
RBIએ વ્યાજદર ઘટાડ્યા, આ 5 ફિક્સ્ડ ડિપોઝિટ હજી પણ છે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ગુરુવારે રેપો રેટમાં ઘટાડો કર્યો છે. રેપો રેટ એ દર છે જેના આધારે આરબીઆઇ બેંકોને નાણા આપે છે. હવે બેંકો અને કંપનીઓ વ્યાજદર પર કાપ મુકશે. જેના કારણે ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજમાં ઘટાડો થશે.
હજી સુધી મોટા ભાગની બેંકોએ વ્યાજદર ઘટાડવાનું શરૂ કર્યું નથી. જેના કારણે આપ ઇચ્છો તો હજી પણ સારા વ્યાજદર સાથે બેંક કે કંપનીઓમાં ફિક્સ્ડ ડિપોઝિટ મૂકી શકો છો. અમે અહીં આપને 5 બેસ્ટ ઇન્ટરેસ્ટ આપતી એફડી અંગે વિગતો આપી રહ્યા છીએ...

1. KTDFC
KTDFC સરકારી સંસ્થામાં રોકાણ કરવાથી મળતા વ્યાજમાં સૌથી સારું વળતર આપે છે. એક, બે કે ત્રણ વર્ષ માટે રૂપિયા 25 લાખથી ઓછી રકમ મૂકવામાં આવે તો 10 ટકા વ્યાજ મળે છે.જ્યારે રૂપિયા 25 લાખથી વધારે રકમ માટે 10.25 ટકાનું વ્યાજ મળે છે.

2. મહિન્દ્રા ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝિટ
મહિન્દ્રા ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝિટ ત્રણ વર્ષની ડિપોઝિટ પર 9.75 ટકાનું વ્યાજ આપે છે. જો કે તેનું ત્રણ વર્ષનું વળતર જોઇએ તો 10.76 ટકા જેટલું ઊંચું થવા જાય છે. એક વર્ષ માટે તેમાં 9 ટકા અને બે વર્ષ માટે 9.5 ટકા વ્યાજ મળે છે. સિનિયર સિટિઝનને બીજા 0.25 ટકા વ્યાજ મળે છે.

3. DHFL ફિક્સ્ડ ડિપોઝિટ
રૂપિયા 50 લાખ કે તેથી વધારે રકમની ડિપોઝિટ પર 40 મહિના માટે 10.10 ટકા વ્યાજ આપવામાં આવે છે. જ્યારે 14, 24 અને 34 મહિના માટે 10 ટકા વ્યાજ આપવામાં આવે છે. રૂપિયા 50 લાખથી ઓછી ડિપોઝિટ માટે 9.75 ટકા વ્યાજ આપવામાં આવે છે.

4. TM પાવર ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝિટ
TM પાવર ફાઇનાન્સ ક્યુમુલેટિવ ડિપોઝિટમાં 36, 48 અને 60 મહિનાના સમયગાળા માટે 10 ટકા વ્યાજ મળે છે. સિનિયર સિટીજનને 0.5 વધુ વ્યાજ મળે છે.

5. શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ
શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સની ક્યુમુલેટિવ ડિપોઝિટમાં 36, 48 અને 60 મહિનાના સમયગાળા માટે 10.03 ટકા વ્યાજ મળે છે. સિનિયર સિટિઝનને વધુ 0.25 ટકા વ્યાજ મળે છે.