સેવિંગ બેંક એકાઉન્ટ બીજી બેંકમાં બદલવાના 5 ફાયદા
આપ આપની બેંકની કામગીરીથી ખુશ નથી? આપને એમ લાગી રહ્યું છે કે આપની બેંક કરતા અન્ય બેંકોમાં વધારે વ્યાજ મળે છે અને અન્ય બેંકની સેવા વધારે સારી છે? તો સમય આવી ગયો છે કે આપ આપનું સેવિંગ બેંક એકાઉન્ટ એક બેંકમાંથી બીજી બેંકમાં ખોલાવો. બેંક બદલવા માટેના અઢળક કારણો હોય છે. અત્યારના સમયે બેંક બદલવાનો સારો સમય શા માટે છે તે જાણીએ...

વધુ સારી ગ્રાહક સેવા
આપે બેંકમાં ખાતુ ખોલાવ્યું હોય ત્યારે તેની સેવા સારી હોય, પણ સમય જતા તેની સેવા કથળી હોય, બેંકના કર્મચારીઓ આપની સમસ્યાનો યોગ્ય જવાબ અથવા સમયસર ઉકેલ લાવતા ના હોય તો વધુ સારી ગ્રાહક સેવા મેળવવા માટે આપે બેંક બદલની જોઇએ.

વધારે સારી એટીએમ સેવા
આપને એમ લાગતું હોય કે આપ જે વિસ્તારમાં રહો છો અને જ્યાં કામ કરો છે તે વિસ્તારમાં આપની વર્તમાન બેંકની એટીએસ સેવા સારી નથી. અથવા તો બ્રાન્ચ દૂર છે તો આપ બેંક બદલી શકો છો.

બેંક મેનેજરનો એટિટ્યુડ પારખો
આપ બેંક બદલવાનું વિચારી રહ્યા હોવ ત્યારે બેંક બદલતા પહેલા વર્તમાન બેંકના બ્રાન્ચ મેનેજરને મળીને આપની સમસ્યાઓનો ઉકેલ માંગવો જોઇએ. જો આપને યોગ્ય સંતોષકારક કામગીરીનું આશ્વાસન ના મળે તો બેંક બદલવી જોઇએ. કારણ કે બેંકના સારા સંચાલનનો આધાર તેમની બ્રાન્ચના મેનેજર પર પણ રહેલો છે.

વધારે વ્યાજદર મેળવો
આપની વર્તમાન બેંક કરતા અન્ય બેંકમાં વધારે વ્યાજ આપવામાં આવતું હોય તો પણ આપ બેંક બદલી શકો છો. આમ કરવાથી આપને વધુ વ્યાજનો લાભ મળશે. લાંબા ગાળે વ્યાજની રકમ મોટી હોય છે.

ઓછી ફી ચૂકવો
સામાન્ય રીતે બેંકો તેમની સુવિધાના બદલામાં દર વર્ષે કેટલીક ફી ચાર્જ કરતી હોય છે. જો આપની બેંકમાં આ ફી ખૂબ વધારે હોય તો આપ બેંક બદલીને ઓછી ફી ચૂકવીને ફાયદો મેળવી શકો છો.

વધુ સુવિધાઓ મેળવો
કેટલીક બેંકમાં સુવિધાઓ ઓચી હોય છે. જેમ કે વર્તમાન સમયમાં આપવામાં આવતી ઓનલાઇન બિલ પેમેન્ટ્સ, મોબાઇલ બેંકિંગ, ઓનલાઇન બેંકિંગ વગેરે. આપની વર્તમાન બેંક આ સુવિધાઓ આપતી ના હોય તો આપ બેંક બદલીને આ લેટેસ્ટ સુવિધાઓનો ફાયદો મેળવી શકો છો.

આપની સુવિધાઓનો રાખો ખ્યાલ
આપ બેંક બદલતા પહેલા આપની વર્તમાન બેંકની અને જે બેંકમાં નવું ખાતું ખોલાવવા માંગો છો તેના પોઝિટિવ અને નેગેટિવ પોઇન્ટસને સરખાવીને નિર્ણય લેવો જોઇએ.