For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીના'સ્વચ્છ ભારત અભિયાન'ના અમલથી આ 5 કંપનીઓને લાભ

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા સપ્તાહે લોન્ચ કરેલા દેશના સૌથી મોટા સ્વચ્છતા અભિયાન 'સ્વચ્છ ભારત અભિયાન'માં ઇન્ડિયા ગેટ ખાતે હાજર રહેલા સૌને સ્વચ્છ ભારત માટેના શપથ લેવડાવ્યા હતા. આ શપથ વિધિમાં અંદાજે 30 લાખ સરકારી કર્મચારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયા હતા.

'સ્વચ્છ ભારત અભિયાન'ને સફળ બનાવવા માટે કેટલાક ખાસ પગલાં લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટેનો હેતુ એટલો જ છે કે દેશનો દરેક ખૂણો સાફ રહે. આ માટે આવનારા 5 વર્ષમાં અંદાજે રૂપિયા 2 લાખ કરોડ ખર્ચ કરવામાં આવશે.

આટલા મોટા ખર્ચાની વહેતી ગંગામાં દેશની કેટલીક કંપનીઓને લાભ થશે એ સ્વાભાવિક છે. અહીં અમે એવી 5 કંપનીની વાત કરવાના છીએ જેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા અભિયાનથી મહત્તમ લાભ થવાનો છે....

1 HSIL

1 HSIL


HSIL એટલે કે હિન્દુસ્તાન સેનિટરી વેર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ સેનિટરીવેર બિઝનેસમાં દેશમાં સૌથી અગ્રણી કંપની છે. દેશમાં દરેક ઘરમાં ટોઇલેટ પૂરા પાડવાના અભિયાનમાંથી આ કંપનીને મોટો લાભ થશે. આ અભિયાનને કારણે આ કંપનીના સ્ટોક્સ 52વીકની રૂપિયા 77ની સપાટીથી વધીને આદે રૂપિયા 351ની આસપાસ ટ્રેડ થઇ રહ્યો છે.

2 નીલકમલ પ્લાસ્ટિક્સ

2 નીલકમલ પ્લાસ્ટિક્સ


જો આપ આપના ઘરમાં કે ઓફિસમાં પ્લાસ્ટિક ચેર્સ, પ્લાસ્ટિક ટેબલ્સ કે પ્લાસ્ટિકના ડસ્ટબીન્સનો ઉપયોગ કરતા હશો તો આપના માટે નીલકમલ પ્લાસ્ટિક્સનું નામ અજાણ્યું નહીં હોય. 'સ્વચ્છ ભારત અભિયાન' અંતર્ગત ડસ્ટબિન અને પાણીની ટાંકીની માગ વધતા કંપનીને સીધો ફાયદો થઇ રહ્યો છે. NSEમાં આ સ્ટોક આજે રૂપિયા 374 પર ટ્રેડ કરી રહ્યો છે. તેની બુક વેલ્યુ રૂપિયા 314 છે. તેનો પીઇ રેશિયો પણ 14 ગણો છે જેથી સ્ટોક ખરીદવા જેવો છે એમ એક્સપર્ટ્સનું કહેવું છે.

3 સેરા સેનિટરી વેર

3 સેરા સેનિટરી વેર


આ સ્ટોક રૂપિયા 1647ના ભાવે સસ્તો નથી. આ સ્ટોક્સમાં સ્વચ્છ ભારત અભિયાનને કારણે સેનિટરી વેરના ઉપયોગ વધવાને કારણે ફાયદો થશે. આ શેરની કિંમતો 30 ટકા વધી છે.

4 કજરિયા સિરામિક્સ

4 કજરિયા સિરામિક્સ


કજરિયા સિરામિક્સ દેશની નંબર 1 સિરામિક પ્રોડક્ટ્સ કંપની છે. આવનારા સમયમાં તેના શેરના ભાવોમાં વધારો થવાની સંભાવના છે. હાલ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં તેનો ભાવ રૂપિયા 350 ચાલી રહ્યો છે.

5 સોમાણી સિરામિક્સ

5 સોમાણી સિરામિક્સ


સોમાણી સિરામિક્સ પણ ટાઇલ્સ ક્ષેત્રની અગ્રણી મેન્યુફેક્ચરિંગ કંપની છે. તેનો શેર રૂપિયા 290ના ભાવે ચાલી રહ્યો છે. તેનું વેલ્યુએશન આકર્ષક નથી. છતાં આવનારા સમયમાં તેની કિમત થોડી ઘણી વધે તેવી સંભાવના છે.

English summary
5 companies that will benefit from the “Swach Bharat Abhiyan” implementation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X