For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBIના 5 ઝીરો મિનિમમ બેલેન્સ એકાઉન્ટ વિશે જાણો

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, લોન આપતી દેશની સૌથી મોટી બેન્ક, જુદા જુદા પ્રકારના ખાતાની સેવા આપે છે, જેના માટે તમારે મિનિમમ બેલેન્સ કે એવરેજ બેલેન્સ મેઈન્ટેઈન કરવું જરૂરી નથી.

|
Google Oneindia Gujarati News

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, લોન આપતી દેશની સૌથી મોટી બેન્ક, જુદા જુદા પ્રકારના ખાતાની સેવા આપે છે, જેના માટે તમારે મિનિમમ બેલેન્સ કે એવરેજ બેલેન્સ મેઈન્ટેઈન કરવું જરૂરી નથી. આ પ્રકારના ખાતામાં તમારે ખાતામાં બેલેન્સ રાખવું જરૂરી નથી. SBI સેલરી અકાઉન્ટ, મૂળ બચત ખાતા, કે બીએસડી ખાતા, ઈન્સ્ટા બચત અને ડિજિટલ બચત ખાતાની સેવા આપે છે, જેમાં લઘુત્તમ બેલેન્સ રાખવું જરૂરી નથી. આ તમામ ઝીરો બેલેન્સ એકાઉન્ટ હકીકતમાં એસબીઆઈના બચત ખાતા છે. એટલે તે પછી વ્યાજદર પણ આપે છે.

જાણો એસબીઆઈના એવા પાંચ ખાતા વિશે જેમાં તમે મિનિમમ બેલેન્સ ઝીરો રાખી શકો છો.

SBIનું સેલરી અકાઉન્ટ

SBIનું સેલરી અકાઉન્ટ

SBIનું સેલરી અકાઉન્ટ એક ખાસ પ્રકારનું ખાતું છે, જે નિયમિત પગાર મેળવતા ગ્રાહકોને અપાય છે. એસબીઆઈની વેબસાઈ sbi.co.in અનુસાર જુદા જુદા ક્ષેત્રો જેમ કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સુરક્ષા દળ, અર્ધસૈનિક બળ, પોલીસ દળ, નિગમો, સંસ્થાઓ વગેરે માટે સેલરી અકાઉન્ટ વિસ્તૃત સેવા આપે છે.

એસબીઆઈ સેલરી અકાઉન્ટમાં શૂન્ય સંતુલન સુવિધા આપે છે. મફત એટીએમ કમ ડેબિટ કાર્ડ, જોઈન્ટ અકાઉન્ટ માટે વધારાનું એટીએમ કાર્ડ, મફત ઈન્ટરનેટ બેન્કિંગ, મફત કોર પાવર ( જે મુજબ એસબીઆઈ ભારતભરમાં પોતાની 16000 + શાખામાંથી કોઈ એક પર બેન્કિંગ આપે છે), મફત મલ્ટીસિટી ચેક, બચ પ્લસ (ઓટો સ્વીપ સુવિધા) ઓફર કરે છે.

જો માસિક વેતન સતત ત્રણ મહિના કરતા વધુ સમય સુધી જમા ન થાય તો સેલરી એકાઉન્ટમાં મળતી વિેશેષ સુવિધા બંધ થઈ જાય છે. ત્યારે બેન્ક અકાઉન્ટને નિયમિત બચત ખાતું જ મનાય છે. સેલરી અકાઉન્ટ મૂળ રૂપે ફક્ત બચત ખાતું જ છે, જેમાં વ્યાજ દર પણ સરખા હોય છે.

બેઝિક સેવિંગ બેન્ક ડિપોઝિટ અકાઉન્ટ (BSBD)

બેઝિક સેવિંગ બેન્ક ડિપોઝિટ અકાઉન્ટ (BSBD)

બેઝિક સેવિંગ બેન્ક ડિપોઝિટ અકાઉન્ટ (BSBD) જેમાં ઝીરો બેલેન્સની સુવિધા છે. આ ખાતું એ લોખો ખોલી શકે છે જે ન્યુનતમ બેલેન્સ રાખવા નથી ઈચ્છતા. એક BSBD ખાતામાં ગ્રાહકે મહિને સરેરાશ રકમ રાખવી પણ જરૂરી નથી. દેશની લોન આપતી સૌથી મોટી બેન્ક SBI આ ખાતુ ખોલવાની સુવિધા આપે છે.

