For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન કરતા સમયે 5 બાબતો ધ્યાનમાં રાખો

|
Google Oneindia Gujarati News

રોકાણ કરતા સમયે અકને બદલે અનેક પ્રકારની મિલકતોમાં રોકાણ કરવાનું મહત્વ છે. આ મહત્વની અવગણના કરી શકાય નહીં. શેરબજારની ચાલની આગાહી કરવાનું મુશ્કેલ છે. કારણ કે શેરબજારની ચાલ એક નહીં અનેક પરિબળોને આધારે નક્કી થતી હોય છે. જો આપ શેરબજારમાં નિયમિત રોકાણ કરતા હોવ અને લાંબા ગાળાનો લાભ ઇચ્છતા હોવ તો આપે આપના પોર્ટફોલિયોમાં વિવિધતા જાળવવી જરૂરી છે. આમ કરવાથી આપનું નુકસાન ઘટી જશે.

અલબત્ત પોર્ટફોલિયો ડાયવર્ફિકેશન સમયે કઇ કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ એ પણ જાણી લેવું જરૂરી છે...

ઓવર ડાયવર્સિફિકેશન ટાળો

ઓવર ડાયવર્સિફિકેશન ટાળો


જો આપની પાસે રોકાણ કરવા માટે અધિક મૂડી હોય તો તેનો અર્થ એ નથી કે આપ ઓવર ડાયવર્સિફિકેશન કરો. રોકાણ પ્રોડક્ટને જોઇને કરવું જોઇએ, જથ્થાને ધ્યાનમાં રાખીને નહીં. એક જ સેક્ટરના અનેક મ્યુચ્યુઅલ ફંડ કે સ્ટોક્સ લેશો તો તેનાથી આપના રોકાણને ખાસ ફાયદો થશે નહીં. આ ઉપરાંત મોટો પોર્ટફોલિયો જાળવવામાં પણ તકલીફ પડે છે.

એક્ઝિટ થવાનો સમય ધ્યાનમાં રાખો

એક્ઝિટ થવાનો સમય ધ્યાનમાં રાખો


જ્યારે પણ વ્યક્તિ લાંબા સમય માટે રોકાણ કરે છે ત્યારે તેનો અર્થ એ નથી કે તેને જીવનભર સાચવી રાખવામાં આવે. વ્યક્તિએ સતત પોતાના રોકાણને ટ્રેક કરતા રહેવું જોઇએ. જ્યારે લાગે કે એક્ઝિટ થવાનો યોગ્ય સમય છે ત્યારે એક્ઝિટ થઇ જવું જોઇએ. કારણ કે વધારે સમય સુધી સાચવી રાખવાથી પણ ખાસ ફાયદો થતો નથી.

કમિશનને ધ્યાનમાં રાખો

કમિશનને ધ્યાનમાં રાખો


જ્યારે પણ આપ રોકાણ કરો ત્યારે ધ્યાનમાં રાખો કે તેના માટે કેટલું કમિશન ચૂકવો છો. જો કમિશન આપના નફાના માર્જિન કરતા વધારે હોય તો આપે ફર્મ બદલવી જોઇએ.

મૂડીની ફાળવણી

મૂડીની ફાળવણી


આ અત્યંત મહત્વનો ભાગ છે. કારણ કે આપે આપની જોખમ લેવાની ક્ષમતાને આધારે મૂડીનું રોકાણ કરવું જોઇએ. એસેટ્સનું યોગ્ય મિશ્રણ સૌથી વધારે ફાયદાકારી સાબિત થાય છે.

ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ

ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ


વ્યક્તિએ વધારે લાભ લેવા માટે આંતરરાષ્ટ્રીય રોકાણ પણ કરવું જોઇએ. આ રોકાણ આપ ગ્લોબલ મ્યુચ્યુઅલ ફંડ મારફતે કરી શકો છો. માર્કેટમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ પણ ઉપલબ્ધ છે. જો કે આ માટે આપે વધારે સાવધાની રાખવાની જરૂર છે.

English summary
5 Must Know Things While Portfolio Diversification.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X