For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપના ભવિષ્યને સુરક્ષિત બનાવવાના પાંચ સરળ માર્ગો

|
Google Oneindia Gujarati News

બેંગલુરૂ, 15 જૂન: આપના ભવિષ્યને નાણાકિય રીતે સુરક્ષિત બનાવવું અત્યંત જરૂરી હોય છે, તેના માટે આપે વિશેષ યોજનાઓ અને નીતિયોંને ધ્યાનમાં રાખવી પડે છે. માત્ર રિટાયરમેન્ટ પ્લાન પર જ ધ્યાન નહીં આપતા અન્ય નાણાકિય યોજાનાઓ જેવી કે- મેડીકલ પ્લાન, વગેરેને પણ ધ્યાનમાં લેવા જોઇએ, કેમકે ભવિષ્યમાં આપણને નાણકીય સમસ્યાઓનો સામનો કરવામાં મદદરૂપ બની રહે.

તેના માટે વધારે યોગ્ય હશે કે તમે શરૂઆતથી જ નાણકીય આયોજન કરવાનું ચાલું કરી દો. દર મહિને થોડા-થોડા પૈસાની બચત કરવાનું ચાલુ કરી દો અને તેને તમારા શોખ પાછળ ખર્ચ ના કરો. આની સાથે જ તમે અન્ય ઘણી બધી રીતથી તમે તમારા ભવિષ્યને નાણકીય તંગીથી સશક્ત બનાવી શકશો, જે આ પ્રકારે છે.

આપના ભવિષ્યને નાણાકીય રીતે સુરક્ષિત બનાવવાના 5 સરળ રસ્તાઓ...

વીમો કરાવો

વીમો કરાવો

ઘરના મુખ્ય વ્યક્તિએ પોતાનો વિમો અવશ્ય કરાવવો જોઇએ, આની સાથે જ જો બચત હોય તો પરિવારના અન્ય સભ્યોનો પણ વિમો ઉતારવો જોઇએ. આની સાથે જ ઘરના અન્ય કિંમતી સામાન જેમકે ગાડી, ઘર, વ્યાપાર વગેરેનો પણ વિમો કરાવી દો, આનાથી તમને ભવિષ્યમાં આપની સાથે કોઇ અણબનાવ બને તો તેનાથી આપને રાહત મળી રહે. જોકે આવી યોજનાઓને લેતા પહેલા તમામ નિયમો વાંચી લેવા.

લાંબા ગાળાની યોજનાઓ

લાંબા ગાળાની યોજનાઓ

આપના દ્વારા લાંબા સમયગાળાની યોજનાઓ પર ફાયદો થશે. તે રોકાણ કોઇ પણ રૂપે થઇ શકે જેમકે- શેર અથવા મ્યુચ્યુઅલ ફંડ વગેરે. તેને લેતા પહેલા આપે થોડું વિશ્લેષણ કરવાની જરૂર છે પરંતુ દીર્ઘકાલીન રોકાણ માટે આ સૌથી યોગ્ય હોય છે.

રિટાયરમેન્ટ યોજના

રિટાયરમેન્ટ યોજના

ઉંમરના ઢળતા પ્રવાહમાં મેનપાવરની ઉણપ હોવાના કારણે સૌથી વધારે નિર્ભરતા ધન જ બની જાય છે, એવામાં રિટાયરમેન્ટ પ્લાન લેવો જરૂરી છે. પારિવારિક જરૂરીયાતોને પૂર્ણ કરવાની સાથે સાથે આપ એવા પ્લાન પર પણ ધ્યાન દેવાનું શરૂ કરો કે જે આપને વૃદ્ધાવસ્થામાં કોઇની પર નિર્ભર ના રહેવું પડે.

લોન લેવાથી બચવુ

લોન લેવાથી બચવુ

જો આપની જરૂરીયાતો આપના બજેટમાં પૂર્ણ થઇ જાય છે, તો ઠીક છે, આવી જરૂરીયાતોને પૂર્ણ કરવા માટે લોન લેવાથી બચો. ક્રેડિટકાર્ડનું બિલ સમય પર ભરી દેવું જોઇએ. અને તમામ ઇએમઆઇને ભરવામાં ગોળમોળ ના કરો. જેના કારણે આપની નાણાકીય યોજનાઓ બગડે છે.

ઇમરજન્સી ફંડ

ઇમરજન્સી ફંડ

રોકાણ કરો, પરંતુ આપ ઇમરજન્સી ફંડ પણ લો. અચાનકથી પરિવારનો કોઇ સભ્ય બીમાર પડી જાય અથવા કોઇને રૂપિયાની જરૂરીયાત આવે તો એવી સ્થિતિમાં આપને આપના બજેટનો એક ભાગ ઇમરજન્સી ફંડમાં રાખવો જોઇએ, જેથી આપને આપની એફડી અથવા શેર હટાવવાની નોબત ના આવે.

નિષ્કર્ષ

નિષ્કર્ષ

પરિવારને ચલાવવા માટે આપે ફાઇનાન્સમાં એક્સપર્ટ થવાની જરૂરીયાત છે પરંતુ મૂળભૂત નાણાકિય સમજ હોવી જોઇએ જેથી આપને ભવિષ્યમાં માત્ર ધનના અભાવના કારણે કોઇ સમસ્યા ઉત્પન્ન ના થાય. સારી યોજનાઓને ધ્યાનમાં રાખો, સમજી-વિચારીને રોકાણ કરો અને ફાલતુ ખર્ચ બંધ કરવા જોઇએ.

English summary
Planning your financial future is very important and your main motive should not only be retirement planning but also to make a financially secure future.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X