For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો

પૈસા કમાવાની ઈચ્છા તમામ લોકોને હોય છે, પરંતુ કેટલાક જ લોકો જાણે છે કે વધુ પૈસા કમાવા શું કરવું જોઈએ. પૈસાદાર બનવું એ ભાગ્ય, કુશળતા અને ધૈર્ય માંગી લે છે.

|
Google Oneindia Gujarati News

પૈસા કમાવાની ઈચ્છા તમામ લોકોને હોય છે, પરંતુ કેટલાક જ લોકો જાણે છે કે વધુ પૈસા કમાવા શું કરવું જોઈએ. પૈસાદાર બનવું એ ભાગ્ય, કુશળતા અને ધૈર્ય માંગી લે છે. સાથે જ તમારે થોડું લકી પણ હોવું જરૂરી છે. નસીબ તમારા દરેક નિર્ણયને વધુ સારો બનાવશે, અને તમારા જીવનમાં પૈસાનો વરસાદ થશે. તેમાં કોઈ બેમત નથી કે પૈસાદાર બનવાની રીત સહેલી છે, પરંતુ થોડીક દ્રઢતા અને યોગ્ય નિર્ણય તેને શક્ય બનાવે છે.

શેર બજારમાં રોકાણ

શેર બજારમાં રોકાણ

તમે શેરબજાર, બોન્ડ અને બીજી કોઈ જગ્યાએ પૈસા રોકી શકો, જેમાં તમને વાર્ષિક વળતર સારું મળે અને નિવૃત્તિ સમયે પણ ફાયદો થાય. દાખલા તરીકે જો તમે 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે તો તમને વાર્ષિક રિટર્ન 7 %ના દરથી મળે. જે વાર્ષિક 70 હજાર રૂપિયા છે. રોજ સંખ્યાબંધ શેર ખરીદો અને વેચો. સારી કંપનીના શેર પર નજર રાખો. તમે ડે ટ્રેડર્સની વાતમાં ન આવો, જે ઝડપથી પૈસા કમાવાની રીત બતાવે છે. તેના બદલે લાંબા સમય માટે રોકાણ કરો. ભવિષ્યમાં વિકાસ માટે સારી કંપનીના સ્ટોક પસંદ કરી તેમાં જ રોકાણ કરો. જો તમે ગણતરી કરીને રોકાણ કરશો, તો સમય સાથે ખૂબ જ સારા પરિણામ મળશે.

રિટાયરમેન્ટ પહેલા બચત કરો

રિટાયરમેન્ટ પહેલા બચત કરો

ખૂબ જ ઓછા લોકો નિવૃત્તિ બાદ જીવન પસાર કરવા માટે બચત કરે છે. કેટલા લોકોનું માનવું હોય છે કે તેઓ ક્યારેય નિવૃત્ત જ નહીં થાય. IRAs અને 401 Ks નિવૃત્તિ પ્લાનનો લાભ ઉઠાવો. ટેક્સ ટ્રીટમેન્ટ તમને રિટાયરમેન્ટ માટે બચત કરવામાં મદદ કરશે. ભલે સામાજિક સુરક્ષા સારું કામ કરતી હોય, તેમ છતાં સામાજિક સુરક્ષા પર સંપૂર્ણ ભરોસો ન કરો.

રિયલ એસ્ટેટમાં રોકાણ

રિયલ એસ્ટેટમાં રોકાણ

ભાડાની સંપત્તિ કરતા પોતાની સંપત્તિ ફાયદાકારક છે. તેમાં રોકાણ કરવાને કારણે તમે તમારી સંપત્તિ વધારી શકે છો. રિયલ એસ્ટેટમાં રોકાણ જેટલો ફાયદો અન્ય કોઈ રોકાણમાં નથી. જે રિયલ એસ્ટેટમાં રોકાણ કરે છે, તેમને તેનું વળતર પણ સારુ મળે છે. દાખલા તરીકે કેટલાક લોકો વિચારે છે કે મુંબઈમાં એક એપાર્ટમેન્ટ બુક કરાવીએ, તો તેની કિંમત વધે જ છે. ઘટતી નથી.

યોગ્ય સમયે રોકાણ કરો

યોગ્ય સમયે રોકાણ કરો

જો તમારી પાસે દરેક દિવસે કેટલોક ખાલી સમય છે, તો તેનો સદુપયોગ પૈસા કમાવામાં કરો. આ કારણે તમે પહેલા દિવસે 24માંથી 20 કલાકનો ઉપયોગ કરી શકો છો.

એવી ચીજવસ્તુઓ ન ખરીદો જેમની કિંમત દર વર્ષે ઘટે છે. એક કાર ખરીદવામાં તમે 5 લાખ રૂપિયા બરબાદ કરો છો. પાંચ વર્ષ પછી તેની કિંમત અડધી થઈ જાય છે. તમે આ વાત ધ્યાનમાં રાખ્યા વિના જ ખરીદી કરો છો. તમે નવી કાર ચલાવો છો તો તેનું મૂલ્ય 20-25 % ઘટી જાય છે, દર વર્ષે તેવી જ રીતે તેની કિંમત ઘટતી રહે છે. એટલે કાર ખરીદવી એક મહત્વનું ફાયનાન્સિયલ ડિસિઝન હોય છે.

ફાલતુ સામાન પર ન કરો ખર્ચ

ફાલતુ સામાન પર ન કરો ખર્ચ

આજના સમયમાં સાદગીથી જીવન વીતાવવું અઘરુ છે. કારણ કે આજકાલ સુવિધા વિનાનું જીવન મુશ્કેલ બન્યું છે. જ્યારે તમે ફાલતુ ચીજવસ્તુઓની ખરીદી કરો છો તો તે નાણાકીય બ્લેકહોલ્સ બની જાય છે. જે ચીજ તમે ખરીદો છો, તેનું પુનર્મૂલ્યાંકન જરૂર કરો. જાણવાની કોશિશ કરો તે જેના પર પૈસા ખર્ચો છો તે પૈસા ખર્ચવા લાયક છે કે નહીં.

English summary
5 Smart and effective ways to get rich
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X