For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિનિયર સિટિઝન માટે બજેટ 2014 આ 6 રીતે લાભદાયક

|
Google Oneindia Gujarati News

દેશના નાણા પ્રધાન અરૂણ જેટલીએ બજેટ 2014માં ભારતના વરિષ્ઠ નાગરિકો એટલે કે સિનિયર સિટિઝન્સ માટે યોજનાઓની જાહેરાત કરી છે. આવો જોઇએ આ જાહેરાતોમાં ખરેખર કેટલો દમ છે અને તે ભારતના સિનિયર સિટિઝન માટે કેટલી લાભદાયક છે.

આ અંગેની વિગતો જાણવા આગળ ક્લિક કરો...

ઇન્કમ ટેક્સ મર્યાદા વધારવામાં આવી

ઇન્કમ ટેક્સ મર્યાદા વધારવામાં આવી


બજેટ 2014માં સિનિયર સિટિઝન માટે ઇન્કમ ટેક્સ મર્યાદા રૂપિયા 50,000 વધારવામાં આવી છે. એટલે કે હવે રૂપિયા 2.5 લાખને બદલે રૂપિયા 3 લાખ સુધી કોઇ કર નહીં લાગે.

લઘુત્તમ પેન્શન 1000 રૂપિયા

લઘુત્તમ પેન્શન 1000 રૂપિયા


સરકારે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) અંતર્ગત લઘુત્તમ પેન્શનની રકમ રૂપિયા 1,000 કરી છે. જેના કારણે અત્યારના ધોરણે દેશના 28 લાખ પેન્શનર્સને ફાયદો થશે.

વરિષ્ઠ પેન્શન વીમા યોજના ફરી શરૂ

વરિષ્ઠ પેન્શન વીમા યોજના ફરી શરૂ


સરકારે વૃદ્ધો માટેની વરિષ્ઠ પેન્શન વીમા યોજનાને ઓગસ્ટ 2014-15 સુધી ચાલુ રાખી છે. જેના પર વાર્ષિક 9 ટકા વળતર મળશે.

અનક્લેઇમ્ડ એમાઉન્ટ માટે કમિટીની રચના

અનક્લેઇમ્ડ એમાઉન્ટ માટે કમિટીની રચના


નાણા મંત્રીએ અનક્લેઇમ્ડ એમાઉન્ટ માટે કમિટીની રચનાની દરખાસ્ત કરી છે. આ ઉપરાંત સિનિયર સિટિઝન્સને ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસની સ્કીમ્સ શરૂ કરી છે.

નિવૃત્તો માટે એક રેન્ક એક પેન્શન

નિવૃત્તો માટે એક રેન્ક એક પેન્શન


સરકારે તમામ રેન્કના નિવૃત્તો માટે એક રેન્ક એક પેન્શન વ્યવસ્થા અમલી બનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ડિફેન્સ પેન્શન માટે રૂપિયા 500 કરોડની ફાળવણી કરી છે.

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એજનિંગ

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એજનિંગ


સિનિયર સિટિઝનને ધ્યાનમાં રાખીને બે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એજનિંગની રચનાની ઘોષણા કરવામાં આવી છે. એકની સ્થાપના દિલ્હી સ્થિત એઇમ્સ (AIIMS) ખાતે કરવામાં આવશે. જ્યારે બીજાની સ્થાપના મદ્રાસ મેડિકલ કોલેજ ખાતે કરવામાં આવશે.

English summary
6 ways Budget 2014 has helped the senior citizens in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X