For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 5 રીતે તમારું PPF વળતર વધારી શકાય

|
Google Oneindia Gujarati News

પબ્લિક પ્રોવિડન્ડ ફંડ ભારતમાં ઉપલબ્ધ આંગળીના વેઢે ગણી શકાય એવી રોકાણ યોજનાઓ પૈકી એક છે જેનું વ્યાજ કર મુક્ત હોવા ઉપરાંત તે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 80Cમાં બાદ મળે છે.

નાણા ડિપોઝિટ કરવા તારીખનું ધ્યાન રાખો

નાણા ડિપોઝિટ કરવા તારીખનું ધ્યાન રાખો


દર મહિનાના 5 લારીખ બાદ આપ ડિપોઝિટ જમા કરાવશો તો આપને ઓછું વળતર મળશે. કારણ કે તેમાં દર મદિનાની 5થી 30 તારીખ વચ્ચે જે રકમ હોય તેના પર વ્યાજ ગણવામાં આવે છે. 5 તારીખ બાદ જમા કરાવેલી રકમ પર વ્યાજ ગણવામાં આવશે નહીં જે આપની વ્યાજના આવકમાં ઘટાડો કરશે.

મોટી રકમ રોકો

મોટી રકમ રોકો


પીપીએફ આપને નાની રકમથી રોકાણ કરવા પ્રોત્સાહિત કરે છે. જો કે આપની ક્ષમતા હોય તો પીપીએફમાં મોટી રકમ રોકવાનું ફાયદાકારક બની રહેશે. આપે વધારે વ્યાજ મેળવવું હોય તો નવા વર્ષના આરંભે ખાસ કરીને 5 એપ્રિલ પહેલા નાણા રોકવા જોઇએ. દર મહિને નાણા જમા કરાવવાને બદલે એક સામટા નાણા રોકીને આખા વર્ષનું વ્યાજ મેળવવું જોઇએ.

બેંકમાંથી પીપીએફ ખોલાવવું ફાયદાકારક

બેંકમાંથી પીપીએફ ખોલાવવું ફાયદાકારક


કોઇ પણ બેંકમાંથી પીપીએફ ખાતું ખોલાવવું શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે તે ઓનલાઇન ટ્રાન્સફરની સુવિધા પ્રદાન કરે છે. તેના કારણે ડેડલાઇન જાળવવામાં મદદ મળે છે.

1.5 લાખની મર્યાદાનો પૂર્ણ ઉપયોગ કરો

1.5 લાખની મર્યાદાનો પૂર્ણ ઉપયોગ કરો


બજેટ 2014માં સરકારે પીપીએફમાં રોકાણની મર્યાદા વધારીને 1.5 લાખ રૂપિયા કરી છે. તેનો સંપૂર્ણ ઉપયોગ કરવો જોઇએ.

બેવડા કર લાભનો ફાયદો ઉઠાવો

બેવડા કર લાભનો ફાયદો ઉઠાવો


પબ્લિક પ્રોવિડન્ડ ફંડ ભારતમાં ઉપલબ્ધ આંગળીના વેઢે ગણી શકાય એવી રોકાણ યોજનાઓ પૈકી એક છે જેનું વ્યાજ કર મુક્ત હોવા ઉપરાંત તે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 80Cમાં બાદ મળે છે.

English summary
5 ways to increase your returns from PPF.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X