For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

8 એવા બિઝનેસ જે વગર રોકાણે કરો શરૂ, થશે જોરદાર કમાણી

આજે અમે તમને આપીશું એવા કેટલાક બિઝનેસ આઈડીયા જેમાં પૈસા ખૂબ જ ઓછા લગાવવા પડશે, અથવા તો નહિવત્ લગાવવા પડશે. આ બિઝનેસ દ્વારા તમે લાખોની કમાણી પણ કરી શક્શો.

|
Google Oneindia Gujarati News

જ્યારે આપણે પોતાનો બિઝનેસ શરૂ કરવા પ્લાન બનાવીએ છીએ, ત્યારે સૌથી મોટી મુશ્કેલી હોય છે પૈસા. કોઈ પણ બિઝનેસ શરૂ કરવા માટે પાયાની જરૂરિયાત પૈસા છે, વગર મૂડીએ કોઈ પણ બિઝનેસ શરૂ કરવાનું વિચારી શકાય નહીં. આજે અમે તમને આપીશું એવા કેટલાક બિઝનેસ આઈડીયા જેમાં પૈસા ખૂબ જ ઓછા લગાવવા પડશે, અથવા તો નહિવત્ લગાવવા પડશે. આ બિઝનેસ દ્વારા તમે લાખોની કમાણી પણ કરી શક્શો. સૌથી અગત્યની વાત એ છે કે આ બિઝનેસને તમે ફૂલ ટાઈમ કે પાર્ટ ટાઈમ પણ શરૂ કરી શક્શો.

યુટ્યુબ વીડિયો ચેનલ

યુટ્યુબ વીડિયો ચેનલ

યુટ્યુબ કે ફેસબુક વાપરવા માટે કોઈ વધારે આવડતની જરૂર નથી. એકવાર તમે પોતાની યુટ્યુબ ચેનલ બનાવો પછી કોઈ પણ વિષય પર પોતાનો બ્લોગ લખી શકો છો. આજકાલ ગેમ બ્લોગિંગ વધુ લોકપ્રિય છે. જો તમે ફીફા કે ક્લેશ રોયલ જેવી ગેમ રમો છો તો તેની ટીપ્સ આપીને આવક મેળવી શકો છો.

ઈવેન્ટ મેનેજમેન્ટ

ઈવેન્ટ મેનેજમેન્ટ

ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સી બિઝનેસ માટે ખાસ પ્લાનિંગ સ્કીલ્સની જરૂરિયાત છે. કોઈ ઈવેન્ટ મેનેજમેન્ટ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કરવું સારો આઈડિયા છે, પણ તે જરૂરી નથી. ઈવેન્ટ મેનેજમેન્ટ બિઝનેસમાં તમારી ગ્રાહક કંપનીઓ, ઈન્સ્ટીટ્યુટ, કપલ્સ, ધાર્મિક સંસ્થાઓ, નેતાઓ એનજીઓ હોઈ શકે છે.

ઓફિસ સપ્લાઈઝ

ઓફિસ સપ્લાઈઝ

ઓફિસ સપ્લાયઝ બિઝનેસ શરૂ કરવાનો ફાયદો એ છે કે તેને તમે ઘરેથી જ ચલાવી શકો છો. સ્કૂલ, ઈન્સ્ટીટ્યુટ અને ઓફિસ આ બિઝનેસના મુખ્ય ક્લાયન્ટ્સ હોય છે. આ બિઝનેસ માટે વાતચીતની કલા, અને ઈન્વેન્ટરી મેનેજમેન્ટ સ્કીલ જરૂરી છે.

રિયલ એસ્ટેટ

રિયલ એસ્ટેટ

આજના ડિજિટલ યુગમાં આ બિઝનેસ પણ ફાયદાકારક છે. તમે પોતાની સ્થાનિક સંપત્તિ સાથે આ બિઝનેસ શરૂ કરી શકો છો. આ ઉપરાંત તમે રિયલ એસ્ટેટ એડવાઈઝર બનીને પણ કમાણી કરી શકો છો.

યોગા ઈન્સ્ટ્રક્ટર

યોગા ઈન્સ્ટ્રક્ટર

ભારતના મોટા શહેરોમાં યોગા ક્લાસિસ ઝડપથી શરૂ થઈ રહ્યા છે. જો તમે યોગ અને સૂર્ય નમસ્કારના જાણકાર છો, તો તમારી આસપાસના લોકોને તમે પેઈડ યોગા ટીચિંગ સર્વિસ આપી શકો છો. તમે પ્રતિ વ્યક્તિ મહિને 300થી 500 રૂપિયા ફી ચાર્જ શકો છો. જો તમારા ક્લાસિસમાં માત્ર 10 લોકો પણ આવે તો તમે માત્ર 15 કલાકમાં 5 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.

મ્યુઝિક

મ્યુઝિક

જો તમે મ્યુઝિકના જાણકાર છો, તો ઓફિસથી આવ્યા પછી સાંજે એકાદ કલાક માટે મ્યુઝિક ક્લાસિસ ચલાવી શકો છો. તમે જે ઈન્સ્ટ્રુમેન્ટ વગાડવામાં એક્સપર્ટ છો, તેની તાલીમ બાળકોને આપો. જો તમે ગિટાર સારું વાગડી શક્તા હો, તો ગિટાર શીખવો. આ ક્લાસિસ તમને પાર્ટ ટાઈમ આવક કરી આપશે.

કોમ્પ્યુટરની જાણકારી

કોમ્પ્યુટરની જાણકારી

જો તમને કોમ્પ્યુટર પ્રોગ્રામ્સ વિશે સારી માહિતી છે, તો તમે લોકોને સી++, જાવા, અને બેઝિક પ્રોગ્રામિંગ શીખવી શકો છો. સાંજના સમયે એકાદ કલાકની ટ્રેનિંગ આપીને તમે કમાણી કરી શકો છો.

સ્ટાર્ટઅપ ઈન્સ્ટ્રક્ટર

સ્ટાર્ટઅપ ઈન્સ્ટ્રક્ટર

આ સૌથી વધુ ફાયદો કરવાનરા બિઝનેસ આઈડિયા છે. જે કોઈ પણ રોકાણ વિના શરૂ કરી શકાય છે. જો તમને લાંબા સમય સુધી બિઝનેસ કરવાનો અનુભવ છે તો તમે આ અનુભવનો લાભ લઈ શકો છો. સ્ટાર્ટઅપ ઈન્સ્ટ્રક્ટર બનવા માટે કોઈ બિઝનેસ વિશે સંપૂર્ણ માહિતીથી લઈને ખાસ સ્કીલ જરૂરી છે. તમારા અનુભવ અને ટીપ્સથી તમે બીજાને મદદ કરીને કમાણી કરી શકો છો.

English summary
8 business ideas for which you need no money at all
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X