાં વળતરનો લાભ સ્ટોક માર્કેટ કેલું પરફોર્મ કરે છે તેના પર રહેલો છે.

ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ
ટેક્સ સેવિંહ બેંક ફિક્સ્ડ ડિપોઝિટ્સ કલમ 80સી હેઠળ કર લાભ આપે છે. તેનો અર્થ એ થયો કે આપની આવક કરપાત્ર હોય અને આપ આ ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરો તો તેટલી રકમ આપને બાદ મળે છે. જેના કારણે આપની કરદેહી ઘટે છે.

સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS)
સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS -એસસીએસએસ) એક સુરક્ષિત કર બચત રોકાણ સાધન છે. તેમાં નિશ્ચિત વળતર મળે છે. તેને ભારત સરકારનું પીઠબળ છે. તેમાં વાર્ષિક 9.2 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે

રાજીવ ગાંધી ઇક્વિટી સેવિંગ્સ સ્કીમ - RGESS
રાજીવ ગાંધી ઇક્વિટી સેવિંગ્સ સ્કીમ (RGESS - આરજીઇએસએસ)માં રોકાણ કરવાથી રોકાણકારને ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવાની તક મળવા સાથે ટેક્સ બેનિફિટ પણ મળે છે. આ સ્કીમ નવા રોકાણકારોને લાભ આપે છે. તેમાં મહત્તમ રૂપિયા 50,000નું રોકાણ કરી શકાય છે. આ સ્કીમ જેમની વાર્ષિક આવક રૂપિયા 10 લાખ કરતા ઓછી હોય તેમના માટે છે.