નોકરી કરવી તો આ 5 જગ્યાએ, જ્યાંનો પગાર તમને જલસા કરાવશે

Posted By:
Subscribe to Oneindia News

તમામ લોકોને તેવી જ નોકરી કરવી ગમતી હોય છે જે પગાર સારો આપે. ચોખ્ખી વાત છે મહેનત તો બધે જ કરવાની પણ આ મહેનતના ફળ પણ મીઠા મળે તો મહેનત કરવામાં પણ મજા આવે. માટે જ જો તમે પણ તેવી નોકરી કરવા ઇચ્છતા હોવ કે જેનો પગાર તમને જલસો કરાવે તો આ આર્ટીકલ તમારા કામનો છે. આજે અમે તમને તેવી કંપનીઓ વિષે જણાવીશું જ્યાંનો પગાર તમને જલસો કરાવી શકે છે. તો જાણો તેવી કંઇ કંઇ જગ્યાઓ છે જ્યાં સારો પગાર મળે છે.

Read also: RBI ગવર્નર ઉર્જિત પટેલનો પગાર કેટલો છે?

હાલમાં જ એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ભારતમાં સારો પગાર આપતા પાંચ સેક્ટર અંગે જણાવવામાં આવ્યા હતું. જેમાં સારું પગાર ભાડું આપવામાં આવે છે. અને અન્ય ભથ્થા પણ તમારી લાઇફ સ્ટાઇલને સુધારી દે છે. તો જાણો આ પાંચ તેવા સેક્ટરમાં જ્યાં જોડાવાથી તમારી લાઇફ બની શકે છે....

સૌથી વધુ પગાર

સૌથી વધુ પગાર

સર્વે મુજબ સૌથી વધુ પગાર એફએમસીજી સેક્ટરમાં મળે છે. આ સેક્ટરમાં સૌથી ઓછી વાર્ષિક સીટીસી (કોસ્ટ ટુ કંપની) 11.3 લાખ રૂપિયા છે. સેલ્સ, માર્કેટિંગ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં કામ કરતા લોકો માટે ટેલેન્ટેડ લોકોની માંગ હંમેશા રહે છે. અને તેમાં 10 લાખ રૂપિયાથી વધુ સેલેરી આપવામાં આવે તેવી 30 ટકા નોકરીઓ આ સેક્ટરમાં છે. અને આજ કારણ છે કે આ સેક્ટર અન્ય કોઇ પણ સેક્ટર કરતા હાલ આગળ છે.

પાવર સેક્ટર

પાવર સેક્ટર

એફએમસીજી પછી બીજો નંબર પાવર સેક્ટરનો છે. આ સેક્ટરના તમામ લેવલ અને કામમાં લધુત્તમ વાર્ષિક સેલરી 9.8 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ સર્વે રેડસ્ટૈડ જાહેર કર્યો છે. જેમાં વર્ષ 2017 સેલરી ટ્રેન્ડ્સને સ્ટડી કરીને આ આંકડાઓ નીકળવામાં આવ્યા છે. સર્વેમાં અલગ અલગ સેક્ટરને મળતી સેલરી અંગે જણાવવામાં આવ્યું છે.

ત્રીજા નંબરે આઇટી

ત્રીજા નંબરે આઇટી

તે વાત તો બધા જ જાણે છે કે હજી પણ આઇટી સેક્ટરમાં સૌથી સારો પગાર મળે છે. આ સર્વે મુજબ આઇટી સેક્ટર ત્રીજા નંબરે છે. આઇટી સેક્ટરમાં કામ કરતા લોકોની વાર્ષિક આવક 9.3થી શરૂ થાય છે. આઇટી કેપિટલ બેંગલુરુમાં સમગ્ર દેશમાં સૌથી વધુ સેલરી મળે છે. અહીં વાર્ષિક સેલરી 14.6 લાખ રૂપિયાથી પણ શરૂ થાય છે.

ફાર્મા

ફાર્મા

ચોથા નંબરે આવે છે ફાર્માસુટીકલ. ફાર્મા અને હેલ્થકેર સેક્ટરમાં સૌથી વધુ પગાર મળે છે. અહીં વાર્ષિક લધુત્તમ સેલરી 8.8 લાખ રૂપિયાથી મળે છે. સૌથી વધુ સેલરી આપતું આ પાંચમુ સેક્ટર છે. ટેલિકોમ સેક્ટરમાં વાર્ષિક 8.7 લાખ રૂપિયા મળે છે. સાથે જ ડિજિટલ માર્કેટિંગ પ્રોફશનલ્સની પણ હાલ ભારે માંગ છે. જેમને પણ વાર્ષિક સેલરી 17.09 લાખ રૂપિયાની સેલરી મળે છે.

English summary
FMCG industry pays the highest salaries in India. Read here all the other 4 sector who pay highest salary to its employees.
Please Wait while comments are loading...