For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી એક વર્ષના રોકાણ માટેના 5 શ્રેષ્ઠ વિકલ્પો

રોકાણો બે પ્રકારના હોય છે એક ટૂંકા ગાળા માટે અને બીજા લાંબા ગાળા માટે. જેમાંથી તમારે નક્કી કરવું પડશે કે લાંબા ગાળાના રોકાણ તમારા માટે યોગ્ય છે કે ટૂંકા ગાળાના રોકાણ તમારા માટે યોગ્ય છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

રોકાણો બે પ્રકારના હોય છે એક ટૂંકા ગાળા માટે અને બીજા લાંબા ગાળા માટે. જેમાંથી તમારે નક્કી કરવું પડશે કે લાંબા ગાળાના રોકાણ તમારા માટે યોગ્ય છે કે ટૂંકા ગાળાના રોકાણ તમારા માટે યોગ્ય છે. જો તો તમે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના રોકાણમાં અંતર સમજી શકતા નથી તો તમને જણાવીએ કે જે રોકાણ ઓછો સમય જેમકે 6 મહિનાથી લઈને 1 વર્ષ અથવા બે વર્ષ સુધી હોય છે તેને ટૂંકા ગાળાના રોકાણ તરીકે ઓળખવામાં આવે છે,અને જે રોકાણ 5 વર્ષથી 10 વર્ષ સુધી હોય છે તેને લાંબા ગાળાના રોકાણ તરીકે ગણવામાં આવે છે.

વાંચો: ટેક્સમાં છૂટ મળે તેવા રોકાણના આ છે પાંચ વિકલ્પ

તો ચાલો રોકાણના તે 5 વિકલ્પો વિશે જાણીએ

ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ

ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ

સેવિંગ એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી વધુ સારી જગ્યાએ રોકાણ કરવા હોય તો ફિકસ્ડ ડિપોઝિટ એ વધુ સારો વિકલ્પ છે. એકાઉન્ટ ખોલો. એફડી પર મળતા વળતર પર તે જ દર મુજબ ટેક્સ લાગે છે, જેમના દાયરામાં ઇન્વેસ્ટર આવે છે. જો તમારી વાર્ષિક આવક 10 લાખથી વધુ હોય તો ટેક્સ કપાયા પછી વળતર 5 ટકાથી ઓછું થશે. જો તમારી પાસે નેટ બેન્કિંગ એકાઉન્ટ છે તો એફડી ખોલવાનું ખૂબ સરળ છે. મોટાભાગની બેન્કો સમયથી પહેલા એફડી તોડવા પર દંડ કરતી નથી.

આરડીમાં રોકાણ

આરડીમાં રોકાણ

રિકરિંગ ડિપોઝિટ (આરડી) એક એવી ડિપોઝિટ છે જેમાં તમે દર મહિને રકમ જમા કરવો છો. તેનાથી પરિપક્વતા મુદત માટે એક સારી રકમ ઉમેરાય છે. આરડીમાં તમે મહિનાના અંતમાં બચતી નાની રકમથી પણ શરૂ કરી શકો છો.

આ સ્કીમમાં તમારે મહિનામાં નિયમિત રકમ જમા કરાવવાની હોય છે, આમાં એફડી જેવી કોઈ સંપૂર્ણ રકમ જમા કરવવાની હોતી નથી.

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

આર્બિટ્રેજ ફંડ એક પ્રકારની ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ છે. આ ફંડ કેશ માર્કેટ અને સ્પોટ માર્કેટ વચ્ચેનો તફાવત દૂર કરવા માટે આ વધુ સારો વિકલ્પ છે. આ ફંડનો કોન્સેપ છે ઓછા પર ખરીદો અને વધુ પર વેચવાનો છે. ઇક્વિટી કરતાં આ ફંડમાં ઓછું જોખમ રહેલું છે. આમાં રોકાણકારોને 6 થી 9 ટકા વળતર મળે છે. જો તમે આર્બિટ્રેજ ફંડ્સમાં રોકાણ કરો છો અને વર્ષ સુધી રોકાણ કરો છો તો તમારા વળતર પર ટેક્સ લાગશે નહિ. સ્ટોક્સ અને ઇક્વિટી ફંડ્સની જેમ આ ફંડ્સમાં કરેલું રોકાણ એક વર્ષ પહેલા રોકડ ન કરો, અન્યથા વળતર પર ટેક્સ વધારે લાગશે.

લિક્વિડ ફંડમાં રોકાણ

લિક્વિડ ફંડમાં રોકાણ

લિક્વિડ ફંડ અથવા કેશ ફંડ એક પ્રકારની મ્યુચ્યુઅલ ફંડ છે. લિક્વિડ ફંડ એક મ્યુચ્યુઅલ ફંડ છે, જે મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરે છે જેમ કે ટ્રેઝરી બીલ વગેરે. તેમાં ઓછું જોખમ રહેલું છે. તેઓ એક વર્ષમાં 8% સુધી વળતર આપી શકે છે. મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ હાઉસેજ ઓનલાઇન ઈન્વેસમેન્ટ સુવિધા પૂરી પાડે છે અને સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે 1 કલાકથી વધુ સમય લેતા નથી. આમાં મેચ્યોરિટી પિરિયડ પણ ઓછો હોય છે. જયારે આવશ્યક હોય ત્યારે તમે નાની રકમ પાછી ખેંચી શકો છો, જ્યારે બાકી રહેલી રોકડ પર વધુ રોકાણ કરી શકે છે.

પીપીએફમાં રોકાણ

પીપીએફમાં રોકાણ

જોખમથી બચનારા રોકાણકારો માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અથવા પીપીએફ એક સારું ટેક્સ બચત રોકાણ છે. અમે તેને "એફિશિયન્ટ" કહીશું કારણ કે તે તમને માત્ર 80 સી હેઠળ ટેક્સ લાભો આપે છે, તથા તેના પર મળતા વ્યાજ પર ભારતમાં કોઈ ટેક્સ લાગતો નથી. આ રોકાણની એક સારી યોજના છે કારણ કે તેના પર 8.1 ટકાના દરે વ્યાજ મળે છે જે અત્યાર સુધીનો સૌથી ઊંચો દર છે. તેથી આ દરેક માટે ફાયદાકારક છે પીપીએફ પર રોકાણની મર્યાદા 1.5 લાખ છે. આ રોકાણનો એક ગેરલાભ એ છે કે તેમાં 15 વર્ષનો લોક-ઇન પિરિયડ હોય છે.

English summary
5 Investment Options For The Next One Year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X