For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુડ ન્યૂજઃ જનધન અકાઉન્ટમાં પાછા પૈસા આવ્યા, જાણો કઈ તારીખે ઉપાડવા

ગુડ ન્યૂજઃ જનધન અકાઉન્ટમાં પાછા પૈસા આવ્યા, જાણો કઈ તારીખે ઉપાડવા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના મહામારીને પગલે દેશભરમાં લૉકડાઉન લાગૂ હોવાના કારણે ગરીબો પર સૌથી વધુ અસર પડી છે. આ ગરીબોને આ સમસ્યાથી જ બચાવવા માટે દેશમાં જે મહિલાઓના જનધન અકાઉન્ટ છે, તમામમાં પૈસા નાખવામાં આવી રહ્યા છે. આ પૈસા મોદી સરકાર દ્વારા નાખવામાં આવી રહ્યા છે. પાછલા મહિને પણ આ પૈસા આપવામાં આવ્યા હતા અને આગલા મહિને એટલે કે જૂનમાં પણ આપવામાં આવશે. આ પ્રકારે દેશની એવી તમામ મહિલાઓ જેમના જનધન એકાઉન્ટ છે તેમને ત્રણ મહિના દરમિયાન 1500 રૂપિયા આપવામાં આવશે. આ પૈસાથી આ ગરીબો પોતાના જીવન જરૂરી સામાન ખરીદી શકશે. દેશમાં 19.68 કરોડ મહિલા જનધન ખાતા છે. આ તમામ ખાતામાં વિતરણની તારીખના હિસાબે પૈસા પહોંચાડવામાં આવશે.

કેવી રીતે પૈસા મળશે

કેવી રીતે પૈસા મળશે

મે મહિનાના પૈસા સરકારે જનધન ખાતામાં જમા કરાવી દીધા છે, જે ઉપાડી શકાય છે. જો કે બેંકોએ વધુ ભીડથી બચવા માટે આ પૈસા ઉપાડવાને લઈ નવા નિયમ બનાવ્યા છે. માટે લોકો આ નિયમ અંતર્ગત બેંક જશે અને આસાનીથી પોતાના પૈસા કાઢી શકે. તો આવો જાણીએ કે સોમવારે કોણ કોણ પૈસા ઉપાડી શકશે.

પૈસા મોકલવાની સરકારે સૂચના આપી

પૈસા મોકલવાની સરકારે સૂચના આપી

નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગે જનધન ખાતામાં પૈસા મોકલવાની જાણકારી આપતા પૈસા કાઢવાના નિયમ પણ જાહેર કરી દીધા છે. વિભાગ મુજબ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પેકેજ અંતર્ગત લાભાર્થી પોતાના બેંક અકાઉન્ટમાં મોકલવામાં આવેલ 500 રૂપિયાની રાશિ કાઢી શકે છે. નાણાકીય સેવા વિભાગના સચિવ દેબાશીશ પાંડાએ શનિવારે ટ્વીટ કરી જણાવ્યું કે પીએમ ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત પીએમજેવાઈજે એટલે કે જનધન ખાતા અંતર્ગત મહિલા ખાતાધારકોને 500 રૂપિયાનો મે મહિનાનો હફ્તો મોકલવામાં આવી રહ્યો છે. ટ્વીટમાં તેમણે કહ્યું કે આ પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. વિભાગે કહ્યું કે બેંકોમાં ભીડથી બચવા માટે સમય સારણી મુજબ બ્રાંચ, બેંક મિત્રોથી રાશિ લો.

