For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : 6 બચત સાધનો પર બજેટ 2014ની શું અસર થઇ?

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય બજેટ હંમેશા બચતના સાધનો અથવા નાણાકીય સાધનો પર અસર કરતું હોય છે. અહીં એવા જ કેટલાક સાધનો આપ્યા છે જેના પર બજેટની અસર થઇ છે. આગળ ક્લિક કરો અને જાણો...

ઇન્શ્યોરન્સ મેચ્યોરિટી પ્રક્રિયા પર 2 ટકા TDS

ઇન્શ્યોરન્સ મેચ્યોરિટી પ્રક્રિયા પર 2 ટકા TDS


ઓક્ટોબર 1, 2014થી તમે જ્યારે પણ ઇન્શ્યોરન્સ મેચ્યોરિટી પ્રક્રિયા હાથ ધરશો ત્યારે 2 ટકા TDS કપાશે. જો કે આ તેમને જ લાગુ પડશે જેમણે નિર્ધારિત રકમના 10 ટકા કરતા વધારે પ્રિમિયમ ચૂકવ્યું હોય.

લાંબાગાળાના મૂડી લાભનો દર વધ્યો

લાંબાગાળાના મૂડી લાભનો દર વધ્યો


નોન ઇક્વિટી ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં લાંબો ગાળો 12 મહિનાથી વધારીને 36 મહિના કરવામાં આવ્યો છે. જેના કારણે તમે પહેલા લોંગ ટર્મ કેપિટલ ગેઇન 12 મહિને ચૂકવતા હતા, તેના સ્થાને હવે નોન ઇક્વિટી ફંડ માટે 3 વર્ષે ચૂકવવું પડશે. આ ઉપરાંત નોન ઇક્વિટી ફંડ માટે મૂડી લાભ પરનો કર દર 10 ટકાથી વધારીને 20 ટકા કરવામાં આવ્યો છે.

પીપીએફ શ્રેષ્ઠ રોકાણ બન્યું

પીપીએફ શ્રેષ્ઠ રોકાણ બન્યું


પીપીએફમાં વાર્ષિક રોકાણની મર્યાદા રૂપિયા 1 લાખથી વધારીને 1.5 લાખ કરવામાં આવી છે. તેમાં કલમ 80C હેઠળ કરલાભ મળે છે ઉપરાંત તેનું વ્યાજ પણ કરમુક્ત છે.

કિસાન વિકાસ પત્ર ફરી શરૂ

કિસાન વિકાસ પત્ર ફરી શરૂ


કેન્દ્રીય બજેટ 2014માં કિસાન વિકાસ પત્રો ફરીથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે તેના પર વ્યાજ કેટલું મળશે તે અંગે કોઇ વિગતો આપવામાં આવી નથી.

NSCમાં હવે વીમો પણ આવરી લેવાયો

NSCમાં હવે વીમો પણ આવરી લેવાયો


નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (એનએસસી - NSC)માં હવે વીમાનું રક્ષણ પણ સામેલ કરવામાં આવ્યું છે. જો કે આ ક્યારથી અમલી બનશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

80Cની મર્યાદા વધારવામાં આવી

80Cની મર્યાદા વધારવામાં આવી


બજેટ 2014માં 80Cની મર્યાદા વધારવામાં આવી છે. હવે તે રૂપિયા 1.5 લાખ કરવામાં આવી છે. જેના કારણે બેંક ડિપોઝિટ વગેરેને ફાયદો થશે.

English summary
6 saving instruments that have been affected by the Union Budget 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X