For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવરચિત BRICS ડેવલપમેન્ટ બેંક અંગે જાણવા જેવી 5 બાબતો

|
Google Oneindia Gujarati News

બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકાના નેતાઓએ બ્રિક્સ ડેવલપમેન્ટ બેંકની રચનાની જાહેરાત કરી દીધી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રયાસને બિરદાવ્યો હતો. વિકાસશીલ દેશો તરફથી આ પ્રકારનો આ પ્રથમ પ્રયાસ છે. આ જાહેરાત બાદ તેના વિશે જાણવા જેવી 5 બાબતો અહીં આપી રહ્યા છીએ...

50 બિલિયનની પ્રાથમિક મૂડી

50 બિલિયનની પ્રાથમિક મૂડી


બ્રિક્સ ડેવલપમેન્ટ બેંકની પ્રાથમિક મૂડી 50 બિલિયન ડોલર છે. આ ઉપરાત બ્રિક્સ દેશો 100 બિલિયન ડોલરનું ચલણ આફતના સમયે ઉપયોગમા લેવા અનામત રાખશે.

પ્રથમ પ્રેસિડેન્ટ ભારતીય હશે

પ્રથમ પ્રેસિડેન્ટ ભારતીય હશે


નવરચિત BRICS ડેવલપમેન્ટ બેંકના પ્રથમ પ્રેસિડેન્ટ ભારતીય હશે. આ માટે ભારત સરકારને યોગ્ય ઉમેદવાર શોધી લોવવાની જવાબદારી આપવામાં આવી છે.

વિકાસશીલ દેશોની બેંક

વિકાસશીલ દેશોની બેંક


આ બેંકની રચના વિશ્વમાં પશ્ચિમના દેશોનું નાણાકીય વર્ચસ્વ અને વિકાસશીલ દેશોની તેમના પર નિર્ભરતા ઓછી કરવાની દિશામાં આ નવીન પ્રયાસ છે. ઉપરાત સંકટના સમયે આર્થિક મદદનો પણ છે.

શાંઘાઇમાં હેડ ક્વાર્ટર

શાંઘાઇમાં હેડ ક્વાર્ટર


બ્રિક્સ ડેવલપમેન્ટ બેંકનું હેડક્વાર્ટર ચીનના શાંધાઇમાં હશે. શાંધાઇમાં હેડક્વાર્ટર હોવાનું મુખ્ય કારણ અહીં બેંક માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખાનગી ફંડિંગની તકો અને વધારે રોકાણકારો હોવાનું છે.

વર્ષ 2016થી કાર્યનો આરંભ

વર્ષ 2016થી કાર્યનો આરંભ


બ્રિક્સ ડેવેલપમેન્ટ બેંક વર્ષ 2016થી નાણાકીય સહાય આપવાનું શરૂ કરી શકશે. આ માટે ચીન સૌથી વધારે મદદ કરશે, કારણ કે તેની પાસે સૌથી વધારે વિદેશી હુંડિયામણ છે.

English summary
5 things you should know about newly formed BRICS development bank.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X