• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્ટોક માર્કેટમાં પહેલીવાર રોકાણ કરો છો, તો યાદ રાખો આ છ વાત

|
Google Oneindia Gujarati News

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આજે પણ ભારતમાં લોકો સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા ડરે છે, અને જે લોકો સ્ટોક માર્કેટમાં પૈસા રોકો છે તેમની સંખ્યા માત્ર 2.5 % જેટલી છે. તેમ છતાંય ભારતનું અર્થતંત્ર દુનિયાનું સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્ર છે. ઈક્વિટી ટ્રેડિંગ રમત વાત નથી, તેમાં વ્યક્તિ સમયની સાથે શીખે છે, અને ફાયદો મેળવે છે. શેરમાં રોકાણ કરતા પહેલા દરેક રોકાણકારના મનમાં સવાલ હોય છે કે ક્યાં રોકાણ કરવું, કેવી રીતે કરવું રોકાણ કર્યા બાદ નિષ્ફળતા નહીં થાય ને. તો આજે અમે તમારા આ તમામ સવાલોનો જવાબ આપીશું. ખાસ કરીને એવા રોકાણકારોને જે પહેલી વખત સ્ટોકમાર્કેટમાં રોકાણ કરવા જઈ રહ્યા છે.

પોતાની બચતનું રોકાણ ન કરો

પોતાની બચતનું રોકાણ ન કરો

સ્ટોક માર્કેટ રિસ્ક માટે જાણીતું છે, અહીં તમારે ક્યારેક રોકાણ કરેલી રકમ ગુમાવવાનો પણ વારો આવે છે. એટલા માટે જ સ્ટોક માર્કેટમાં ત્યારે જ રોકાણ કરો જ્યારે તમારી પાસે બચત સિવાય પણ પૈસા હોય. જેથી નુક્સાન થાય તો પણ તમે ભોગવી શકો.

સમયાંતરે કરો રોકાણ

સમયાંતરે કરો રોકાણ

શેર માર્કેટમાં સ્ટોકની કિમતો ઉપર નીચે થવી નવી વાત નથી. આના કારણે જ લોકોના પૈસા ડૂબી જાય છે. આવી સ્થિતિમાં રોકાણ કરવું નુક્સાનકારક સાબિત થઈ શકે છે. આવા નુક્સાનથી બચવા માટે તમે SIP એટલે કે સિસ્ટોમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા રોકાણ કરી શકો છો. તેમાં સમયાંતરે રોકાણ કરવાનું હોય છે. એટલું જ નહીં SIPમાં જોખમ નહિવત હોય છે, અને વળતર પણ સારુ મળે છે.

જોખમ અને પૈસા સાવધાનીથી મેનેજ કરો

જોખમ અને પૈસા સાવધાનીથી મેનેજ કરો

તમે બજારમાં થતા પરિવર્તનને નિયંત્રિત નથી કરી શખ્તા, પરંતુ તમે ચોક્કસ સમયે પૈસાની લેવડ દેવડ જરૂર કરી શકો છો. એટલે સુધી કે જો તમારી પાસે સારી વેપારની સૂજ છે, તો પણ તમે કશું નહીં કરી શકો. તમારી રોકેલી રકમને મેનેજ કરવા માટે શ્રેષ્ઠ ઉપાય છે ‘ધ સ્ટોપ લોસ ટૂલ'. તમે જ્યારે પણ રોકાણ કરશો અને રોકાણની રકમ 5-15 % સુધી પહોંચસે ત્યારે સ્ટોપ લોસ ટૂલ કામ કરશે. આ ઓર્ડરથી તમારું રોકાણ ચાલુ રહેશે અને તમને આગળ થતા નુક્સાનથી પણ બચી જશો.

જુદા જુદા સ્ટોકમાં કરો રોકાણ

જુદા જુદા સ્ટોકમાં કરો રોકાણ

તમારી બધી જ રકમ એક જ સ્ટોકમાં ન લગાવો. સ્ટોકના જુદા જુદા પોર્ટફોલિયો બનાવો, જેના કારણે તમારુ જોખમ ઘટી જશે. જો કેટલાક સ્ટોક સારું પ્રદર્શન નહીં કરે તો પણ તમે નુક્સાન અટકાવી શક્શો. આ ઉપરાંત વિવિધીકરણથી બચવા માટે કોઈ નિશ્ચિત મર્યાદા સુધઈ સ્ટોકની સંખ્યામાં વધારાના ગુણઓત્તરથી જોખમને વિવિધતામાં બદલવામાં મદદ કરે છે, પરંતુ કેટલાક નિશ્ચિત સ્ટોક સિવાય તમારા રોકાણને યોગ્ય સમયે યોગ્ય વિકાસ નથી મળતો.

લોંગ ટર્મ માટે કરો રોકાણ

લોંગ ટર્મ માટે કરો રોકાણ

જો તમે શેર બજારમાં રોકાણ કરવા ઈચ્છતા હોય, પરંતુ વધુ મુશ્કેલી ન ઈચ્છતા હો, તો લાંબા સમય માટે રોકાણ કરવું જ યોગ્ય છે. કારણ કે રોકાણ જેટલું લાંબુ હશે, તેટલુ જ જોખમ ઓછુ હશે. સાથે જ રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડને પ્રાયોરિટીમાં રાખો. તેમાં જોખમ નહિવત્ હોય છે.

કંપની વિશે બરાબર જાણી લો

કંપની વિશે બરાબર જાણી લો

પહેલી વાર સ્ટોકમાં નિવેશ કરતા પહેલા જે તે કંપની વિશે બરાબર જાણી લો. આ માટે તમે કંપનીની બેલેન્સ શીટ અને કંપનીઓના પરિણામોને વાંચતા સમજતા શીખો. કંપની પર નજર રાખો, જો વિકાસ નબળો હોય, કે મોંઘવારી દર વધુ હોય, તો મોટી કંપનીઓ પર નજર રાખો. કારણ કે નાની કંપનીઓની સરખામણીમાં મોટી કંપનીના શેર સારી સ્થિતિમાં હોય છે. સાથે જ બજાર જો નબળું ચાલી રહ્યું હોય તો મોટી કંપનીઓમાં જ ધ્યાન રાખવું જોઈએ.

English summary
Here you will read about 6 tips for a fresher to start investing in stocks in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X