For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝીરો પરસેન્ટ ફાઇનાન્સ સ્કીમ્સથી ચેતવાના 5 કારણો

|
Google Oneindia Gujarati News

ઇલેક્ટ્રોનિક આઇટમ્સ ખરીદતા સમયે ઝીરો પરસેન્ટ ફાઇનાન્સ સ્કીમ્સ અત્યંત આકર્ષક લાગે છે. કારણ કે તેના પર ઇન્ટરેસ્ટ રેટ્સ લગાવવામાં આવતો નથી અને આપ હપ્તામાં ચૂકવણી કરી શકો છો. થોડા સમય પહેલા સુધી આ યોજનાઓ અત્યંત લોકપ્રિય હતી. જો કે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની દરમિયાનગીરીથી તેમાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા. ત્યાર બાદ આ યોજનાઓની લોકપ્રિયતા ઘટી છે. આમ છતાં કેટલીક કંપનીઓ આ યોજનાઓ ઓફર કરી રહી છે. અમે અહીં એવી કેટલીક બાબતો જણાવીએ છીએ જે આ યોજનાઓની ખરીદી પહેલા ધ્યાનમાં રાખવી જરૂરી છે.

kyc-1

1. એન્સિલરી ચાર્જીસથી ચેતો
અનેક યોજનાઓ ઝીરો પરસેન્ટ ઇન્ટરેસ્ટ રેટ ઓફર કરે છે. જો કે આમ છતાં તેમાં એન્સીલરી ચાર્જીસ હોવાની શક્યતા રહેલી છે. આ ચાર્જીસ ત્રણ ટકા જેટલા ઉંચા હોય છે. આ ચાર્જીસ એડમિનિસ્ટ્રેશન અને પ્રોસેસિંગ ફીના નામે વસૂલ કરવામાં આવે છે. આથી આવી લોન લેતા પહેલા તેના ચાર્જીસ અંગે વિચારવું જોઇએ.

2. પ્રોડક્ટની પડતર વધે છે?
આ પ્રકારની લોન લેવાથી પ્રોડક્ટની પડતર વધે છે. કારણ કે આપ ઝીરો પરસન્ટ ઓફરનો લાભ લો છો પણ અન્ય ચાર્જીસ ચઢાવવામાં આવે છે. જેના કારણે વ્યક્તિ જે પ્રોડક્ટ ખરીદે છે તેની પડતર કિંમત વધી જાય છે. આમ કરતા પહેલા અન્ય જગ્યાઓએ આવી જ પ્રોડક્ટની કિંમતો જોવી જોઇએ.

3. ડિસ્કાઉન્ટનો અર્થ રહેતો નથી?
જો આપે ઝીરો પરસન્ટ ફાઇનાન્સ સ્કીમમાં ઝુકાવ્યું હોય તો કદાચ એવું બને કે રોકડથી ખરીદી પર ડીલર આપને ડિસ્કાઉન્ટનો લાભ આપતો હોય તે મળી શકશે નહીં.

4. રોકડની ચૂકવણીથી કેટલું ડિસ્કાઉન્ટ મળે?
આ માટે આપે રોકડથી ખરીદી પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે તેની પૂછપરછ ડીલર સાથે કરી લેવી જોઇએ. જો ડીલર આપને 10 ટકા ડિસ્કાઉન્ટ આપતો હોય તો કેશથી ખરીદી કરવી સૌથી વધારે લાભકર્તા છે.

5. ઝીરો પરસેન્ટ સ્કીમ RBI દ્વારા નિયંત્રિત છે કે નહીં?
આ પ્રકારની સ્કીમ્સ લેતા પહેલા ખાસ તપાસ કરવી જોઇએ કે આ સ્કીમ આરબીઆઇ દ્વારા તૈયાર કરવામાં આવેલા નિયમો અનુસાર છે કે નહીં?

English summary
5 Reasons to be Cautious of the Zero Per Cent Finance Schemes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X