For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ બેંક એકાઉન્ટ ખોલાવવાના 8 ફાયદા

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરાયા બાદ પ્રધાનમંત્રી જન ધન યોજનાને ભારે સફળતા પ્રાપ્ત થઇ છે. આ યોજનાની સફળતા માટે સરકારે કોઇ કચાશ રાખી નથી.

અમે અહીં પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત બેંક ખાતુ ખોલાવવાના થતા ફાયદા અંગે જણાવી રહ્યા છીએ...

personal-finance-investment-14

એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ કવર
આ યોજના હેઠળ બેંક એકાઉન્ટ ખોલાવવાથી ઇન્શ્યોરન્સ કવર મળે છે. પછાત વર્ગના લોકો માટે રૂપિયા 1 લાખનું ઇન્શ્યોરન્સ કવર મોટી બાબત છે.

મિનિમમ બેલેન્સની જરૂરિયાત નહીં
આ યોજના હેઠળ બેંક ખાતુ ખોલાવનારને ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર રહેતી નથી. અત્યારે સરકારી બેંકોમાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી છે અને ખાનગી બેંકોના કિસ્સામાં મિનિમમ બેલેન્સ મર્યાદા વધી જાય છે.

રૂપિયા 30000નું લાઇફ ઇન્શ્યોરન્સ કવર
પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ રૂપિયા 30,000નું લાઇફ ઇન્શ્યોરન્સ કવર પણ મળે છે.

સબસિડી ડાયરેક્ટ ટ્રાન્સફર થાય છે
એલપીજી અને અન્ય બાબતોમાં મળતી સરકારી સબસિડી સીધી આ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. વળી તેમાં પારદર્શકતા વધે છે તે સૌથી મોટો ફાયદો છે.

નાણા સીધા તબદીલ થાય છે
આ બેંક એકાઉન્ટ હોવાથી તમામ સરકારી સહાય સીધી એક જ ખાતામાં સરળતાથી ટ્રા્ન્સફર થાય છે.

ઓવરડ્રાફ્ટ સુવિધા
આ યોજના હેઠળ વ્યક્તિને ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે. જેનો ઉપયોગ કટોકટીના સમયે થઇ શકે છે.

અન્ય આર્થિક ઉત્પાદનો સુધી પહોંચ
પ્રધાનમંત્રી જન ધન યોજનાના ધારકોને પેન્શન અને અન્ય ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ સુધી સરળતાથી એક્સેસ મળે છે.

English summary
8 Benefits of Opening a Bank Account Under the Pradhan Mantri Jan Dhan Yojana.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X