For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Good News: આ મહિને 50 લાખ કર્મચારીઓને મળશે પગાર વધારો

Good News: આ મહિને 50 લાખ કર્મચારીઓને મળશે પગાર વધારો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 7મા પગારપંચ અંતર્ગત વધારવામાં આવેલ પગારનો ઈંતેજાર કરી રહેલા 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર તરફથી કોઈ સંકેત ની મળ્યા. કર્મચારીઓનો ઈંતેજાર લંબાતો જઈ રહ્યો છે, પરંતુ તાજેતરમાં જ મળેલ અહેવાલો કેન્દ્રીય કર્મચારીઓ માટે રાહતભર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓને વધારવામાં આવેલ પગારની ગિફ્ટ આપી શકે છે. જો કે આને લઈને હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરી 2019થી પગાર પંચની ભગામણો લાગુ થઈ શકે છે અને ન્યૂનતમ વેતનમાં પણ 3000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.

પગાર વધારાની અપેક્ષા જાગી

પગાર વધારાની અપેક્ષા જાગી

લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખી જાન્યુઆરી 2019માં કેન્દ્ર સરકાર 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને પગારમાં વધારો આપી શકે છે. નાણા મંત્રાલયના સૂત્રોનો દાવો છે કે આગામી ત્રણ મહિનામાં સરકારને આર્થિક દબાણ ઓછું થશે. એવામાં અપેક્ષા છે કે ડિસેમ્બરના અંત સુધી સરકાર પાર વધારાનું એલાન કરશે અને ભલામણો જાન્યુઆરી 2019થી જ લાગુ કરવામાં આવશે.

પગારમાં વધારો થશે

પગારમાં વધારો થશે

માત્ર પગાર જ લાગુ નહિ થાય બલકે માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓની માગણીઓને જોતા મિનિમમ સેલેરીમાં 3000 રૂપિયાનો વધારો પણ કરી શકે છે. એટલે કે સરકારી કર્મચારીઓએ 18,000 રૂપિયાને બદલે હવે મિનિમમ પગાર 21,000 રૂપિયા પ્રતિ માસ થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર ફિટમેંટ ફેક્ટરને 2.57 ગણાથી વધારીને 2.85 ગણા કરી શકે છે.

સૌથી વધુ ફાયદો કોને મળશે

સૌથી વધુ ફાયદો કોને મળશે

નાણા મંત્રાલયના એક અધિકારી મુજબ સરકાર મધ્ય સ્તરના કર્મચારીઓને બદલે નિમ્ન સ્તરના કર્મચારીઓના પગાર વધારાને વધુ મહત્વ આપી રહી છે. સરકારના ફેસલાથી આ કર્મચારીઓને વધુ લાભ થસે. સરકારના ફેસલાથી પે લેવલ મેટ્રિક્સ 1-5 વચ્ચે કર્મચારીઓને લાભ મળશે. સાતમા પગાર પંચની ભલામણથી વધુ માગ કરી રહેલ કર્મચારીઓને અપેક્ષા છે કે સરકાર એમની માગણી માની લેશે. જ્યારે સરકાર નાણઆકીય બોજનો હવાલો આપીને તેનો ઈનકાર કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર લઘુત્તમ વેતનને 18000 રૂપિયાથી વધારીને 21000 રૂપિયા પ્રતિ માસ કરી શકે છે.

બચત કરવા માટે જરૂરી છે આ ટિપ્સબચત કરવા માટે જરૂરી છે આ ટિપ્સ

English summary
7th Pay Commission: Good News for 50 lakh Central Government employees, get Salary Hike in January, here is the Detail
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X