For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તહેવારોની મોસમમાં પ્રોપર્ટી ખરીદવાના 5 આકર્ષક કારણો

|
Google Oneindia Gujarati News

સમગ્ર વર્ષમાં સપ્ટેમ્બર માસ બાદ એવો સમય આવે છે જ્યારે મોટા ભાગના બિલ્ડર્સ, રોકાણકારો અને પ્રોપર્ટી ખરીદનારાઓ ફેસ્ટિવ ઓફર્સની કાગડોળે રાહ જોઇને બેઠા હોય છે. આગામી બે મહિના સુધી એટલે કે દિવાળી સુધી લોકો પ્રોપર્ટી ખરીદવામાં વધારે રસ દાખવે છે. લોકો ફેસ્ટિવ સીઝન એટલે કે તહેવારોમા પ્રોપર્ટી ખરીદવા વધારે આકર્ષાય છે કારણ કે તેમાં અનેક ફાયદા છે. આ ફાયદા કયા છે તે જાણવા આગળ ક્લિક કરો...

તહેવારોમાં આવક વધે છે

તહેવારોમાં આવક વધે છે


વર્ષના આ સમયગાળા એટલે કે તહેવારોની મોસમમાં મોટા ભાગની વ્યક્તિઓની આવક વિવિધ કારણોથી વધે છે. જેમ કે તેમને આ ગાળામાં બોનસ, ઇન્ક્રીમેન્ટ અને અન્ય લાભો મળી ચૂક્યા હોય છે અથવા મળવાના હોય છે. આ કારણે તેઓ સરળતાથી ડોઉન પેમેન્ટ કરી શકે છે.

બેંકો દ્વારા ખાસ ફેસ્ટિવ ઓફર્સ

બેંકો દ્વારા ખાસ ફેસ્ટિવ ઓફર્સ


મોટા ભાગની બેંકો આ સમયગાળા દરમિયાન હોમ કે પ્રોપર્ટી લોન પર કાસ ઓફર્સનો લાભ આપતી હોય છે. જેમાં કેટલાક ચાર્જીસમાં રાહત, ઓછા વ્યાજ દર વગેરેનો સમાવેશ થાય છે. જેના કારણે આ સમયગાળામાં પ્રોપર્ટી ખરીદવી લાભકર્તા છે.

ડેવલપર્સ દ્વારા ડિસ્કાઉન્ટ

ડેવલપર્સ દ્વારા ડિસ્કાઉન્ટ


ડોવલપર્સ તેમની પ્રોપર્ટી વેચવા માટે આ સમયગાળા દરમિયાન વધારે ડિસ્કાઉન્ટ ઓફર કરતા હોય છે. જેના કારણે પ્રોપર્ટી ખરીદનારને ફાયદો થાય છે.

સ્પેશ્યલ ઓફર્સ

સ્પેશ્યલ ઓફર્સ


અનેક ડેવલપર્સ પ્રોપર્ટી પર વિવિધ પ્રકારની ઓફર્સ આપતા હોય છે જેમ કે ફ્રી મોડ્યુલર કીચન, સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત અને રજિસ્ટ્રેશન ચાર્જીસ, પાર્કિંગ ફીમાં રાહત કે મુક્તિ વગેરે લાભ મળી શકે છે.

અન્ય લાભ

અન્ય લાભ


ફેસ્ટિવ સીઝન દરમિયાન બિલ્ડર્સ દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે કેશ ડિસ્કાઉન્ટ, સોનાના સિક્કા, ટ્રાવેલ હોલિડે, કૂપન્સ જેવા અનેક લાભ આપવામાં આવે છે. આ કારણે ફેસ્ટિવ સીઝન પ્રોપર્ટી ખરીદવા માટે બેસ્ટ છે.

English summary
5 reasons to buy a property during the festive season.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X