For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વહેલી નિવૃત્તિ લેવાના 5 આર્થિક જોખમો

|
Google Oneindia Gujarati News

જો આપ વહેલી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યા હોવ તો આપે કેટલુક આર્થિક પ્લાનિંગ કરવું જરૂરી છે. નિવૃત્તિ બાદ અચાનક આવી જતા ખર્ચા, અનવાંચ્છિત ખર્ચાઓ ઉદભવવાનું જોખમ રહે છે.

આ કારણે જ જ્યારે આપ વહેલી નિવૃત્તિ લો છો ત્યારે 5 જોખમો પણ તેની સાથે આવે છે. આ કારણે જ્યારે આપ વહેલા નિવૃત્ત થાવ ત્યારે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઇએ...

ફુગાવો આપના નાણા ખાઇ જશે

ફુગાવો આપના નાણા ખાઇ જશે


સતત વધતો ફુગાવો આપના નાણાને ખાઇ જાય છે. જ્યારે આપ મુશ્કેલીમાં હોવ છો ત્યારે નોકરી છોડવાને કારણે ઘટી ગયેલી આવક આપને માટે આર્થિક સંકટ ઉભું કરી શકે છે.

લાંબા ગાળા માટે આયોજન

લાંબા ગાળા માટે આયોજન


જીવન અને મરણ એ તો ભગવાનના હાથમાં છે. આપ જો દીર્ધાયું જીવન મેળવો તો ઉંમર થયા બાદ આપને આર્થિક સંકટ આવે છે. આ કારણે જો આપ 50 વર્ષની વયે નિવૃત્ત થાવ અને આપ 90 વર્ષ સુધી જીવો તો શક્ય છે કે આપને સંકટ નડી શકે.

વ્યાજના દર ઘટવા

વ્યાજના દર ઘટવા


ઘણા લોકો મંથલી ઇન્કમ પ્લાનમાં રોકાણ કરતા હોય છે. સમય જતા તેમાં વ્યાજ ઘટતા આવક ઘટે છે. દાખલા તરીકે આપે રૂપિયા 50 લાખ ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂક્યા હોય અને વ્યાજ ઘટે તો તેની સીધી અસર આપની મંથલી ઇન્કમ ઉપર પડે છે.

મેડિકલ ઇમર્જન્સી માટે આયોજન

મેડિકલ ઇમર્જન્સી માટે આયોજન


જો આપે યોગ્ય મેડિકલ ઇન્શ્યોરન્સ માટે આયોજન કર્યું ના હોય તો વૃદ્ધાવસ્થામાં આ બાબત આપના આર્થિક સ્રોતોનું દોહન કરનારું સાબિત થઇ શકે છે. તાજેતરના સમયમાં જે રીતે મેડિકલ ખર્ચા વધી રહ્યા છે તે જોતા મેડિકલ ઇમર્જન્સી માટે પણ આયોજન કરવું જરૂરી છે.

મોટા ખર્ચા માટે તૈયાર રહો

મોટા ખર્ચા માટે તૈયાર રહો


જો આપ વહેલા નિવૃત્ત થઇ જાવ છો તો ભવિષ્યમાં આપે આપના દીકરા દીકરીના લગ્ન, સંતાનોના ઉચ્ચ અભ્યાસ જેવા મોટા ખર્ચા માટેની વ્યવસ્થા કરવાની રહે છે. તેની વ્યવસ્થા રિટાયર્નમેન્ટ પહેલા કરી રાખી ના હોય તો ભવિષ્યમાં આપને નાણા ભીડ નડી શકે છે.

English summary
5 Financial Risks That You Face When You Retire Early.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X