
નિયમિત આવક માટે 6 બેસ્ટ મંથલી ઇન્કમ પ્લાન્સ કે MIPs
મંથલી ઇન્કમ પ્લાન્સ (એમઆઇપી - MIPs) એટલે કે માસિક આવક યોજનાને હાઇબ્રિડ પ્લાન તરીકે ઓળખવામાં આવે છે. તેમાં નાણાનો મોટો ભાગ ડેબ્ટમાં રોકવામાં આવે છે. જેના દ્વારા આપને ફિક્સ્ડ માસિક આવક મળે છે. આ સાધન એટલે માટે લોકપ્રિય છે કારણ કે તેમાં સારી સ્થિર આવક મળી રહે છે. જે નિયમિત આવક ઇચ્છનારાઓમાં લોકપ્રિય છે.
એમઆઇપીમાં ચિંતાની એક જ બાબત છે કે તેમાં બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટની જેમ ફિક્સ્ડ રિટર્ન મળતા નથી. અમે અહીં કેટલાક બેસ્ટ મંથલી ઇન્કમ પ્લાન્સ રજૂ કરી રહ્યા છે. જે આપને રોકાણ કરવામાં મદદરૂપ બની રહેશે...

બિરલા સન લાઇફ મંથલી ઇન્કમ પ્લાન
છેલ્લા એક વર્ષમાં આ ફંડે 19 ટકાનું રિટર્ન આપ્યું છે. આ ફંડ મોટા ભાગની રકમ સરકારી સિક્યુરિટીમાં રોકે છે અને નાની રકમ શેર્સમાં રોકે છે. જેના કારણે સારું રિટર્ન મળે છે. ફંડના લોન્ચિંગથી અત્યાર સુધીમાં સરેરાશ 9.5 ટકા રિટર્ન મળ્યું છે. તેમાં એસઆઇપી મારફતે માસિક રૂપિયા 1000ની રકમથી રોકાણ કરી શકાય છે.

કેનેરા રોબેકો મંથલી ઇન્કમ પ્લાન
કેનેરા રોબેકો મંથલી ઇન્કમ પ્લાને છેલ્લા એક વર્ષમાં 20 ટકાનું વળતર આપ્યું છે. તેમાંથી મોટા ભાગના નાણા સરકારી સિક્યુરિટીમાં રોકવામાં આવે છે, જ્યારે કેટલુક રોકાણ આઇસીઆઇસીઆઇ બેંક, એલ એન્ડ ટી વગેરે જેવા શેર્સમાં કરવામાં આવે છે.

ફ્રેન્કલિન ઇન્ડિયા મંથલી ઇન્કમ પ્લાન
ફ્રેન્કલિન ઇન્ડિયા મંથલી ઇન્કમ પ્લાને છેલ્લા એક વર્ષમાં 22 ટકાનું રિટર્ન આપ્યું છે. આ ફંડે ગવર્નમેન્ટ ડેટેડ સિક્યુરિટીમાં રોકાણ કર્યું છે. સારા વળતર માટે તેણે કેટલીક રકમ ઇક્વિટીમાં પણ રોકી છે.

રિલાયન્સ મંથલી ઇન્કમ પ્લાન
છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ મંથલી ઇન્કમ પ્લાને સારું પરફોર્મ કરીને 23 ટકાનું વળતર આપ્યું છે. ગવર્નમેન્ટ ડેટેડ સિક્યુરિટીમાં તેનું રોકાણ વધારે છે. આ ઉપરાંત તેણે સિક્યુરિટીમાં પણ સારું રોકાણ કર્યું છે.

SBI મેગ્નમ મંથલી ઇન્કમ પ્લાન - ફ્લોટર
SBI મેગ્નમ મંથલી ઇન્કમ પ્લાન - ફ્લોટર દ્વારા છેલ્લા એક વર્ષમાં 17 ટકાનું વળતર આપ્યું છે. તેણે ડેબ્ટ અને ઇક્વિટીમાં બેલેન્સ્ડ રોકાણ કર્યું છે.

IDFC મંથલી ઇન્કમ પ્લાન
IDFC મંથલી ઇન્કમ પ્લાન દ્વારા છેલ્લા એક વર્ષમાં 20 ટકાનું વળતર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેના પોર્ટફોલિયોમાં મજબૂત સ્ટોક્સ છે. જે સારું વળતર આપી રહ્યા છે.