For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

e IPO કે ઇ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ અંગે જાણવા જેવી 7 બાબતો

|
Google Oneindia Gujarati News

સિક્યુરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી - SEBI) એ ગુરુવારે ઇ - આઇપીઓ માટેના નિયમોની દરખાસ્ત રજૂ કરી હતી. આ દરખાસ્તના મહત્વના મુદ્દાઓ આ મુજબ છે.

ipo-1

1. રોકાણકારો સેબીમાં નોંધાયેલા કોઇ પણ સ્ટોક બ્રોકર, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ (ડીપી) કે રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ (આરટીએ) અને સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંક (એસસીએસબી) પાસે ઓર્ડર આપવા માટે અરજી સબમિટ કરાવી શકશે.

2. રોકાણકાર સ્ટોક બ્રોકર કે એસએસએસબી પાસે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (એએસબીએ) હેઠળ અરજી આપવાના વિકલ્પ ખુલ્લા રહેશે.

3. રોકાણકારો ઓનલાઇન અરજી ફોર્મ ભરી શકવા ઉપરાંત તેને ટ્રેડિંગ મેમ્બર, ડીપી/આરટીએ કે એસસીએસબીને ઓનલાઇન સબમિટ પણ કરી શકશે.

4. રોકાણકારે ફિઝિકલ પેપર પર સાઇન કરવાનું જરૂર નહીં રહે. જેના કારણે જાહેર ઉપયોગની વસ્તુઓની બચત થશે.

5. અરજીની રિસિપ્ટના આધારે ટ્રેડિંગ મેમ્બર, ડીપી/આરટીએ કે એસસીએસબી બિડિંગ પ્લેટફોર્મ પર અરજી કરી શકશે.

6. રોકાણકાર ઇશ્યુ ક્લોઝર પર બિડ પાછી ખેંચી શકશે નહીં.

7. આ કારણે સમગ્ર પ્રક્રિયાનો સમયગાળો 12 દિવસથી ઘટીને અંદાજે 6 દિવસ જેટલો રહેશે.

English summary
7 Things to Know About e IPO or e Initial Public Offering.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X