For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે ઈન્સ્યોરન્સ પોલિસીમાં થનારા 5 પરિવર્તન

કસ્ટમર્સને ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ્સની માહિતી માટે IRDAIએ 26 ઓક્ટોબર 2018ના રોજ કેટલાક પ્રસ્તાવ આપ્યા છે. જેમાં ઈન્સ્યોરન્સ લેનાર વ્યક્તિના કેટલાક ફાયદા પણ છે.

|
Google Oneindia Gujarati News

કસ્ટમર્સને ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ્સની માહિતી માટે IRDAIએ 26 ઓક્ટોબર 2018ના રોજ કેટલાક પ્રસ્તાવ આપ્યા છે. જેમાં ઈન્સ્યોરન્સ લેનાર વ્યક્તિના કેટલાક ફાયદા પણ છે. આપણે આપણા પરિવાર અને પોતાને સુરક્ષિત રાખવા માટે ઈન્સ્યોરન્સ પોલિસી લેતા હોય છે. આ પોલિસીમાં એવી ઘણી બાબતો છે જેને તમારે જાણવી ખુબ જ જરૂરી છે. અહીં અમે તમને જણાવીશું લાઈફ ઈન્સ્યોરન્સમાં થનારા 5 પરિવર્તન.

આ પણ વાંચો: FDથી કેવી રીતે થાય છે માસિક આવક?

1. મિનિમમ ડેથ પે આઉટમાં પરિવર્તન

1. મિનિમમ ડેથ પે આઉટમાં પરિવર્તન

ભલે ઉંમર ગમે તેટલી હોય રેગ્યુલર પ્રોડક્ટ્સ પર મિનિમમ ડેથ પે આઉટ 7 ગણું હોય અને સિંગલ પ્રીમિયમ પ્લાન પર ડેથ બેનિફિટ 1.25 ગણું હોય તે પ્રસ્તાવ મુકાયો છે.

હાલમાં 45 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ માટે મિનિમમ ડેથ બેનિફિટ પે આઉટ 10 ગણું છે, જ્યારે અન્યમાં 5 ગણું છે. ધ્યાન આપવાવાળી વાત એ છે કે આ પે આઉટ પર આવકવેરાની કલમ 80 સી અંતર્ગત છૂટ મળે છે.

ઈન્સ્યોરન્સ એક્સપર્ટ્સ મુજબ તેનાથી વીમાધારકને લાભ થશે, કારણ કે પ્રીમિયમની ચૂકવણી રોકાણ તરીકે થશે. એટલે ચૈનલાઈઝેશન વધવાથી રોકવામાં આવેલી રકમ વધશે, અને તે મોર્ટેલિટી ચાર્જ તરીકે ઓછી નહીં હોય.

2. નૉન લિંક પોલિસીમાં 2 વર્ષ બાદ સરન્ડર વેલ્યુ

2. નૉન લિંક પોલિસીમાં 2 વર્ષ બાદ સરન્ડર વેલ્યુ

હાલમાં જો પોલિસી 3 વર્ષ સુધી ચાલુ રહે તો નક્કી કરેલી સરન્ડર વેલ્યુ મળે છે. જો નવો પ્રસ્તાવ લાગુ થશે તો સરન્ડર વેલ્યુ ઓછી થઈને 1 વર્ષની થશે, જેનાથી ગ્રાહકો પોતાના રોકાણ અંગે ઝડપથી નિર્ણય લઈ શક્શે.

3. પેન્શન પ્લાનમાં, સમ એશ્યોર્ડ વેલ્યુ 60 ટકા સુધી કમ્પ્યુટ કરવાની પરમિશન હશે.

3. પેન્શન પ્લાનમાં, સમ એશ્યોર્ડ વેલ્યુ 60 ટકા સુધી કમ્પ્યુટ કરવાની પરમિશન હશે.

માર્કેટ લિન્ક્ડ પેન્શન પોલિસીઝમાં પોલિસી ધારકને આંશિક રીતે ફંડ વિથડ્રોઅલની પરવાનગી છે. હાલ પેન્શન પ્લાનમાં વીમાધારકે એક તૃતિયાંશ રકમ લંપસમ ઉપાડી શકાય છે, પરંતુ બાકીની રકમ મેચ્યોરિટી ડેટ પર જ મળે છે.

નવા પ્રસ્તાવ પ્રમાણે 60 ટકા કમ્પ્યુટેશનથી ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ એનપીએસ પ્રોડક્ટને અનુકૂળ હશે. માર્કેટ લિન્ક્ડ પેન્શન પ્લાનમાં વીમાધારકો કેટલાક સમય માટે રોકાણની રકમ પોતાની સુવિધા પ્રમાણે ઉપાડી શક્શે.

નોન લિંક્ડ પ્રોડક્ટ્સ માટે 2 વર્ષમાં રિટેન્શન પર રિવાઈવલ પિરીયડમાં 5 વર્ષનો વધારો

નોન લિંક્ડ પ્રોડક્ટ્સ માટે 2 વર્ષમાં રિટેન્શન પર રિવાઈવલ પિરીયડમાં 5 વર્ષનો વધારો

પોલિસીમાં, પોલિસી ધારકને મળતો રિવાઈવલ પિરીયડ હાલ બે વર્ષનો છે, જેમાં 2 વર્ષથી પ્રીમિયમ જમા ન થાય તો પણ પોલિસીના તમામ લાભ મળે છે. હવે આ સમય મર્યાદા વધારીને 5 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે.

ULIPSમાં સેટલમેન્ટ ઓપ્શન 5 વર્ષથી વધીને 10 વર્ષ

ULIPSમાં સેટલમેન્ટ ઓપ્શન 5 વર્ષથી વધીને 10 વર્ષ

ઈન્સ્યોરન્સ પ્રીમિયમનો હપ્તો જમા કરવાનો સેટલમેન્ટ પીરિયડ 5 વર્ષ છે અને હાલમાં મેચ્યોરિટી કે મૃત્યુ થવા પર પોલિસીના લાભ માટે પોલિસીના નિયમાનુસાર બાકીના હપતા યોગ્ય સમયે જમા કરાવાઈ શકાય છે. આ સમય મર્યાદા વધારીને 10 વર્ષ કરવાથી કોઈ પણ દુર્ઘટના સમયે પોતાના બાકીના હપ્તા જમા કરાવવા કે સેટલમેન્ટ માટે વધુ સમય મળી શક્શે.

English summary
points to be changed in insuarance policies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X