6 કારણોથી સ્ટોક માર્કેટ ઇન્ફોસિસના Q3 રિઝલ્ટ્સ થી ઇમ્પ્રેસ્ડ
દેશની અગ્રણી આઇટી કંપની ઇનફોસિસ માટે પરિણામોની દ્રષ્ટિએ એક વધુ સારુ ક્વાર્ટર જોવા મળ્યું છે. ખાસ કરીને એવી સ્થિતિમાં જ્યારે 31 ડિસેમ્બર, 2014ના રોજ પૂરા થતા ક્વાર્ટર માટે દેશની અન્ય આઇટી અગ્રણી કંપનીઓ જેમ કે ટીસીએસ અને એચસીએલ ટેક દ્વારા ચિંતાજનક પરિણામોના સંકેતો આપવામાં આવ્યા છે.
અહીં ખાસ નોંધવા જેવી બાબત એ રહી છે કે ઇન્ફોસિસના ક્વાર્ટર 3ના પરિણામો અપેક્ષાઓને અનેક રીતે મ્હાત કરીને કંપની માટે પોઝિટિવ સંકેતો આપે છે. ઇન્ફોસિસના પરિણામો જાહેર થયા બાદ તેના સ્ટોક્સમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો છે.
સ્ટોક માર્કેટ ઇન્ફોસિસના પરિણામોથી શા માટે ઇમ્પ્રેસ્ડ છે તેના કારણો જાણવા આગળ ક્લિક કરો...

1. ડોલરની આવકના અંદાજને ખોટા પાડ્યા
એનાલિસ્ટોની ધારણા હતી કે ઇન્ફોસિસની ડોલરની આવક ઘટી જશે. પણ આવનારા વર્ષ માટે કંપનીએ તેની ડોલર રેવન્યુ 7થી 9 ટકાની વચ્ચે જાળવી રાખી છે તેનાથી એનાલિસ્ટ્સને આશ્ચર્ય થયું છે.

2. છેલ્લા 3 વર્ષમાં બેસ્ટ વોલ્યુમ ગ્રોથ
કંપનીના 31 ડિસેમ્બર, 2014ના રોજ પૂરા થતા ક્વાર્ટરમાં કંપનીએ છેલ્લા 3 વર્ષમાં સૌથી સારો 4 ટકાનો વોલ્યુમ ગ્રોથ કરી બતાવ્યો છે. જેના કારણે માર્કેટ ઇમ્પ્રેસ્ડ છે.

3. ઓપરેટિંગ માર્જિનમાં ભારે વધારો
એનાલિસ્ટોની ધારણા મુજબ 26 ટકાથી અંદરના ઓપરેટિંગ માર્જિનને બદલે કંપની 26.74 ટકાના ઓપરેટિગ માર્જિન સાથે બહાર આવી છે. જે મહત્વની બાબત છે.

4. પ્રાઇસિંગ પ્રેશર સ્થિર કરવામાં સફળ
કંપની પર કોઇ પ્રકારનું પ્રાઇસિંગ પ્રેશર જોવા મળ્યું નથી. માત્ર એનર્જી સેક્ટરમાં કંપનીને થોડું પ્રાઇસિંગ પ્રેશર જોવા મળ્યું છે.

5. મેનેજમેન્ટ પોઝિટિવ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કંપનીના સીઇઓ વિશાલ સિક્કા ઘણા હકારાત્મક જણાતા હતા. વાસ્તવમાં કંપનીના મેનેજમેન્ટમાં હાલના તબક્કે કોઇ ચિંતાજનક બાબત જોવા મળી નથી.

6. ટીસીએસ અને એચસીએલ ટેક કરતા સારા પરિણામો
દેશની અગ્રણી આઇટી કંપનીઓ ટીસીએસ અને એચસીએલ ટેક કરતા ઇન્ફોસિસના પરિણામો અનેક રીતે સારા રહ્યા છે. બંને કંપનીઓએ ખરાબ પરિણામોના સંકેત આપ્યા હતા.