For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7th Pay Commission : DA અને DRમાં વધારા બાદ સરકારી કર્મચારીઓને મળી વધુ એક ભેટ

જો તમે અથવા તમારા ઘરમાં કોઇ કેન્દ્રીય કર્મચારી છે તો આ સમાચાર તમને ખુશ કરી દેશે.

|
Google Oneindia Gujarati News

7th Pay Commission : મોદી કેબિનેટ તરફથી કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થોમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ કર્મચારીઓને વધુ એક ભેટ આપવામાં આવી છે. ગત અઠવાડિયા દરમિયાન સરકારે કર્મચારીઓના ડીએ 34 ટકાથી વધારીને 38 ટકા કર્યો હતો.

જો તમે અથવા તમારા ઘરમાં કોઇ કેન્દ્રીય કર્મચારી છે તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. નવા નિર્ણય મુજબ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર, અંદામાન નિકોબાક ટાપુ, લદ્દાખ અને પૂર્વોત્તરનો પ્રવાસ કરવા માટે પોતાના કર્મચારીઓને મળનારી LTCની સુવિધાની સમયમર્યાદા 2 વર્ષ માટે વધારી આપી છે.

આ તારીખ સુધી લાભ મળશે

આ તારીખ સુધી લાભ મળશે

સરકારના નવા નિર્ણય બાદ તમામ પાત્રતા ધરાવતા કેન્દ્રીય કર્મચારીઓ 25 સપ્ટેમ્બર, 2024 સુધી આ સુવિધા લઈ શકશે.

કર્મચારીમંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે, લીવ ટ્રાવેલ કન્સેશન (LTC) યોજનાને 26 સપ્ટેમ્બર, 2022થી 25 સપ્ટેમ્બર 2024 સુધીના સમયગાળા માટે લંબાવવામાં આવી છે.

આ સુવિધા હેઠળ, કેન્દ્ર સરકારના પાત્ર કર્મચારીઓને એલટીસી પરમુસાફરી કરતી વખતે પગારની રજા મળે છે અને મુસાફરીની ટિકિટના પૈસા પણ મળે છે.

હવાઈ​મુસાફરી કરવાની મંજૂરી

હવાઈ​મુસાફરી કરવાની મંજૂરી

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારના લાયક કર્મચારીઓ જમ્મુ અને કાશ્મીર, પૂર્વોત્તર, લદ્દાખ અને આંદામાન અને નિકોબારમાંમુસાફરી કરવા માટે એલટીસી સુવિધા મેળવી શકે છે.

એટલું જ નહીં, જે સરકારી કર્મચારીઓ હવાઈ મુસાફરી માટે પાત્ર નથી તેમને પણ આરાજ્યોમાં હવાઈ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

તેઓ કોઈપણ એરલાઈન્સ દ્વારા ઈકોનોમી ક્લાસમાં તેમના હેડક્વાર્ટરથીસીધા જમ્મુ અને કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને ઉત્તરપૂર્વમાં મુસાફરી કરી શકે છે.

કર્મચારીઓને ચેતવણી પણ અપાઇ

કર્મચારીઓને ચેતવણી પણ અપાઇ

આ સાથે સાથે કર્મચારીઓને ચેતવણી પણ આપવામાં આવી છે કે, એલટીસીના કોઈપણ દુરુપયોગને ગંભીરતાથી લેવામાં આવશે અનેકર્મચારી નિયમો હેઠળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે, વર્ષ 2020માં પણ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે ઉપલબ્ધઆ સુવિધાનો સમયગાળો બે વર્ષ માટે લંબાવ્યો હતો.

English summary
7th Pay Commission : Another gift to government employees after increase in DA and DR
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X