7 આઇટી કંપનીઓ 56000 લોકોને નીકાળી રહી છે, કારણ ટ્રંપ છે?

Posted By:
Subscribe to Oneindia News

એક પછી એક ભારતીય કંપનીઓ તેના કર્મચારીઓને નીકાળી રહી છે. અત્યાર સુધીમાં 7 મોટી આઇટી કંપનીઓએ 56,000 એન્જીનિયરોને પોતાની કર્મચારીઓને નીકાળવા માટે તૈયારી કરી લીધી છે. આમ જોવા જઇએ તો ગત વર્ષ કરતા આ વર્ષે બે ગણી સંખ્યામાં કર્મચારીઓને નીકાળવામાં આવી રહ્યા છે. ભારતીય આઇટી કંપનીઓમાં કર્મચારીઓને નીકાળવા માટે બે કારણોને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. એક તો નવી ટેક્નોલોજી અને બીજું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ. ત્યારે શું આ મામલો વિગતવાર જાણો અહીં...

4.5 ટકા લોકોની છુટ્ટી!

4.5 ટકા લોકોની છુટ્ટી!

ભારતની સાત મોટી કંપની ઇન્ફોસિસ લિમિટેડ, વિપ્રો લિમિટેડ, ટેક મહિંન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી, અમેરિકી બેસ્ટ કંપની કોગ્નિજેટ ટેક્નોલોજી, સોલ્યૂશન કોર્પોરેશન અને ડિએક્સસી કો, ફ્રાંસની કૈપજેમિની એસએ તેના કર્મચારીઓને નીકાળી રહી છે. આ કંપનીઓમાં કામ કરતા લોકોની સંખ્યા છે 12.40 લાખ. જેમાંથી આ સાત કંપનીઓ લગભગ 4.5 ટકા લોકોને નીકાળી રહી છે.

કૉગ્નિજેંટ

કૉગ્નિજેંટ

આ સાત કંપનીઓમાંથી બે કંપનીના એચઆરે જણાવ્યું છે કે તે હવે નવ યુવાનોની નોકરી પર રાખવાને મહત્વ આપશે. મિંટ એ 22 વર્તમાન અને જૂના કર્મચારીઓનો ઇન્ટરવ્યૂ લીધા પછી જે મુજબ આંકડા ભેગા કર્યા છે. તેનાથી જાણવા મળ્યું છે કોગ્નિજેન્ટ તેના 15,000થી વધુ કર્મચારી અને ઇન્ફોસિસ તેના 3000 સીનિયર એન્જિનીયરને ક્યારેય પણ નીકાળી શકે છે.

નોકરી

નોકરી

ડીએક્સસી ટેક્નોલોજીએ જણાવ્યું છે ત્રણ વર્ષમાં ભારતમાં આવેલા કર્મચારીઓની સંખ્યામાં 50 ટકા ઓછી થઇને 26ના સ્તર પર આવી છે. કંપનીની યોજના છે કે ભારતમાં કામ કરતા 175,000 લાખ કર્મચારીઓમાંથી 10,000ને આ વર્ષે જ નોકરી છોડવાનું કહી દેવામાં આવશે.

કર્મચારી

કર્મચારી

ગત વર્ષે આઇટી કંપનીમાં કામ કરતા 1 થી 1.5 ટકા કર્મચારીઓએ નોકરી છોડવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાં જ 6 ટકા લોકોને નોકરીથી નીકાળવા માટે યોજના બનાવવામાં આવી રહી છે. ત્યાં જ ટીસીએસના પ્રવક્તા જણાવ્યું છે કે તેમને ત્યાં કામ કરતા 3,90,000 કર્મચારીઓને તે નોકરીએથી નીકાળવાનું નથી વિચારી રહ્યા.

શું કારણ?

શું કારણ?

આઇટીમાં મોટી સંખ્યામાં લોકોની નોકરી છોડવાનું કહેવામાં આવી રહ્યું છે તે માટે જાણકારોનો તેવો મત છે કે વિદેશ નીતિ ટ્રંપ જેવા નેતાઓના આવવાથી બદલાઇ છે અને વળી નવી ટેક્નોલોજી પણ આવી છે. જેના કારણે આટલી મોટી સંખ્યામાં લોકોને નોકરી છોડવાનું કંપની જણાવી રહી છે તેવું માનવામાં આવે છે.

English summary
7 top IT firms to lay off 56,000 this year and Trump’s policies blamed.
Please Wait while comments are loading...