નક્કી કરાયેલી તારીખે પૈસા કાઢી શકો

નક્કી કરાયેલી તારીખે પૈસા કાઢી શકો

વિભાગે જણાવ્યું કે પીએમ ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત જનધનના મહિલા ખાતા ધારકો 500 રૂપિયાની મે મહિનાનો હફ્તો બેંકમાં મોકલવામાં આવી રહ્યો છે. પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. વિભાગે જણાવ્યું કે લોકો ભીડને પગલે નક્કી કરાયેલા સમયે પણ પૈસા ના ઉપાડી શકે તો પણ નિશ્ચિંત રહો. આ પૈસા એકવાર તમારા ખાતામાં આવ્યા બાદ ક્યારેય નહિ જાય. તમે જ્યારે ઈચ્છો ત્યારે પૈસા ઉપાડી શકશો. જો જરૂરત ન હોય તો પૈસા બેંકમાં જમા રહેવા દઈ શકો. જો આ પૈસા બેંકમાં જમા રહેશે તો તમને બેંક મુજબ વ્યાજ પણ મળશે.

આવી રીતે બેંકમાંથી પૈસા કાઢી શકો

બેંક ખાતાની અંતિમ સંખ્યા મુજબ લોકો બેંકમાં જઈ પોતાના પૈસા ઉપાડી શકે છે. જે જનધન બેંક ધારકોના બેંક કાતાના અંતિમ નંબર 0 અથવા 1 છે તેઓ 4મેના રોજ એટલે કે સોમવારે પૈસા નીકાળી શકે છે. આવી રીતે જે ખાતા સંખ્યા 2 અથવા 3 છે તેઓ 5મેના રોજ પૈસા નીકાળી શકે છે. જે લોકોના ખાતા સંખ્યાનો અંતિમ નંબર 4 અથવા 5 છે તેઓ 6મેના રોજ પૈસા નીકાળી શકે છે. 6 અને 7 નંબરવાળા 8મી મેના રોજ પોતાના પૈસા નીકાળી શકે છે. આ ઉપરાંત જે લોકોના ખાતાના છેલ્લા નંબર 8 અથવા 9 છે તેઓ 11 મેના રોજ પોતાના પૈસા નીકાળી શકે છે.

11 મે પછી પણ પૈસા નીકાળી શકો

11 મે પછી પણ પૈસા નીકાળી શકો

સરકારે સ્પષ્ટ કર્યું કે 11 મે બાદ તમારા ખાતામાથી પૈસા ઉપાડી શકો છો. જે બાદ સામાન્ય નિયમ લાગૂ રહેશે. વિભાગે સલાહ આપી છે કે એવામાં લોકોએ પરેશાન ના થવું જોઈએ. બેંકની શાખામાં જો ભીડ જોવા મળે તો બાદમાં પૈસા કાઢી શકે છે.

32 કરોડ લોકોને સહાય મળી

32 કરોડ લોકોને સહાય મળી

સરકાર મુજબ પાછલા મહિને 32 કરોડથી વધુ ગરીબ લોકોને પીએમ ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત 29352 કરોડ રૂપિયાની નાણાકીય સહાય મળી હતી. પેકેજ અંતર્ગત 19.86 કરોડ મહિલા જનધન ખાતા ધારકોને પોતાના ખાતામાં 500 રૂપિયાની રાશિ મળી છે. 12 એપ્રિલ 2020ની તારીખે કુલ 9930 કરોડ રૂપિયાનું વિતરણ થઈ ચૂક્યું હતું. આની સાથે જ 5.29 કરોડ લાભાર્થીને સ્કીમ અંતર્ગત મફત રાશન અનાજ મળ્યા છે. પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત અત્યાર સુધી 1.39 કરોડ સિલિન્ડર બુકિંગ થયાં છે અને લગભગ 97.8 લાખ મફત સિલિન્ડર લાભાર્થીઓને ડિલિવરી થઈ ચૂકી છે.

ગુજરાતથી યુપી જવા નીકળેલી બસને બોર્ડર પર રોકી, નારાજ મજૂરોએ પોલીસ પર પથ્થરમારો કર્યોગુજરાતથી યુપી જવા નીકળેલી બસને બોર્ડર પર રોકી, નારાજ મજૂરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો

English summary
500 rupees installment of may reached the account of women jan dhan account holders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X