For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7th Pay Commission : દિવાળી પહેલા કર્મચારીઓને મળ્યું બોનસ, DA બાદ આ 4 ભથ્થામાં થયો વધારો

દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબરી સામે આવી છે. મોંઘવારી ભથ્થામાં થયેલા વધારા બાદ હવે સરકાર કર્મચારીઓને વધુ એક મોટી ભેટ આપવાનો પ્લાન બનાવી રહી છે.

|
Google Oneindia Gujarati News

7th Pay Commission : દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબરી સામે આવી છે. મોંઘવારી ભથ્થામાં થયેલા વધારા બાદ હવે સરકાર કર્મચારીઓને વધુ એક મોટી ભેટ આપવાનો પ્લાન બનાવી રહી છે. DAમાં વધારો કર્યા બાદ હવે સરકાર એક સાથે 4 અન્ય ભથ્થામાં વધારો કરશે, જે બાદ સરકારી કર્મચારીઓના પગારમાં તોતિંગ વધારો થશે.

એકસાથે વધશે 4 ભથ્થા

એકસાથે વધશે 4 ભથ્થા

તાજેતરમાં સરકાર દ્વારા કર્મચારીઓના ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જે બાદ આ લોકોને 34 ટકાના બદલે 38 ટકા ડીએનો લાભ મળશે. આ સાથે સરકાર એક સાથે ચાર અન્ય ભથ્થાં વધારવાની યોજના બનાવી રહી છે.

આ 4 ભથ્થામાં થશે વધારો

આ 4 ભથ્થામાં થશે વધારો

7મા પગાર પંચ મુજબ કેન્દ્રીય કર્મચારીઓના પ્રવાસ ભથ્થા, શહેર ભથ્થામાં પણ વધારો કરવામાં આવશે. આ સાથે પ્રોવિડન્ટ ફંડ અનેગ્રેચ્યુઈટીમાં પણ વધારો કરવામાં આવશે.

થઇ શકે છે 3 ટકાનો વધારો

થઇ શકે છે 3 ટકાનો વધારો

અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય કર્મચારીઓના પીએફ અને ગ્રેચ્યુટીની ગણતરી બેઇઝિક પગાર અને ડીએના આધારે કરવામાં આવે છે. તો આસ્થિતિમાં ડીએ વધવાને કારણે પીએફ અને ગ્રેચ્યુઈટી પણ વધશે. આ સાથે એવું માનવામાં આવે છે કે, આ વધારો 3 ટકા સુધીનો હોય શકે છે.

સરકારે બહાર પાડ્યું છે જાહેરનામું

સરકારે બહાર પાડ્યું છે જાહેરનામું

28 સપ્ટેમ્બર, 2022ના રોજ સરકારે DAમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. આ પછી એક નોટિફિકેશન બહાર પાડીને આ અંગેજાણકારી આપવામાં આવી છે.

મોંઘવારી ભથ્થાના સંશોધિત રેટ 1 જુલાઈ, 2022થી લાગુ કરવામાં આવશે. ટૂંક સમયમાં કર્મચારીઓના ખાતામાં પૈસા આવી જશે.

સરકારના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાના નિર્ણયને કારણે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 62 લાખ પેન્શનધારકોને મોટી રાહત મળશે.

આ અગાઉ માર્ચમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા 3 ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે ડીએ 31 ટકાથી વધીને 34 ટકા થયું હતું.

English summary
7th Pay Commission : Employees got bonus before Diwali, after DA this 4th allowance increased
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X