For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વની 7 સૌથી મોંઘી ચીજવસ્તુઓ, જાણો નામ અને દામ

દુનિયામાં એવી ઘણી ચીજવસ્તુઓ છે જેને લગભગ દરેક પૈસાદાર વ્યક્તિ ખરીદી શકે છે, પરંતુ કેટલીક એવી મોંઘી ચીજવસ્તુઓ પણ છે જેને ખરીદવામાં પૈસાદારોને પણ પરસેવો વળી જાય.

|
Google Oneindia Gujarati News

દુનિયામાં એવી ઘણી ચીજવસ્તુઓ છે જેને લગભગ દરેક પૈસાદાર વ્યક્તિ ખરીદી શકે છે, પરંતુ કેટલીક એવી મોંઘી ચીજવસ્તુઓ પણ છે જેને ખરીદવામાં પૈસાદારોને પણ પરસેવો વળી જાય. અમે તમારા માટે લાવ્યા છીએ કેટલીક એવી જ મોંઘામા મોંઘી ચીજવસ્તઓનું લિસ્ટ, જેને જોઈને તમને પણ એકવાર જરૂર ખીદવાની ઈચ્છ થશે. આ ચીજવસ્તુઓ પોતાની અનોખી ડિઝાઈન અને ક્રિએટિવીટી માટે જાણીતી છે.

ફરારી જીટીઓ

ફરારી જીટીઓ

ફરારીની આ કાર 1963માં લોન્ચ થઈ હતી. વિન્ટેજ કાર હોવાને કારણે આ કાર ખાસ છે. સૌથી પહેલા જે વ્યક્તિએ આ કાર ખરીદી હતી, તેણે પોતાનું નામ ગુપ્ત રાખ્યું હતું. 1963થી અત્યાર સુધીમાં આ કારની કિંમતમાં 50 ટકાનો વધારો થઈ ચૂક્યો છે. આજના સમયમાં આ કારની કિંમત 224 કરોડ રૂપિયા છે.

યોટ હિસ્ટ્રી સુપ્રીમ

યોટ હિસ્ટ્રી સુપ્રીમ

આ યોટ એટલા માટે ખાસ છે કે કારણ કે તેને બનાવવામાં 1 લાખ કિલો સોનું અને પ્લેટિનમનો ઉપયોગ થયો છે. એટલું જ નહીં આ યોટમાં ડાયનોસોરનું એક પુતુળુ પણ બનાવાયેલું છે. આ પૂતળાની કરોડરજ્જુ અને યોટમા પીરસાતી વાઈનના ગ્લાસ 18 કેરેટ હીરાના બનેલા છે. આ યોટની કિંમત છે માત્ર 28,800 કરોડ રૂપિયા. કહેવાય છે કે આ યોટ વિશ્વના કેટલાક તવંગર લોકો જ ખરીદી શકે છે. ફક્ત તેને જોવા માટે જ દુનિયાના પૈસાદાર લોકો લાખો રૂપિયા ખર્ચે છે.

201 કેરેટ રત્નજડિત ઘડિયાળ

201 કેરેટ રત્નજડિત ઘડિયાળ

આમ તો દૂરથી જોવાથી આ ઘડિયાળ હીરાના એક ટુકડા જેવી દેખાય છે પરંતુ છે નહીં. આ ઘડિયાળ સામાન્ય નથી, કારણ કે તેમાં છે 201 કેરેટના રત્ન. આ ઘડિયાળમાં ત્રણ મોટા ડાયમંડ છે, જે દિલ આકારના છે. આકર્ષક દેખાતી આ ઘડિયાની કિંમત છે માત્ર 160 કરોડ રૂપિયા.

ગોલ્ડ બ્લેટેડ બુગાટી

ગોલ્ડ બ્લેટેડ બુગાટી

કારના શોખીનો માટે બુગાટી નામ જ ઉત્તેજના માટે પુરતુ છે. પરંતુ આ બુગાટી સામાન્ય નથી. કારણ કે આ કાર આખી જ સોનાની બનેલી છે. કારનો બહારનો ભાગ ગોલ્ડ પ્લેટેડ છે. સ્પીડના મામલે પણ કાર ખાસ છે. આ કાર માત્ર 2.8 સેકન્ડમાં જ 100 કિલોમીટરની સ્પીડ પકડી શકે છે. જો કે આ કારની કિંમત 64 કરોડ રૂપિયા છે. જો તમને ખરીદવાની ઈચ્છા હોય તો આ કાર લંડનમાં મળશે.

ઈન્શ્યોર ડોટ કોમ

ઈન્શ્યોર ડોટ કોમ

ડોમેઈનની દુનિયામાં આ સૌથી મોંઘા ડોમેઈન નેમમાંથી એક છે. આ ડોમેઈન એક ઈન્શ્યોરન્સ કંપનીનું છે. જેની કિંમત 102.4 કરોડ રૂપિયા છે. આ કંપની લાઈફ ઈન્શ્યોરન્સ, કાર ઈન્શ્યોરન્સ, હેલ્થ ઈન્શ્યોરન્સ અને હોમ ઈન્શ્યોરન્સનો બિઝનેસ કરે છે.

ક્રિસ્ટલ પિયાનો

ક્રિસ્ટલ પિયાનો

નામ જ જણાવે છે કે આ આખો પિયાનો ક્રિસ્ટલમાંથી બનેલો છે. આ પિયાનો પણ વિશ્વની સૌથી મોંઘી ચીજવસ્તુઓમાંથી એક છે. તેની કિંમત 20.48 કરોડ રૂપિયા છે. 1996માં એક ડચ કંપનીએ આ પિયાનો તૈયાર કર્યો હતો.

ડાયમંડ પેન્થર બ્રેસલેટ

ડાયમંડ પેન્થર બ્રેસલેટ

એવું મનાય છે કે આ બ્રેસલેટ અત્યાર સુધીનું વિશ્વનું સૌથી મોંઘુ બ્રેસલેટ છે. તેને એડવર્ડ 8 અને વૉલિસ સિમ્પસનની યાદમાં તૈયાર કરાયું હતું. આ બ્રેસલેટની લંબાઈ 195 મિલીમીટર છે

English summary
7 Most expensive items in this world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X