આ ખાતું ખોલવા માટે ગ્રાહકની પાત્રતા અને વ્યાજ દર બચત ખાતા જેટલી જ હોય છે. જો ગ્રાહક પાસે બેન્કનું સેવિંગ્સ એકાઉન્ટ છે, તો ગ્રાહક પાસે બીજું બચત ખાતું ન હોઈ શકે. જો ગ્રાહક પાસે પેહેલેથી જ બચત ખાતું છે તો તેણે BSBD ખાતુ ખોલવા માટે જૂનુ ખાતુ 30 દિવસમાં બંધ કરવું પડશે.

SBIનું સ્મોલ અકાઉન્ટ (નાનુ ખાતુ)

SBIનું સ્મોલ અકાઉન્ટ (નાનુ ખાતુ)

SBIનું કહેવું છે કે આ ખાતુ 18 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ ખોલાવી શકે છે. જો સ્તતાવાર KYC ન હોય તો પણ આ ખાતુ ખોલી શકાય છે. KYC ખાતાના સંચાલનમાં કેટલાક પ્રતિબંધ પણ છે. KYC દસ્તાવેજ જમા કરીએ ત્યારે આ નાનું ખાતું સામાન્ય બચત ખાતામાં ફેરવાઈ જાય છે. આ સેવા મુખ્ય રીતે સમાજના ગરીબ વર્ગ માટે છે, જેમને ફી વગર, કોઈ પણ ભચાર્જ વગર બચત કરવા પ્રોત્સાહન મળે છે.

એસબીઆઈનું આ ઝીરો બેલેન્સ ખાતું છે, જો કે આ નાના ખાતામાં વધુમાં વધુ 50 હજાર સુધીની રકમ જમા કરાવી શકાય છે.

તેમાં રુપે એટીએમ કમ ડેબિટ કાર્ડ મફત અપાય છે, અને નાના ખાતા અંતર્ગત કોઈ વાર્ષિક ચાર્જ પણ લાગતો નથી. NEFT, RTGS જેવા ઈલેક્ટ્રોનિક માધ્યથી ચૂકવણી કરવા પર કોઈ ચાર્જ નથી લાગતો. કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા અપાતા ચેક જમા કરવા પણ નિશુલ્ક છે.

નાના ખાતું બંધ કરવા પર પણ કોઈ ચાર્જ નથી લાગતો. નાના ખાતાને નિયમિત બચત ખાતા કે BSDB ખાતા કેવાયસી જરૂરિયાત પૂરી કર્યા બાદ કાર્યવાહી મેન્યુઅલ રીતે હોમ બ્રાંચમાં કરવામાં આવે છે. એસબીઆઈ ના સ્મોલ અકાઉન્ટ બચત ખાતાની જેમ જ વ્યાજદર આપે છે.

ડિજિટલ સેવિંગ્સ અકાઉન્ટ ઓફ SBI

ડિજિટલ સેવિંગ્સ અકાઉન્ટ ઓફ SBI

આ ખાતા એસબીઆઈના યોનો એપ દ્વારા ખોલી શકાય છે. એક વિશેષ પ્રસ્તાવ મુજબ 31 માર્ચ, 2019 સુધી આ ખાતામાં લઘુત્તમ બેલેન્સ રાખવું જરૂરી નથી. આ ખાતું વ્યક્તિગત પ્લેટિનમ ડેબિટ કાર્ડ પણ આપે છે. જેમાં વ્યાજ દર એસબીઆઈના સેવિંગ્સ અકાઉન્ટ જેટલા જ છે.

ઈન્સ્ટા સેવિંગ્સ અકાઉન્ટ ઓફ એસબીઆઈ

ઈન્સ્ટા સેવિંગ્સ અકાઉન્ટ ઓફ એસબીઆઈ

એક વિશેષ રજૂઆત તરીકે આ ખાતામાં તમને 31 માર્ચ, 2019 સુધી લઘુત્તમ રકમ રાખવી જરૂરી નથી. આ ખાતું કોઈ પણ ભ્રાંચ વગર એક્ટિવેટ થઈ શકે છે. આ ખાતામાં મફત રુપે ડેબિટ કાર્ડ પણ મળે છે. કેવાયસી નવા ગ્રાહકો માટે વન ટાઈમ પાસવર્ડના આધારે કરવામાં આવે છે.. જેમાં એસબીઆઈ સાથે કોઈ સંબંધ નથી. તેમાં પણ વ્યાજ દર એસબીઆઈના સેવિંગ્સ એકાઉન્ટ જેટલા જ છે.

English summary
5 Zero Minimum Balance Accounts Of SBI.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X