For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7th Pay Commission : સરકાર આપશે મોટી ભેટ, પગારમાં કરશે જંગી વધારો

નવા વર્ષ સાથે કેન્દ્ર સરકારે લોકોને ભેટ આપવાની તૈયારી કરી લીધી છે. કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી નવા વર્ષમાં પગાર વધારાની ભેટ મળી શકે છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપવાની તૈયારી કરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

7th Pay Commission : નવા વર્ષ સાથે કેન્દ્ર સરકારે લોકોને ભેટ આપવાની તૈયારી કરી લીધી છે. કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી નવા વર્ષમાં પગાર વધારાની ભેટ મળી શકે છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપવાની તૈયારી કરી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર નવા વર્ષમાં કર્મચારીઓના પગારમાં 34,060 રૂપિયાનો વધારો કરી શકે છે. કર્મચારીઓના પગારમાં ફિટમેન્ટ ફેક્ટર દ્વારા મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થું વધી શકે છે.

કર્મચારીઓને મળશે પગાર વધારો

કર્મચારીઓને મળશે પગાર વધારો

નવા વર્ષમાં સરકાર કર્મચારીઓને પગાર વધારાની ભેટ આપી શકે છે. ફિટમેન્ટ ફેક્ટર દ્વારા કર્મચારીઓના પગારમાં મોટો વધારો થઈ શકે છે. કર્મચારીઓના મૂળભૂતપગાર અને મોંઘવારી ભથ્થામાં વધારો થઈ શકે છે.

એવું માનવામાં આવે છે કે, મોદી સરકાર જાન્યુઆરી 2022માં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 થી 3ટકાનો વધારો કરી શકે છે. મોંઘવારી ભથ્થાની સાથે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર હેઠળ એવી અટકળો છે કે, બેઇઝિક પગારમાં પણ વધારો કરવામાં આવશે.

એવી અપેક્ષારાખવામાં આવે છે કે, સરકાર બેઇઝિક પગાર 18,000 રૂપિયાથી વધારીને 26,000 રૂપિયા કરી શકે છે.

ફિટમેન્ટ ફેક્ટરના આધારે બેઇઝિક પગાર વધારો

ફિટમેન્ટ ફેક્ટરના આધારે બેઇઝિક પગાર વધારો

જો કેન્દ્ર સરકાર કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરશે, તો કર્મચારીઓના પગારમાં વધારો થશે. વર્ષ 2016થી કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવામાંઆવ્યો હતો.

આવા સમયે કર્મચારીઓનો પગાર 6000 રૂપિયાથી વધારીને 18,000 રૂપિયા કરવામાં આવ્યો હતો. હવે આશા છે કે, કર્મચારીઓની બેઇઝિક 18,000 રૂપિયાથીવધારીને 26,000 રૂપિયા થઈ શકે છે.

ખાતામાં આવશે આટલો પગાર

ખાતામાં આવશે આટલો પગાર

બેઇઝિક પગારની સાથે મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરવામાં આવશે. મૂળ પગારના આધારે 31 ટકામાં DA 2 થી 3 ટકા સુધી વધારી શકાય છે. જો 31 ટકાનાઆધારે ગણતરી કરીએ તો 26,000 રૂપિયાના બેઇઝિક પગાર પર 8,060 રૂપિયા મોંઘવારી ભથ્થું મળશે.

એટલે કે તમારા ખાતામાં દર મહિને 34,060 રૂપિયાનો પગારઆવશે. જો સરકાર ડીએમાં 3 ટકાનો વધારો કરે છે, તો મોંઘવારી ભથ્થું વધીને 8,840 રૂપિયા થઈ જશે. આવી સ્થિતિમાં ખાતામાં 34,840 રૂપિયા ઉપલબ્ધ થશે.

બાકી છે 18 મહિનાનું એરિયર્સ

બાકી છે 18 મહિનાનું એરિયર્સ

ઉલ્લેખનીય છે કે, લાખો કેન્દ્રીય કર્મચારીઓનું 18 મહિનાનું ડીએ બાકી છે. નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ​મશીનરીના સેક્રેટરી (સ્ટાફ સાઇડ) શિવ ગોપાલમિશ્રાએ સરકાર સમક્ષ માંગણી મૂકી છે કે, સરકારે કર્મચારીઓના 18 મહિનાના બાકી DAના બાકી ચૂકવણાનું વન ટાઈમ સેટલમેન્ટ કરવું જોઈએ.

આ અંગે અનેકવખત વાટાઘાટો થઈ છે, પરંતુ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. બાકી ચૂકવણીને લઈને સરકાર તરફથી સ્પષ્ટ કંઈ કહેવામાં આવ્યું નથી, હવે આ મામલો વડાપ્રધાનનરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો છે, હવે વડાપ્રધાન મોદી બાકી ચૂકવણી અંગે નિર્ણય લેશે.

English summary
7th Pay Commission Latest Update : Central Government Employees Salary Hike By Rs 34060 in 2022.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X