આ સપ્તાહે ભારતમાં હલચલ મચાવનારા 6 સ્ટોક્સ
આ સપ્તાહે સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ક્લોઝિંગ પર બંધ રહ્યા હતા. કેટલાક સ્ટોક્સમાં આ સપ્તાહે ધૂમ તેજી જોવા મળી હતી. તેજીનો આ ટ્રેન્ડ આવનારા સપ્તાહમાં પણ જોવા મળી શકે એમ છે.આવતા સપ્તાહે માર્કેટમાં તેજી જોવા મળશે તો તેજીના પવનમાં આ સ્ટોક્સ આપને ફાયદો કરાવી શકે એમ છે.

નિતેશ એસ્ટેટ
નિતેશ એસ્ટેટમાં 10 ટકાની તેજી જોવા મળી હતી. કંપનીએ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના રૂપિયા 170 કરોડના પ્રોજેક્ટ સાઇન કર્યા છે. આવતા સપ્તાહે તેમાં વધારે તેજી જોવા મળી શકે છે.

કાલિન્દી રેલ
સરકારે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 100 ટકા એફડીને મંજુરી આપ્યા બાદ રોકાણકારોએ રેલવે સ્ટોક્સ ખરીદવામાં ઘણો રસ દાખવ્યો છે. આ સેક્ટરના સ્ટોક્સમાં 4થી 15 ટકાનો વધારો નોંધાયો છે.

ડીએલએફ
ડીએલએફમાં રૂપિયા 600 કરોડનો ફટકો પડ્યા બાદ તેમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભૂષણ સ્ટીલ
ભૂષણ સ્ટીલ સમગ્ર સપ્તાહમાં મંદ રહ્યો છે. કંપનીના ટોચના અધિકારી લાંચ કેસમાં સપડાયા બાદ તેના મૂલ્યમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. 52 સપ્તાહના હાઇ 561માંથી તે રૂપિયા 101 પર આવીને અટક્યો છે.

વીનસ રેમેડીઝ
વીનસ કંપની એન્ટી કેન્સર ડ્રગ વેચવાનું આયોજન કરી રહી હોવાના સમાચાર બાદ તેમાં તેજી જોવા મળી છે.

BEL
સરકારે ડિફેન્સમાં એફડીઆઇની મર્યાદા વધારતા તેના સ્ટોક્સમાં તેજી જોવા મળી રહી છે.