આ 5 કારણોથી તક મળતા જ શેર્સ વેચી દેવા જોઇએ
વૈશ્વિક બજારોમાં છેલ્લા એક સપ્તાહથી ઉબા થયેલા વેચવાલીના દબાણને પગલે ગુરુવારે ભારતીય બજારોમાં પણ વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. જેના કારણે સેન્સેક્સ છેલ્લા બે મહિનાની સૌથી નીચી સપાટીએ અંદાજે 350 પોઇન્ટ ઘટીને 26000 પોઇન્ટની અંદર બંધ રહ્યો હતો.
ભારતીય શેર બજારમાં ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ કે વિદેશી ફંડોનું ભારે રોકાણ રહેલું હોવાથી વિદેશના માર્કેટમાં જ્યારે પણ હલચલ થાય છે ત્યારે તેની અરસ ભારતીય બજારો પર જોવા મળે છે. વિદેશી રોકાણકારો વૈશ્વિક બજારમાં જરા પણ ઉથલપાથલ જોવા મળે કે તરત જ ભારતીય શેરબજારમાં વેચાણ શરૂ કરે છે.
ગુરુવાર 16 ઓક્ટોબર, 2014ની વાત કરીએ તો ભારતીય શેરબજારમાં શેર્સનું કુલ વેચાણ રૂપિયા 1140 કરોડના આંકડાને પાર કરી ગયું હતું. જ્યારે ઓક્ટોબર મહિનાના પ્રથમ પખવાડિયામાં કુલ વેચાણ રૂપિયા 5000 કરોડ પર પહોંચ્યું હતું.
વિદેશી ફંડ ભારતીય શેરબજારનો પીછો કરે છે અને કમાણીની કિંમતના સંદર્ભમાં ભારતીય શેરબજારને સૌથી ખર્ચાળ શેરબજાર તરીકે ગણાવે છે. ભારતીય શેરબજારમાં જ્યારે પણ તેજી આવે ત્યારે તક ઝડપીને શેર્સ વેચવાના 5 કારણો આ મુજબ છે...

1. ગ્રીસની સમસ્યાએ ફરી માથું ઊંચક્યું છે
ગ્રીસની સમસ્યા ફરી ઉભી થઇ છે. ત્યાં બોન્ડ યીલ્ડ 9 ટકાની આસપાસ પહોંચી ગયા છે. આ નિશાની દર્શાવે છે કે બધું સારું નથી. જ્યારે દુનિયાના કોઇ પણ ખુણામાં તકલીફ ઉભી થાય છે ત્યારે તેની અસર બધા જ માર્કેટો પર પડે છે. ગ્રીસના માર્કેટમાં ઉભી થયેલી સમસ્યાની અસર પહેલા યુરોપના માર્કેટ પર પડે છે, ત્યાર બાદ વિશ્વના અન્ય દેશો પર પડે છે.

2. વૈશ્વિક સ્તરે ઇકોનોમિક ડેટા નબળા રહ્યા
ચીનના ઇકોનોમિક ડેટા ખાસ મદદરૂપ નથી. જ્યારે યુરોપીયન પાવર હાઉસ જર્મનીની સ્થિતિ પણ નબળી છે. યુએસના ડેટા પ્રોત્સાહક નથી. આ કારણે વૈશ્વિક અર્થતંત્ર નબળું પડી રહ્યું હોય તેમ લાગે છે.

3. વિશ્વના સૌથી મોંધા માર્કેટ
કમાણીના સંદર્ભમાં સેન્સેક્સમાં ભારતમાંની કંપનીઓ એક વર્ષમાં 18 ગણી વધે છે. આ કારણે તે સસ્તું રહ્યું નથી. બ્રિકના અન્ય દેશોમાં પણ આવી સ્થિતિ છે. આ કારણે ભારત વિશ્વનું સૌથી મોંઘુ માર્કેટ બન્યું છે.

4. QE3 આ મહિનાના અંતમાં પૂરું થશે
યુએસ ફેડરલ રિઝર્વે તેના QE3 પ્રોગ્રામ હેઠળ ભારતમાં બિલિયન ડોલર્સ ખસેડ્યા છે. આ પ્રોગ્રામ આ મહિનાના અંતમાં પૂરો થઇ રહ્યો છે. હવે પછી સ્ટોક્સમાં તેજી લાવવા માટે વધારે નાણા મળવાના નથી. કારણ કે પ્રોગ્રામ પૂરો થઇ રહ્યો છે.

5. ભારતીય માર્કેટો ચાલતા નથી દોડે છે
ભારતીય માર્કેટના બેંચમાર્કે ગયા વર્ષે 50 ટકાનું વળતર આપ્યું હતું. જેમણે પણ પ્રોફિટ બુકિંગ કર્યું છે તેમણે પૈસા બનાવ્યા છે. આ બધું સ્થિર સરકારને પણ આભારી છે. આ બાબતને રોકાણકારો સારી રીતે જાણે છે કે દરેક વસ્તુ થોડા સમય માટે જ હોય છે.